હોંગકોંગ યાત્રા ભાગ ૧ – દુનિયા ઉપર પા પા પગલી

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

PEARL નદીના ડેલ્ટામાં અને ચીનની દક્ષિણ સીમાએ આવેલ આ પ્રદેશ અત્યારે ચીનના તાબામાં છે. પણ વર્ષો સુધી તે બ્રિટનના શાસનમાં હતો. પૂર્વ અને પશ્ચિમનો અનોખો સંગમ અહીં જોવા મળે છે તેના પરિણામે હોગકોંગ આંતરરાષ્ટ્રીય વેપારનું મોટું સેન્ટર બનેલું છે. આમ જુઓતો હોંગકોંગ એ ટાપુઓનો સમૂહ છે. પણ તેમાં ત્રણ ટાપુઓ મુખ્ય છે. હોંગકોંગનો 1104 ચો.કી.મી. પ્રદેશ હોંગકોંગ ટાપુ તરીકે ઓળખાય છે. જે વિક્ટોરિયા હાર્બરની દક્ષિણમાં આવેલો છે. KOWLOON ટાપુ ઉત્તરી છેડે અને તેનો ઉત્તરી છેડો ચીનની મુખ્ય સીમા સુધી લંબાયેલ છે.

kp.comkowloon1

આ સિવાય લગભગ 200 જેટલા નાના મોટા વિકસિત અવિકસિત ટાપુઓ આવેલા છે તેમાં મુખ્ય LANTAU ટાપુ છે જ્યાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. અત્યારે અહીં ચીનની સત્તા હોવા છતાં તેને એક ખાસ દરજ્જો આપવામાં આવેલછે. પરિણામે વિઝા અને ઈમિગ્રેશનના કાયદાઓ પણ થોડા સરળ છે. છતાં ભારતીય નાગરિકો એ પહેલેથી વિઝા મેળવી લેવા ફરજીયાત છે. મારે તે વિષે સરળતા છે. USA,CANADA અને અન્ય કેટલાક દેશના નાગરિકોને વિઝાની જરૂર નથી તો કેટલાક દેશના નાગરિકોને વિઝા ઓને એરાઈવલ મળી જાય છે. જોકે તમે PAR વિઝા માટે ઓન લાઈન અરજી કરી શકો છો. તેનું પરિણામ પણ તમે તરતજ મેળવી શકો છો.

ત્યાંના વૃત્તીય હવામાન ને લીધે ઉનાળામાં હોંગકોંગ ફરવા જવાનો તો વિચારજ ના કરશો. ઉત્તમ સમય છે ઓક્ટોબરથી જાન્યુઆરી જોકે ક્રિસમસ અને નવું વરસ એ અહીનો મુખ્ય તહેવાર છે અને ખુબ ધામધૂમથી ઉજવાય છે તેથી પ્રવાસીઓનો ધસારો ડીસેમ્બરની 20 મી થી શરુ થઇ જાય છે. જુલાઈ સૌથી ગરમ અને જાન્યુઆરી સૌથી ઠંડો મહિનો છે. વાતાવરણ ખુશનુમા હોય છે. અને સાધારણ ગરમ કપડાની જરુર પડે છે.

હવે કેટલીક ખાસ વાત. અહીંની મુખ્ય ભાષા Cantonese અને Mandarin છે. પણ મોટાભાગે બધા લોકો અંગ્રેજી જાણે છે. અહીંનું ચલણ HK$ છે.પણ મુખ્ય ક્રેડીટ કાર્ડ બધા ચાલે છે. આમ છતાં થોડા HK$ સાથે રાખવા અને તેમ 500 $ થી નાની કરન્સી રાખવી કારણ 1000 $ માં ગોલમાલ થવાની શક્યતા હોય છે તેથી મોટાભાગે કોઈ તે સ્વીકારતા નથી. કેટલીક રેસ્ટોરન્ટ માં ક્રેડીટ કાર્ડ સ્વીકારતા નથી ત્યાં તમારે રોકડે થી વ્યવહાર કરવો પડે છે. જગ્યા ઓછી અને વસ્તી વધારે હોવાને લીધે અહીંની હોટલોના રૂમ પ્રમાણમાં નાના હોય છે. અલબત બધીજ સગવડ હોય છે. ઘણી હોટલોમાં તમારો સમાન સાચવવાની સગવડ પણ હોય છે જો તમેઆજુબાજુનાકોઇ દેશમાં ફરવા જવાના હો અને બધો સમાન સાથે ના લઇ જવો હોય તો 3-4 દિવસ તેઓ તમારો વધારાનો સમાન સાચવે છે. તેમાટે લોકરૂમની વ્યવસ્થા હોય છે. તમારા ઉપકરણો ને ચાર્જ કરવા કન્વર્ટર હોવું જરૂરી છે. અહીં TypeG (Three- Prongplug) વપરાય છે.

ચાલો બધું બરાબર સમજી લીધું ? અને પહોચી ગયા હોંગકોંગ? હવે આવે છે આંતરિક વાહન વ્યવહાર. આંતરિક પરિવહન માટે અત્યંત આધુનિક ટ્રેઈન અને બસની સગવડ  હોંગકોંગ અને KOWLOON વચ્ચે આવેલી છે. આ ઉપરાંત ૨૭ જેટલા બોટ રૂટ અન્ય ટાપુઓ સાથે સંકળાયેલા છે.સૌથી મઝાની મુસાફરીતો 110 વર્ષ જૂની ટ્રામની છે. જે મુખ્ય ટાપુ માં આવેલ ખાસ જગ્યાઓ પાસેથી પસાર થાય છે. ખુબ નજીવી કીમતે આ ડબલ ડેકાર ટ્રામની મજા માણી શકાય છે. ટેક્ષી પણ પ્રમાણમાં પરવડી શકે તેવી છે. ઉબેર ટેક્ષી સર્વિસ પણ ઉપલબ્ધ છે. આવી સરસ સગવડ વાળા પ્રદેશમાં ફરવા આવનારા ઘણા પ્રવાસીઓ હોય તે સ્વાભાવિક છે. વળી હોંગકોંગમાં બ્રિટીશ રાજ રહ્યું હોવાને લીધે પણ અહી વિવિધ દેશની પ્રજા આવ-જા કરે છે. અને તેથી લગભગ તમામ પ્રકારની રેસ્ટોરન્ટ આવેલી છે અને ત્યાં વિવિધ દેશની વાનગીઓ મળી રહે છે. તો ચાલો ઘણી માહિતી ભેગી થઇ ગઈ હવે જવાનો પ્લાન કરો. અરે હા ભાઈ મને ખબર છે કે ત્યાંના ફરવાના સ્થળ વિષે તો મેં કશું કહ્યુજ નથી. વાંધો નહિ આવતા અંકમાં આપણે તેની વિશેષ વાતો કરીશું.

ત્યાં સુધી વિરામ.

  • નિસ્પૃહા દેસાઈ

kp.comNispruhaDesai e1533365837202

Share This Article