અમદાવાદ: અમદાવાદમાં એક મહત્વપૂર્ણ પ્રસંગે સ્મૃતિ ઇરાની, માનનીય ટેક્સટાઈલ્સ પ્રધાનએ અમદાવાદ ખાતે, અટીરા (અમદાવાદ ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિયેશન) માટે બે સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે. અટીરાએ ટેક્સટાઈલ્સ સંશોધન માટેની એક સ્વાયત બિન-નફાકારક સંગઠન છે. ટેક્સટાઈલ્સ અને તેના જેવા ઉદ્યોગ માટે તે ભારતમાં આ પ્રકારની સૌથી મોટી સંસ્થા છે. ભારત સરકારના સાયન્સ અને ટેકનોલોજી મંત્રાલય હેઠળ વિજ્ઞાનિક અને ઔદ્યોગીક સંશોધન કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત થયા બાદ, અટીરાને 1949માં શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદમાં તેને ટેક્સટાઈલ્સ મંત્રાલય સાથે જોડવામાં આવ્યું હતું. અટીરાનું સભ્યપદ સ્વૈચ્છિક છે અને તેના એકમો સમગ્ર ભારતમાં ફેલાયેલા છે.
આ સુવિધાની ઉદ્દઘાટન અંગે જણાવતા સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું, “સંયુક્ત ટેક્સટાઈલ્સનમાં બે મહત્વની સુવિધા, જેનું નામ છે, વેક્યુમ એસિસ્ટેડ રેસિન ઇન્ફ્યુઝન સેન્ટર તેની સંયુક્ત પરિક્ષણ લેબ અને એમએપીઆઇસી જેવી બે મહત્વની સુવિધાનું ઉદ્ઘાટન અટીરા ખાતે કરતા મને અત્યંત ખુશી છે. અમદાવાદ અને રાષ્ટ્રિય સ્તરે એમ બંને રીતે ટેસટાઈલ્સ ઉદ્યોગમાં ટેકનોલોજી અને આરએન્ડડીની પ્રગતિ માટે આ સુવિધા ખૂબ જ લાભદાયી છે અએ આ પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવવા માટે કેન્દ્રને ખૂબ જ ગર્વ છે.”
વારિમ (વેક્યુમ એસિસ્ટેડ રેસિન ઇન્ફ્લુશન મોલ્ડીંગ) એ ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મોટાપાયેના ઘટકોના ઉત્પાદનની સંયુક્ત પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં, સૂકુ પહેલાથી તૈયાર કરવામાં આવેલું કપડું ખુલ્લા મોલ્ડમાં મુકવામાં આવશે અને પ્લાસ્ટિક વેક્યુમ બેગને મોલ્ડની ટોચ પર મુકવામાં આવશે. એક તરફ મોલ્ડને રેસિન સોર્સ અને એક વેક્યુમ પંપથી જોડવામાં આવશે. પ્રવાહી રેઝિનને મોલ્ડ દ્વારા વેક્યુમની મદદથી દોરામાંથી રિઇન્ફોર્સ કરવામાં આવે છે. ઉપચાર અને ડિ-મોલ્ડિંગના પગલા પ્રોડક્ટની પૂર્ણતાની પ્રક્રિયાને અનુસરે છે.
આ પ્રસંગે, નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈન (એનઆઇડી) અને અમદાવાદ ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિયેશન (અટીરા)એ એનઆઇડી-અટીરા એમએપીઆઇસી (મટિરિયલ્સ અને પ્રોડક્ટ ઇનોવેશન સેન્ટર)ના એમઓયુ કરાર ફોર્મ સાઈન કર્યા છે, તેનાથી, રાષ્ટ્રિય સ્તરે સહયોગી મલ્ટી- શિસ્ત આર એન્ડ ડી કામને પ્રોત્સાહન મળશે, જે યોગ્ય તથા ટકાઉ ડિઝાઇન માટે જરૂરી એવા કુદરતી રેસા, વૈકલ્પિક, ઉચ્ચ પર્ફોર્મન્સીસના સંયોજનોને પ્રાથમિક મટિરિયલ તરીકે પ્રોત્સાહન આપી શકાય.
