અમદાવાદ : ગૌ માતાને રાષ્ટ્ર માતા તરીકે પ્રસ્થાપિત કરવાની ગતિવિધિ તેજ બની છે. જગદગુરુ શંકરાચાર્યના નેતૃત્વમાં ગૌ માતાને રાષ્ટ્ર માતા બનાવવા આંદોલનનો સંકલ્પ લેવાયો હતો . આ આંદોલનને ગતિ આપવા માટે એક ગૌ સમિતિની રચના કરવામાં આવી છે. . ‘ગૌ માતા રાષ્ટ્ર માતા પ્રતિષ્ઠા આંદોલન’ સમિતિએ કરી માંગ કરવામાં આવી હતી જે અંતર્ગત ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવે તેની મુનીમ હાથ ધરવામાં આવેલ છે. જેના ભાગરૂપે સમગ્ર દેશમાં મુહિમ શરૂ કરવામાં આવી છે. આજે દેશમાં ગૌ માતા સુરક્ષિત નથી. ગૌ હત્યા થઈ રહી છે ત્યારે ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માગ ઊઠી છે.
આ માંગને ગતિ આપવા માટે તા. ૧૮-૦૫-૨૦૨૪ ને શનિવારે સવારે ૮:૦૦ કલાકે પ્રસ્થાન કણૉવતી (અમદાવાદ શહેર),ઘાટલોડિયા,સોલા રોડ,ભૂયંગદેવચાર રસ્તા પાસે,સર્વોદયનગર વિભાગ-1, અંબિકાધામ થી,ઐતિહાસિક સ્વયંભૂ “ગૌ અસ્મિતા સનાતન ધર્મ જન જાગરણ મહાયાત્રા” નો શુભારંભ કરવામાં આવશે તથા તા.19/05/2024 ને રવિવારે સવારે 10:30 કલાકે સમગ્ર રાજ્યનાં તમામ ચુનંદા ગૌભકતો નું સન્માન કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે જાહેર આમંત્રણ પાઠવામાં આવી રહ્યું છે. ઐતિહાસિક સ્વયંભુ “ગૌ અસ્મિતા સનાતન ધર્મ જન-જાગરણ યાત્રા” આમંત્રિત અતિથી વિશેષ તરીકે, શ્રી દિલીપભાઈ શાહ – ગુજરાત સ્ટેટ એનિમલ વેલફેર બોડૅ, ગુજરાત સરકાર,ગાંધીનગર ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમના નિમંત્રકમાં ગૌભક્ત ગિરનારી મહામંડલેશ્વર ૧૦૮ સંત શ્રીમહંત શ્રી ભગવતિદાસજી, ગુરૂ મહામંડલેશ્વર ૧૦૦૮ સંતશ્રી સંતદાસબાપુ, (અખિલ ભારતીય શ્રી પંચ દિગમ્બર અની અખાડા) ગુરૂગાદી – શ્રી શેષાવન આશ્રમ ગિરનાર, (મૌનિ પરિવાર) શ્રી રાધેશ્યામ ગૌશાળા આશ્રમ, સાદિયાવાવ, મુ. છોડવડી, તા. ભેંસાણ, જી. જુનાગઢ પણ ઉપસ્થિતઃ રહેશે છે. તેમજ આ યાત્રના આયોજન ટીમમાં ઋષિ શાહ,ધર્મેશ ગજ્જર, અશ્વિનભાઈ કાનકડ, કપીલ ઠક્કર, મૌલિક ગાંધી અને રૂત્વિક દવે જોડાયેલ છે.