ચોમાસાની ઋતુ આવી ગઇ છે અને મુંબઇમાં પાણી ખૂબ ભરાઇ ગયા છે. રસ્તા પર ઘણા લોકો ફસાઇ જાય છે અને તેમની મદદ કરવા માટે કોઇ આગળ આવતુ નથી. ત્યારે મુંબઇમાં એક અનોખો કિસ્સો બન્યો છે. મુંબઇમાં નિતિન નાયર નામના એક વ્યક્તિને દયા કરવી ભારે પડી ગઇ હતી. આ કિસ્સા બાદ નિતિનને સમજાયુ હશે કે રસ્તા પર લોકો ફસાઇ ગયેલા લોકોની મદદ કેમ નથી કરતા.
ગયા અઠવાડિયે નિતિન પોતાની ગાડી લઇને નિકળી રહ્યા હતા, ત્યાં તેમને ઘણા લોકો રસ્તા પર વરસાદને લીધે ફસાયેલા જોવા મળ્યા. ત્યારે તેણે રસ્તામાં ચાર પાંચ લોકોને ગાડીમાં બેસાડીને મદદ કરી હતી. તેમાં એક 60 વર્ષના વૃદ્ધ પણ હતા. આગળ જતાં પોલીસે ગાડી રોકી હતી અને 1500 રૂપિયાનુ ચલાણ કાપી લીધુ હતુ. લાઇસંસ પણ જમા કરી લીધુ હતું. બાદમાં નિતિનને પોતાનુ લાઇસન્સ પાછુ મેળવવા માટે ઘણા ધક્કા ખાવા પડ્યા હતા.
રુલ્સ અનુસાર તમારી પર્સનલ ગાડીમાં કોઇ અજાણ્યા સખ્શોને ના બેસાડી શકો. જો તમે આવુ કરો છો તો તેના માટે અલગ લાઇસન્સ મેળવવુ પડે છે. આજ પછી નિતિન ક્યારેય કોઇની મદદ નહી કરે.