GSTમાં ઘટાડા પછી કેટલામાં પડશે Royal Enfield Classic 350, અહીં જુઓ તમારા ફેવરિટ બાઈકની કિંમત

Rudra
By Rudra 2 Min Read

Royal Enfield Classic 350: ભારતીય મોટરસાઇકલ માર્કેટમાં Royal Enfield Classic 350નો ભારે દબદબો છે. તાજેતરમાં જ સરકારે 350ccથી ઓછી ક્ષમતાવાળી બાઇક્સ પર જીએસટી દર 28%થી ઘટાડીને 18% કરી દીધી છે. આ કપાતની સીધી અસર Royal Enfield Classic 350ની કિંમતો પર પડી રહી છે. આપને જણાવી દઇએ કે આ ઘટાડો આગામી 22 સપ્ટેમ્બર, 2025થી લાગૂ કરવામાં આવશે. GSTમાં ઘટાડો થવાથી હવે મિડલ ક્લાસ લોકોનું આ બાઇક ખરીદવાનું સપનું પણ સાકાર થઇ શકે છે. તો ચાલો જાણીએ આ બાઇકની જૂની અને નવી કિંમતો વચ્ચે કેટલો તફાવત જોવા મળશે અને તેના ફીચર્સ શું શું છે.

Royal Enfield Classic 350 (બેઝ મોડલ)ની જૂની એક્સ-શોરૂમ કિંમત લગભગ રૂ.1,97,253 હતી, જેમાં 28% જીએસટી સામેલ હતું. નવા GST દર પછી એક્સ શોરૂમ કિંમત આશરે રૂ. 1,77,527 છે. હવે આ બાઈક 20 હજાર સસ્તી થઈ જશે.

GSTમાં આ ઘટાડાથી Royal Enfield Classic 350નું વેચાણ વધે તેવી શક્યતા છે, કારણ કે બાઇક હવે વધારે સસ્તી થઇ ગઇ છે. જીએસટીમાં આ ઘટાડો એ ગ્રાહકો માટે ફાયદાકારક હશે, જે બજેટમાં 350CCથી ઓછી કેપિસિટીની બાઇક્સ પસંદ કરે છે. આ બદલાવથી ભારતીય ટૂવ્હિલર માર્કેટમાં સ્પર્ધા પણ વધશે.

ભારતીય માર્કેટમાં આ બાઇક ખૂબ જ પોપ્યુલર છે. તેના એક અલગ પ્રકારની રેર ફેન્ડર અને ટેલ લાઇટ આપવામાં આવી છે. તેમાં સિંગલ-પીસ સીટ મળશે. આ બાઇકની ડિઝાઇન મિનિમલિસ્ટિક છે. આ બાઇકમાં માત્ર હેલોજન લાઇટ્સ છે. આ બાઇક 349 CC એર-ઓઇલ કૂલ્ડ એન્જિનથી સજ્જ છે, જે લગભગ 20.2BHP પાવર આપે છે. તેની ડિઝાઇન ક્લાસિક રેટ્રો લૂક સાથે મોડર્ન ટચનું મિક્સર છે. બાઇકનું માઇલેજ પણ સરેરાશ 30-37 કિલોમીટર પ્રતિ લીટરની વચ્ચે છે.

આ બાઇકના એન્જિનને 5-સ્પીડ ગિયરબોક્સ સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે. આ બાઇકનું વજન 195 કિલોગ્રામ છે. તેની ફ્યૂલ ટેન્ક 13 લીટર, ગ્રાઉન્ડ ક્લિયરન્સ 160 મિમી અને સીટ હાઇટ 805 મિમી છે.
જૂની કિંમત (28% GST) – રૂ.1,97,253
નવી કિંમત (18% GST) – રૂ.1,77,527

Share This Article