ઉદ્યોગના વધુ સારું ભવિષ્ય તૈયાર કરવા માટે, ટેક્સટાઈલ મંત્રાલય પર ધ્યાન કેન્દ્રિત કરતા સ્મૃતિ ઇરાનીએ ઉમેર્યું હતું કે અટીરા 1949થી ભારતની સૌથી અગ્રણી સંશોધન સંસ્થા છે અને તેને સરકારનો પણ સહકાર છે. અમને આ સંસ્થા જે વર્ષોથી ટેક્સટાઈલ્સ ઉદ્યોગને અનિશ્ચિત સમર્થન પૂરુ પાડી રહી છે, તેની સાથે ભાગીદારી કરતા ગર્વ છે. અટીરાએ, કાપડ મંત્રાલયના વધુ સારા ઉત્પાદન બનાવવા અને ભારતને ટેકનિકલ ટેક્સટાઈલ માટે વૈશ્વિક હબ બનાવવા તરફ દોરવામાં મદદરૂપ બન્યું છે. મંત્રાલયે ટેકનોલોજી, પ્રક્રિયાથી લઇને સમૃદ્ધ સારવાર સાથોસાથ કર્મચારીઓનું કૌશલ્ય વિકાસ પૂરો પાડવો ગેરે જેવી તમામ રેન્જમાં સક્રિય રીતે અટીરાને સપોર્ટ કર્યો છે.
ટેક્સટાઈલ મંત્રી અને ગુજરાત સરકારના સહકારથી અટીરાએ જીઓટેક્સટાઈલ્સ, નેનો ટેક્નોલોજી, ટેક્નિકલ ટેક્સટાઈલ ઈન્ક્યુબેશન સેન્ટર, પુલટ્રુસન અને કંપોસાઈટ મટીરીયલમાં વિશ્વકક્ષાની સુવિધાઓ બનાવી છે. અટીરા ખાતેનું વેક્યુમ આસીસ્ટેડ રેસીન ઈન્ફ્યુઝન સેન્ટર તેના સ્પેસ જહાજો માટે કાર્બન આધારીત કંપોનેન્ટ પુરા પાડીને ઈસરોને તેની સ્પેસ ટેક્નોલોજી વિકસાવવામાં મદદ કરે છે.
સંજય લાલભાઈ, ચેરમેન, કાઉન્સીલ ઓફ એડમીનીસ્ટ્રેશન, અટીરા જણાવે છે કે વિશ્વમાં થઈ રહેલા નાટ્યાત્મક બદલાવો સાથે અને જે રીતે આપણો દેશ વૃદ્ધિ કરી રહ્યો છે તે રીતે, અટીરાએ ટેક્નીકલ ટેક્સટાઈલમાં મહાન તજજ્ઞતા અને તાકાત સ્થાપિત કરે છે જે આપણા અર્થતંત્રને જુદા જુદા ક્ષેત્રને જેવા કે રોડ્સ એન્ડ બીલ્ડીંગ્સ, ઈન્ફ્રાસ્ટ્રકચર, મટીરીયલ સાયન્સ, પર્યાવરણ સુરક્ષા, સંરક્ષણ, એરોસ્પેસ અને ખેતીમાં સહાયક બને છે. અટીરા કાઉન્સીલ ઓફ એડમીનીસ્ટ્રેશન ના ચેરમેન તરીકે, હું ટેક્સટાઈલ મંત્રાલયનો અને ગુજરાત સરકારનો અટીરાને આટલા વર્ષોમાં પુરા પાડેલ સહકાર બદલ આભાર માનું છું.
ભારતમાં ટેક્નિકલ ટેક્સટાઈલનું મહત્વ અને ઉપયોગ વધી રહ્યો છે તેથી, અટીરા પાસે રેલ્વે, ટ્રાન્સપોર્ટેશન કે ઓટોમોબાઈલ, ફર્નીચર અને બાંધકામ ક્ષેત્ર માટે નવા મટીરીયલના બનાવવાના મહત્વકાંક્ષી આયોજનો છે. આ અલગ પહેલો સાથે, અટીરા ભારતની વધતી જતી અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે અગ્રણી સંશોધન અને વિકાસ કેન્દ્ર બનવાની ઇચ્છા ધરાવે છે.