અમદાવાદમાં ગ્રાન્ડ બ્રાઇડલ ફેશન શોકેસ સાથે હાઇ લાઇફ એક્ઝિબિશન આયોજન કરાયું, નોંધી લો તારીખ અને સ્થળ

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ: સૌ ભાવિ વધુઓ, વરરાજાઓ અને ફેશન પ્રેમીઓ હવે તૈયાર રહો ફેશનમાં ચમકવા માટે! ૨ દિવસીય હાઇ લાઇફ એક્ઝિબિશન હવે અમદાવાદમાં પાછું આવી ગયું છે અદ્ભુત ઉજવણી સાથે, જેમાં બ્રાઇડલ અને ડિઝાઇનર ફેશનનો ભવ્ય સમન્વય જોવા મળશે. આ એક્ઝિબિશન 7 અને 8 નવેમ્બર 2025ના રોજ હોટેલ લે મેરિડિયન, રામદેવનગર ખાતે યોજાશે.

હાઇ લાઇફની એક્ઝિબિશનની આ ખાસ આવૃત્તિ વરરાજા અને ફેશન પ્રેમીઓ માટે એક જ જગ્યાએ સૌથી આકર્ષક અને આધુનિક કલેક્શન લાવશે — જેમાં બ્રાઇડલ વેર, શરારા, લેહેંગા, અનારકલી, જૅકેટ્સ, હોટ કોટ્યુર, જ્વેલરી અને લક્ઝરી એક્સેસરીઝનો સમાવેશ થશે. આ પ્રદર્શનમાં અદભુત હસ્તકલા અને નવીનતમ ટ્રેન્ડ્સ સાથે એવી ડિઝાઇન્સ રજૂ થશે જે દરેક વધુઓ, વરરાજા અને ફેશન પ્રેમી માટે આ લગ્ન સીઝનમાં એક અનોખો લુક લાવશે.

આગામી ઇવેન્ટ વિશે વાત કરતાં એબી ડોમિનિક, હાઇ લાઇફ એક્ઝિબિશનના ચીફ ઓર્ગેનાઇઝર અને મેનેજિંગ ડિરેક્ટરએ જણાવ્યું — “અમે અમદાવાદમાં ફરી પાછા આવતાં ખૂબ ખુશ છીએ, ખાસ કરીને એક અદભુત નવરાત્રી અને દિવાળી સીઝન પછી. હું તમામ ગુજરાતી ફેશન પ્રેમીઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તહેવારો પછી પણ અમારા ફેશનના રંગો અને વૈવિધ્ય સતત વિકસતા રહેશે કારણ કે અમે નવા વર્ષની અને લગ્ન સીઝનની નવીનતમ ફેશન રજૂ કરી રહ્યા છીએ. આ 2 દિવસીય એક્ઝિબિશન વધુ એક રોમાંચક ફેશન શોકેસ રહેશે, અને હું તમામ ફેશન દીવા, ઇન્ફ્લુએન્સર અને મોડલ્સનો આભાર માનું છું, જે દરેક આવૃત્તિમાં અમારું સમર્થન કરે છે.”

હાઇ લાઇફ એક્ઝિબિશન આજે લક્ઝરી, સ્ટાઇલ અને એલેગન્સનું પ્રતીક બની ગયું છે — જે ખરીદદારોને અલગ અને અનોખા ડિઝાઇનર વેર અને એક્સક્લૂસિવ બ્રાઇડલ ફેશનનો એક ક્યુરેટેડ અનુભવ આપે છે.

તો, તમારા કેલેન્ડર પર 7 અને 8 નવેમ્બર 2025 તારીખો ચોક્કસ નોંધો અને આવો હોટેલ લે મેરિડિયન, રામદેવનગર, અમદાવાદ ખાતે — જ્યાં કોટ્યુર, ક્રિએટિવિટી અને સેલિબ્રેશનનો શ્રેષ્ઠ મિશ્રણ એક જ છત હેઠળ જોવા મળશે.

Share This Article