હિમાલયા પ્યૂરિફાઇંગ નીમ ફેસ વોશે “માય ફર્સ્ટ પિંપલ”ના ત્રીજા ચરણમાં પ્રવેશ કર્યો

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

અમદાવાદ : ભારતના મુખ્ય ફેસ વોશ બ્રાન્ડ હિમાલયા પ્યૂરિફાઇંગ નીમ ફેસ વોશે આજે અમદાવાદના સ્ત્રી કેળવણી ઉત્તેજક મંડળ સ્કુલમાં પોતાના દેશવ્યાપી કેમ્પેઇન માય ફર્સ્ટ પિંપલના ત્રીજા ચરણમાં પ્રવેશ કર્યો. “માય ફર્સ્ટ પિંપલએક અનોખી પહેલ છે જેનો ઉદ્દેશ્ય ૧૩૧૭ વર્ષના ટીનેજર્સને જોડવાનો છે. તેના પાછળ બ્રાન્ડનો ઇરાદો ટીનેજર્સની વધતી ઉંમર દરમિયાન સામે આવતી ભાવનાત્મક અને શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવાનો છે જેમાં પિંપલ પણ સામેલ છે.

 ધ હિમાલયા ડ્રગ કંપની ફેસ વોશ કન્ઝ્‌યુમર પ્રોડક્ટ ડિવીઝનના બ્રાન્ડ મેનેજર કીર્તિકા દામોદરને જણાવ્યું કે, “દેશમાં મુખ્ય ફેસ વોશ બ્રાન્ડના રુપમાં, અમે હંમેશા છોકરીઓને પિંપલ ફ્રી, હેલ્ધી સ્કિનપ્રદાન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ટીનેજર્સ માટે, આ એક મુશ્કેલભર્યો સમય છે. જ્યાં તેમનું શરીર કેટલાંક બદલાવ સાથે પસાર થાય છે, અને સંપૂર્ણ પ્રક્રિયા ખૂબ જ પરેશાન કરવાવાળી હોઇ શકે છે. તે ઉપરાંત શારીરિક દિખાવટના સંબંધમાં નકારાત્મક ટિપ્પણી એક છોકરીના આત્મવિશ્વાસ અને આત્મસન્માનને પ્રભાવિત કરી શકે છે.

 આ પહેલની સાથે પોતાના સહયોગ વિશે મેનેજમેન્ટ તથા મોટીવેશનલ સ્પીકર સુશ્રી રુઝાન ખંભાતાએ જણાવ્યું કે, “મારા ટીનએજ વાળા દિવસો અલગ ન હતાં. પિંપલ્સ એક સમસ્યા હતી અને હું હંમેશા મારા ચહેરાની દિખાવટ માટે સચેત રહેતી હતી. આજે જ્યારે હું પાછળ વળીને જોવું છે તો આ બધું ખૂબ જ સામાન્ય લાગે છે. હું ભાગ્યશાળી મહેસુસ કરું છે કે મને આ છોકરીઓને મળવાનો અવસર મળ્યો અને મે મારા અનુભવ શેર કર્યા. મને વિશ્વાસ છે કે આ સેશન પોતાના આત્મવિશ્વાસને વધારવામાં મદદ કરશે અને તેમને મહત્વાકાંક્ષાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરશે. ”

 આ પહેલના એક ભાગના રુપમાં, હિમાલયા સ્કુલી વિદ્યાર્થીઓ માટે ઇન્ટરેક્ટિવ સેશન આયોજિત કરવા માટે વિવિધ ભાગની સફળ મહિલાઓના સમૂહ સાથે જોડાયેલ છે. આ પ્રભાવશાળી મહિલાઓ પોતાની વ્યકિતગત કહાનીઓ શેર કરશે અને છોકરીઓને તેમની જીંદગીના મોટા લક્ષ્યોં પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રોત્સાહિત કરશે.

શોધમાં આ વાત પર પ્રકાશ નાંખવામાં આવ્યો છે કે ટીનેજર્સ પોતાની અપીયરેન્સને લઇને ખૂબ જ સતર્ક રહે છે અને પિંપલ્સના કારણે લોકોને મળવાથી બચે છે. “માય ફર્સ્ટ પિંપલનો હેતુ છોકરીઓને આ મુદ્દાનો સામનો કરવામાં મદદ કરવી અને તેમાં આત્મવિશ્વાસની ભાવના પ્રસ્તુત કરવાની છે, કેમકે પિંપલ્સ ટીનએજનો એક ભાગ છે અને બધા ટીનેજરને આ સમયમાંથી પસાર થવું પડે છે.

અમદાવાદમાં થયેલ આ ઇવેન્ટમાં ૨૦૦થી વધારે છોકરીઓની ભાગીદારી જોવા મળી. સુશ્રી રુઝાન ખંભાતા, પ્રખ્યાત મેનેજમેન્ટ તથા મોટીવેશનલ સ્પીકરે આ અવસર પર ગેસ્ટ સ્પીકરના રુપમાં ઉપસ્થિત થઇને કાર્યક્રમની શોભા વધારી. એક ભાગીદારીપૂર્ણ સત્રના માધ્યમથી, રુઝાને છોકરીઓ સાથે વાતચીત કરી અને ટીનએજ દરમિયાન શારીરિક અને ભાવનાત્મક મુશ્કેલીઓ ઉપરાંત જીંદગીના લક્ષ્યોં પર ધ્યાન કેન્દ્રિત કરવાની પોતાની કહાની સંભળાવી અને છોકરીઓને પોતાના ભયના દૂર કરવા માટે પ્રોત્સાહિત કરી. ધ હિમાલયા ડ્રગ કંપનીના ફેસ વોશ, કન્ઝ્‌યુમર પ્રોડક્ટ ડિવીઝનની બ્રાન્ડ મેનેજર કીર્તિકા દામોદરન પણ આ અવસર પર ઉપસ્થિત રહ્યાં હતાં.

 માય ફર્સ્ટ પિંપલઅભિયાન એક મંચ છે જ્યાં યુવાન છોકરીઓમાં આત્મવિશ્વાસની કમી સાથે પિંપલ્સ સાથે જોડાયેલ મુદ્દા વિશે જાગરુકતા વધારી શકાય છે. આ તેમને આશ્વસ્ત કરે છે કે પિંપલ્સ તેમની વધતી ઉંમરનો ભાગ છે અને જીવનમાં તેમનાથી પણ મોટી કેટલીક મુશ્કેલીઓ છે જેના પર તેમણે ધ્યાન આપવાની આવશ્યકતા છે.

 આ વર્ષે પોતાના ત્રીજા ચરણમાં, “માય ફર્સ્ટ પિંપલને રાષ્ટ્રીય સ્તર પર આઠ શહેરો ભુવનેશ્વર, અગરતલા, રાયપુર, જલંધર, અમૃતસર, અમદાવાદ, ચેન્નઇ અને ગુવાહાટીમાં સંચાલિત કરવામાં આવશે.

 અમદાવાદની જેમ, દરેક શહેરમાં એક સામાજિક હસ્તી હશે, જે છોકરીઓ સાથે વાતચીત કરશે અને આત્મવિશ્વાસ અને સફળતાની પોતાની યાત્રાને શેર કરીને ત્વચાની ચિંતાઓ પર કાબૂ મેળવવા માટે ધ્યાન કેન્દ્રિત કરશે.

Share This Article