આધુનિક યુગમાં યુવતિઓ પોતાને મોડર્ન તરીકે રજુ કરવા માટે હાઇ હિલવાળા સુઝ અથવા તો સેન્ડલ પહેરવાનું પસંદ કરે છે. પરંતુ યુવતિઓને હવે સાવધાન થઇ જવાની અને નવા અભ્યાસની નોંધ લેવાની જરૂર છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે, ઉંચા હિલવાળા સેન્ડલ પહેરવાથી ફેશનમાં ચોક્કસપણે વધારો થાય છે. પરંતુ સંશોધનમા જણાવવામાં આવ્યું છે કે સાંધાના દુઃખાવો પણ હાઇહિલના કારણે વધવાનો ખતરો રહે છે. લંડનમાં કરવામાં આવેલા અભ્યાસમાં દરરોજ હાઇહિલ પહેરનાર મહિલાઓના મત લેવામાં આવ્યા હતા. જેમાં જાણવા મળ્યું કે હાઇહિલ પહેરનાર યુવતિઓ અને મહિલાઓની સાંધામાં દુઃખાવાની ફરિયાદ વધારે રહી છે. હાઇહિલ બોડી ઉપર સીધી અશર કરે છે. આના લીધે પગ, ઘુઠણ અને અન્ય જોઇન્ટ પર દબાણ આવે છે. બ્રિટનના જાણીતા અખબાર ડેઇલી ટેલીગ્રાફે જણાયુ છે કે, એક વખતે સાંધાના દુઃખાવાની ફરિયાદ શરૂ થઇ ગયા બાદ આ ફરિયાદ સતત વધે છે.
૨ હજાર લોકોને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યુ છે સાંધામાં દુઃખાવાની ફરિયાદ મોટા ભાગે વય વધતાની સાથે જોવા મળે છે. પરંતુ હાઇહિલ પહેરનાર યુવતિઓ અથવા મહિલાઓમાં નાની વયમાં પણ આ ફરિયાદ જોવા મળી છે. અભ્યાસમાં ૨૨ ટકા લોકોએ એવો મદ વ્યક્તિ કર્યો છે કે, સાંધામાં દુઃખાવા વય વધતાની સાથે સાથે ચોક્કસપણે થાય છે. ૩૬ ટકા લોકોએ કહ્યું હતું કે, તેઓ આ પ્રકારની સ્થિતિથી વધારે વાકેફ નથી.
સાંધાના દુઃખાવા સાથે સંબંધિત નિષ્ણાંત પ્રોફેસર એન્થોની રેડમન્ડે કહ્યું છે કે, હિલના શૂઝ અથવા તો સેન્ડલ નુકસાનકારક સાબીત થઇ શકે છે. યોગ્ય ફુટવેરની પસંદગી પગ ઉપર આવતા દબાણને ઘટાડવામાં ઉપયોગી સાબીત થાય છે. જોઇન્ટ ઉપર પણ દબાણને ઘટાડે છે. દરરોજની પ્રવૃતિના લીધે હાઇહિલ પહેરવાની સ્થિતિમાં પગ ઉપર અને જોઇન્ટ ઉપર દબાણ આવે છે. યોગ્ય ફુટવેર કોઇપણ પ્રકારની ઇજા અથવા તો સાંધાને નુકસાનના ખતરાને ઘટાડે છે. એક ઇંચથી વધારે ઉચાઇવાળા હિલ નહીં પહેરવાની સલાહ આપવામાં આવી છે.