નવેમ્બર :અમદાવાદમાં Theobroma, ભારતની ખૂબ જ પ્રિય અને સૌથી મોટી પ્રીમિયમ બેકરી અને પેટિસરી બ્રાન્ડ લોન્ચ કરવાની ઘોષણા કરતાં અમને આનંદ થાય છે. Theobroma 8મી નવેમ્બરે મણિનગર, સાઉથ બોપલ, મોટેરામાં સ્ટોર્સ ખોલે છે અને ટૂંક સમયમાં સીજી રોડ અને જજીસ બંગલોમાં બે સ્ટોર્સ ખુલશે.

Theobromaએ 2004માં મુંબઈમાં ફેમિલી રન બેકરી તરીકે તેની સફર શરૂ કરી હતી. આગામી ઓગણીસ વર્ષોમાં, બ્રાન્ડે અનોખા ઉત્પાદનો, પ્રામાણિક કિંમતો અને ગરમ સેવા માટે અપ્રતિમ પ્રતિષ્ઠા ઊભી કરી. આજે તે બ્રાઉનીઝ, કેક, મીઠાઈઓ, વિયેનોઈઝરીઝ, કૂકીઝ અને ક્રેકર્સ, બ્રેડ અને સેવરીઝ, પીણાં અને ફેસ્ટિવ અને સીઝનલ ઓફરિંગ જેવી બહુવિધ કેટેગરીમાં ફેલાયેલી તેની વ્યાપક, ખૂબ માંગવાળી પ્રોડક્ટ રેન્જ માટે જાણીતું છે.
Theobromaના 19 શહેરોમાં 170 થી વધુ આઉટલેટ્સ છે – ડિલિવરી -ફક્ત ‘ક્લાઉડ’ આઉટલેટ્સ સહીત મુંબઈ, પુણે, દિલ્હી એનસીઆર, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, મૈસુર, ચંદીગઢ-મોહાલી, લુધિયાણા, નાસિક, સુરત, જયપુર, નાગપુર, વડોદરા, લુધિયાણા, લખનૌ, આગ્રા, મેરઠ અને અમદાવાદમાં પણ આઉટલેટ્સ છે.તેઓ તેમના પોતાના ઓનલાઈન બ્રાંડ સ્ટોર અને એપ દ્વારા છૂટક વેચાણ પણ કરે છે અને તેમની સિગ્નેચર પ્રોડક્ટ્સ ઝોમેટો અને સ્વિગી જેવા પ્લેટફોર્મ પર બેસ્ટ સેલર છે.
“અમે ગુજરાતમાં અમારી કામગીરી વિસ્તારવા અને અમદાવાદના વાઇબ્રન્ટ શહેરમાં અમારા સિગ્નેચર ઓફરિંગ્સ કરવા માટે ખૂબ જ ખુશ છીએ. શહેરમાં સમજદાર ફૂડ લવર્સનો મોટો સમુદાય છે અને અમે શહેરમાં પાંચ સ્ટોર ખોલવા માટે ઉત્સાહિત છીએ”, થિયોબ્રોમાના સીઈઓ શ્રી ઋષિ ગૌર કહે છે.