નવીદિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા વાર્ષિક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, અર્થતંત્રમાં મૂડીરોકાણ માટે ફંડના સૌથી મહત્વપૂર્ણ ગણાતા સોર્સ એવા હાઉસ હોલ્ડ ફાઈનાન્સિયલ સેવિંગ્સ અથવા તો ઘરમાં કરવામાં આવતી નાણાંકીય બચતમાં વધારો થયો છે અને ઘરની નાણાંકીય બચતનો આંકડો સાત વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યો છે. વર્ષ ૨૦૧૭-૧૮માં નાણાંકીય વર્ષમાં હાઉસ હોલ્ડ ફાઈનાન્સિયલ સેવિંગ્સ સાત વર્ષની ઉંચી સપાટીએ પહોંચી છે.
૨૦૧૬-૧૭માં ગ્રોસ નેશનલ ડિસ્પોઝેબલ ઇન્કમના ૯.૧ ટકાની આસપાસનો હતો જે હવે વધીને ૧૧.૧ ટકા થયો છે. જા કે, રોકડના સ્વરુપમાં આ વધારો ખુબ વધારે છે. બેંક ડિપોઝિટના સ્વરુપમાં બચત સાત વર્ષમાં તેમની ઉંચી સપાટી પર છે. આ આંકડો જીએનડીઆઈના ૨.૯ ટકાની આસપાસ છે. રોકડના સ્વરુપમાં ૨.૮ ટકા સુધીનો વધારો થયો છે. અત્રે નોંધનીય છે કે, આરબીઆઈએ ગઇકાલે વાર્ષિક અહેવાલ જારી કર્યો હતો જેમાં નોટબંધીના સંદર્ભમાં પણ વાત કરવામાં આવી હતી.
જો કે, આ અહેવાલ સરકાર માટે રાહત લઇને આવે છે. રોકડના સ્વરુપમાં આવકમાં વધારો થયો છે. ફાઈનાન્સિયલ સેવિંગ્સમાં સાત વર્ષની ઉંચી સપાટી જાવા મળી રહી છે. રોકડના સ્વરુપમાં પણ વધારો થયો છે. જા કે, બેંક ડિપોઝિટના સ્વરુપમાં આવક ઘટી ગઈ છે. આવી સ્થિતિમાં એમ સ્પષ્ટપણે કહી શકાય છે કે, રોકડના સ્વરુપમાં લોકો હજુ વધુ મહત્વ આપી રહ્યા છે. આરબીઆઈએ પોતાના અહેવાલમાં સાફ શબ્દોમાં કહ્યું છે કે, અર્થતંત્રમાં મૂડીરોકાણ માટે ફંડના સૌથી મહત્વપૂર્ણ સોર્સ તરીકે હાઉસ હોલ્ડ ફાઈનાન્સિયલ બચત છે.