ઘરને સજાવવા માટે આપણે ખૂબ ખર્ચો કરીએ છીએ. લિવિંગ રૂમને સજાવવામાં ધ્યાન આપીએ છીએ, પરંતુ બેડરૂમ પર ધ્યાન આપવાનું જ ભૂલી જઇએ છીએ. ફક્ત બેડ લગાવવાથી બેડરૂમ સુંદર નથી બનતો. તેના માટે ઘણી બાબત છે, જેને ધ્યાનમાં રાખવી જોઇએ.
- જો તમે એવુ વિચારો છો કે, બેડરૂમ એ ફક્ત આરામ કરવાની જગ્યા છે. તો એવું બિલકુલ નથી. બેડરૂમ એ જગ્યા છે જ્યાંથી નક્કી થાય છે કે તમારો મૂડ સવારે ઉઠ્યા બાદ કેવો હશે. લાઇટીંગ પણ એટલી જ મહત્વની છે. બેડરૂમમાં એવી લાઇટ લગાવો જેનાથી પોઝીટીવ એનર્જી મળે.
- તમે દરેકના ઘરે જોયુ હશે કે લોકોના ઘરે લિવિંગ રૂમમાં પેઇન્ટીંગ હોય છે. પેઇન્ટીંગને બેડરૂમમાં પણ લગાવવી જોઇએ, જેથી સારા લૂકની સાથે સાથે પોઝીટીવ વાઇબ્સ પણ આવે
- બેડરૂમની દિવાલ પર ક્યારેય ડાર્ક કલર ના લગાવો, તેનાથી નેગેટીવ વાઇબ્સ આવે છે. બને ત્યાં સુધી લાઇટ કલર લગાવો જેથી તમારુ મગજ ફ્રેશ રહે.
- બેડરૂમમાં જરૂરીયાત વગરનું ફર્નીચર ના કરાવો. તેનાથી જગ્યા રોકાય છે. સાથે જ બેડરૂમનો લૂક સારો લાગતો નથી.
- ઉતાવળમાં લોકો બેડ પર કોઇ પણ બેડશીટ પાથરી દેતા હોય છે. પરંતુ તેવું ના કરવું જોઇએ. તમારી મનપસંદ બેડશીટ પાથરવી જોઇએ, જેથી બેડરૂમમાં આવતા સાથે તમારો થાક ઉતરી જાય.
- જો તમે પણ તમારા બેડરૂમમાં આવી ભૂલ કરી રહ્યાં છો તો તે ના કરો, જલ્દી જ દરેક વસ્તુને બદલી નાંખો જેથી તમારો બેડરૂમ પણ લાગે સુપરકૂલ..!!