હોળી પર વાળ અને ત્વચાનું કેવી રીતે રાખશો ધ્યાન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

હોળી રમવી સૌને ગમે. હોળીમાં વિવિધ રંગે રંગાવું અ બીજાને રંગવું પણ ગમે, પરંતુ એક દિવસની મજા માટે સ્કીન અને હેર ખરાબ થઈ જશે તેની ચિંતા પણ રહે. તો આવી ચિંતા કરવાની હવે જરૂર નથી. કેમકે અહીં અમે લઈને આવ્યા છીએ કેટલીક એવી ટિપ્સ જે તમારી આ ચિંતાને પણ દૂર કરશે.

  • હોળીમાં વપરાતા રંગ અને પાણીની ચહેરાની ત્વચા ખરાબ ન થઈ જાય તે માટે હોળી રમવા જાવ તે પહેલા જ સ્કીન પર એસપી ૨૦ સનસ્ક્રીન લોશન લગાવી લો. જેથી કલરનાં લીધે પીમ્પલ્સ કે એલર્જી થવાની શક્યતા રહે છે.
  • હોળી વખતે વાળને કોરા તથા ખુલ્લા ન રાખો. વાળમાં નારિયેળ તેલ લગાવી ને ચોટી બનાવી લો. જો વાળ પર તેલનું કોટિંગ હશે તો વાળ રુષ્ક નહીં થાય અને વાળને અન્ય કોઈ નુકસાન પણ નહીં થાય.
  • હોળી રમી લીધા પછી રંગને કારણે ત્વચા પર ખંજવાળ આવતી હોય તો ત્વચા પર એપલ વિનેગર લગાવીને કોટનથી સાફ કરી લો.
  • હોળી રમ્યા પછી ખાસ કરીને કાનમાં રંગ ન ભરાઈ ગયો હોય તે સાચવવા માટે ઈયરબર્ડથી તુરંત જ સાફ કરી લો.
  • હોળી રમ્યા પછી હંમેશા હૂંફાળા પાણીથી સ્નાન કરવું. બની શકે તો સાબુનાં પહેલા ચણાનાં લોટમાં હળદર અને મલાઈ મિક્સ કરીને આખા શરીર પર લગાવી દેવી. ત્યારબાદ સ્નાન કરવું.
Share This Article