વિકીડાના વરઘોડાનું બીજું એક સુંદર ગીત “ઉડી રે” આવી ગયુ છે:

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

                     તમે બધા કેટલા એક્સાઈટેડ છો? તો, હવે અંદરનો ઉત્સાહ તો સમાતો નહિ જ હોય. હા, તમારૂ એક્સાઈટમેન્ટ સમજી શકાય છે. આવનારી ફિલ્મ “વિકિડાનો વરઘોડો” ના ગીત “દ્રાક્ષ ખાટી છે” ને મળેલા અદભૂત પ્રેમ બાદ “ઉડી રે” એક ખૂબ સુંદર અને રોમેન્ટીક નવું ગીત છે જે હમણાં જ રિલીઝ થયું છે. નિરેન ભટ્ટે જેના શબ્દો લખ્યા છે, અને આ ગીત પાછળ સોનુ નિગમનો ખૂબસૂરત અવાજ છે. અમર ખંધાએ સંગીત આપ્યું છે. આ ગીતમાં મલ્હાર ઠાકર અને માનસી રાચ્છ છે. આ વીડિયો સોંગમાં તમે તેમની કેમેસ્ટ્રી જોઈ શકો છો. આ ગીતમાં જે પણ સીન-સિનારિયો તમે જોઈ શકો છો તે રોમેન્ટિસીઝમની એક નવી વવ્યાખ્યા આપે છે. તેમાં વિકી વિદ્યાની કંપની એન્જોય કરી રહ્યો છે. આપણો ચાર્મિંગ વિકી તો વિદ્યાનાં પ્રેમમાં છે એ દેખાય છે પણ વિદ્યાનું શું? વીડિયો સોંગમાં તમે માત્ર એ બંનેની કેમેસ્ટ્રી જોઈ શકો છો પરંતુ વિકી અને તેની લવ લાઈફ વિશે જાણવા માટે તમારે થિયેટરમાં જ જવું પડશે. લાંબા એવા બ્રેક બાદ ગુજરાતી સિનેમાને બ્લોક બસ્ટર હિટ ફિલ્મ “છેલ્લો દિવસ” આપનાર શરદ પટેલ કોમેડી ટ્રેજિક ફિલ્મ “વિકીડાનો વરઘોડો” લઈને આવી રહ્યા છે. એસપી સિનેકોર્પના શ્રેયાંશી પટેલ અને શરદ પટેલ, જાન્વી પ્રોડક્શન્સના અજય શ્રોફ, પંકજ કેશરુવાલા અને વિકાસ અગ્રવાલ તથા  રિશિવ ફિલ્મ્સના આશિષ પટેલ અને નીરવ પટેલ ફિલ્મના નિર્માતા છે. સન આઉટડોર્સના પ્રિતેશ શાહ આ ફિલ્મના સહ-નિર્માતા છે.

મુખ્ય કલાકારો મલ્હાર ઠાકર, એમ મોનલ ગજ્જર, જીનલ બેલાણી અને માનસી રાચ્છ છે. તો તમે બધા જ  વિકી અને તેની પત્નીને આશીર્વાદ આપવા તૈયાર છો ને? હા, હવે વિકીની વાઈફ  કોણ બનશે? એ જાણવા માટે તો તમારે 8મી જુલાઈ 2022ના રોજ થિયેટરમાં જ જવું પડશે.

Share This Article