એક્સેસરીમાં સ્લીંગ બેગ્સ હાલમાં ટ્રેન્ડમાં છે. યુવતીઓ હવે મસમોટા હેન્ડબેગની જગ્યાએ નાનકડુ અને સ્ટાઇલિશ સ્લીંગ બેગ વધારે પસંદ કરે છે. માર્કેટમાં અલગ અલગ સ્ટાઇલ અને ડિઝાઇનના સ્લીંગબેગ ઉપલબ્ધ હોય છે. રાઉન્ડ શેપના સ્લીંગ બેગ દરેક આઉટફિટ સાથે સૂટ કરે છે. બ્લેક લેધરનું રાઉન્ડ શેપનું બેગ યુવતીઓમાં હોટ ફેવરીટ છે.
ઓલિવગ્રીન કલરના સ્લીંગ બેગ ઉપર ફ્લોરલ ડિઝાઇન હોય તો તે તમારી પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવે છે. તમારી પર્સનાલિટી બોલ્ડ બનાવે છે. તમે આ કલરના સ્લીંગ બેગને ડેનિમ સાથે પેર કરી શકો છો.
જો કોઇ પણ કલરની સ્લિંગબેગ પર ઘડિયાળની પ્રિન્ટ હોય તો તેને તમે સાઇડમાં પણ કેરી કરી શકો અને પીઠ પાછળ પણ કેરી કરી શકો છો.
ઓરેંજ કલરનું સ્લીંગબેગ તમે પાર્ટી કે કોઇ ઓકેઝન પર સાથે રાખી શકો છો, તેનાથી તમારી પર્સનાલિટીમાં આકર્ષણ પેદા કરશે.
રાઉન્ડ શેપની સ્લીંગબેગ સ્ટાઇલિશ લાગે છે પરંતુ તેમાં જરૂરી બધો સામાન નથી આવી શકતો જ્યારે સ્ક્વેર શેપની સ્લીંગબેગ સ્ટાઇલિશ લાગવાની સાથે સાથે જરૂરી સામાન પણ તેમાં આવી જાય છે.
જો તમારે તમારો દરેક જરૂરી સામાન સાથે રાખવાની ટેવ હોય તો સ્ક્વેર શેપની સ્લિંગબેગ જ ખરીદવી જોઇએ.