દારૂની એક બૉટલ પર કેટલા રૂપિયા ટેક્સ વસૂલે છે સરકાર? આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે

Rudra
By Rudra 2 Min Read

નવીદિલ્હી : દેશમાં ટેક્સ કલેક્શનનું સંપૂર્ણ નેટવર્ક છે. ખાવાથી લઈને રસ્તા પર ચાલવા સુધીની દરેક વસ્તુ માટે આપણે સરકારને ટેક્સ ચૂકવીએ છીએ. દારૂ પીતી વખતે પણ. હા, સરકારો દારૂના વેચાણ પર એક્સાઇઝ ટેક્સના નામે ટેક્સ વસૂલે છે. તમને જાણીને નવાઈ લાગશે કે કોઈપણ રાજ્યની આવકનો મોટો હિસ્સો દારૂના વેચાણમાંથી આવે છે. આ જ કારણ છે કે કોઈપણ સરકાર દારૂબંધી જેવો ર્નિણય લેતા પહેલા 100 વાર વિચારે છે. હકીકતમાં, રાજ્યની આવકનો 15 થી 30 ટકા હિસ્સો દારૂના વેચાણમાંથી આવે છે. દેશના કેટલાક રાજ્યોને બાદ કરતાં મોટાભાગના રાજ્યો દારૂના વેચાણ પર ભારે ટેક્સ વસૂલે છે અને પોતાની તિજોરી ભરે છે. શું તમે દારૂ પરના ટેક્સ વિશે જાણો છો? શું તમે જાણો છો કે દારૂની એક બૉટલ વેચીને સરકાર કેટલી કમાણી કરે છે?

કોઈપણ રાજ્યની અર્થવ્યવસ્થાનો મુખ્ય સ્ત્રોત દારૂનું વેચાણ છે. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો, ગોવા, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર જેવા રાજ્યો દારૂ પર આબકારી વસૂલાતની બાબતમાં આગળ છે. અહીં આબકારી વસૂલાત ખૂબ જ વધારે છે. રિપૉર્ટ્‌સ વિશે વાત કરીએ તો, 2020-21માં સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાંથી અંદાજે 1 લાખ 75 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ મામલે ઉત્તરપ્રદેશ રાજ્ય સૌથી આગળ છે. નાણાકીય વર્ષ 2022-23માં ઉત્તર પ્રદેશે એક્સાઈઝ ડ્યૂટીમાંથી 41,250 કરોડ રૂપિયાની આવક મેળવી હતી. તમે દારૂના વેચાણ પર વસૂલવામાં આવતી એક્સાઇઝ ડ્યૂટીથી થતી જંગી આવકથી વાકેફ હશો, હવે તમે વિચારતા હશો કે, જો કોઈ વ્યક્તિ દારૂની બૉટલ ખરીદે તો સરકારને કેટલા પૈસા મળશે? વાસ્તવમાં, આવા કિસ્સાઓમાં, દરેક રાજ્યની સરકાર અલગ-અલગ ટેક્સ વસૂલે છે. એટલા માટે કેટલાક રાજ્યોમાં આ જ દારૂ મોંઘો છે અને કેટલાક રાજ્યોમાં સસ્તો છે. આબકારી જકાત ઉપરાંત દારૂ પર સ્પેશિયલ સેસ, ટ્રાન્સપૉર્ટ ફી, લેબલ, રજિસ્ટ્રેશન વગેરે જેવા ચાર્જીસ છે. ધારો કે કોઈ વ્યક્તિ 1000 રૂપિયાની દારૂની બૉટલ ખરીદે છે, તો તેમાં 35 થી 50 ટકા અથવા તેનાથી પણ વધુ વધારો થાય છે. એટલે કે જ્યારે તમે 1000 રૂપિયાની દારૂની બૉટલ ખરીદો છો, તો 350 થી 500 રૂપિયા સરકારી તિજોરીમાં જાય છે.

Share This Article