ગુજરાતમાં મેઘ તાંડવ, ક્યાંક ઘરો ડૂબ્યા તો ક્યાંક ગાડીઓ તણાય, નદીઓ ગાડીતૂર બનતા જનજીવન પ્રભાવિત

Rudra
By Rudra 4 Min Read

આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યમાં ભારે નુકસાની જાેવા મળી છે. પાણી ભરાતા રસ્તાઓ અને માર્ગ તૂટ્યા છે. ઠેર-ઠેર ખાડા સામ્રાજ્ય જાેવા મળ્યુ છે. તંત્રી પ્રિ-મોન્સૂનની કામગીરી અમુક જગ્યાઓ પર પોકળ સાબિત થઈ છે. વરસાદની શરૂઆતમાં જ પાણી ભરાવવાની સમસ્યા જાેવા મળી રહી છે. જેના કારણે સ્થાનિકો પરેશાન થયા છે. અને મનપા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

સુરતના પુણા કુંભારિયા પાસે ખાડીમાં ત્રણ યુવકો તણાયા, ૨નો બચાવ, એકની શોધખોળ

સુરતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદના લીધે ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે પુણા-કુંભારિયા વિસ્તારમાં આજે સવારે એક યુવક ખાડીમાં યુવક તણાઇ જતાં ફાયરની ટીમે યુવક શોધખોળ આદરી છે.

મીડિયા સૂત્રો થકી પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ખાડી વિસ્તારમાં અચાનક પ્રવાહ વધતા ત્રણ જેટલા યુવકો ત્રણાયા હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટના પુણા-કુંભારિયામાં બની હતી. ત્રણ યુવકો પૈકી બે યુવકોને ફાયર બ્રિગેડની ટીમ હેમખેમ બચાવી લીધા હતા. જાેકે અર્જુન (ઉ.વ.૧૮) નામનો યુવક હજુ સુધી ગુમ છે, ફાયર ટીમ યુવક શોધખોળ ચાલી રહી છે.

તેમજ સુરતના પાલનપોર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થયો હોવાની વ્યાપક ફરિયાદ સાથે લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. લોકો ફરિયાદ કરતાં કહે છે, પાલ સીએનજી પમ્પથી પાલનપોર કેનાલ રોડ વિસ્તારમાં વોક વે બનાવ્યો છે. આ વોક વે કરતાં આસપાસની સોસાયટી ઘણી નીચી છે અને વોક વેની આસપાસ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય નિકાલ નથી. તેથી આ વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. પાલિકાને અનેક ફરિયાદ કર્યા છતાં પણ ફરિયાદ સાંભળવામાં આવી ન હતી અને રાત્રિ દરમિયાન તથા વહેલી સવારે પણ પાણીનો ભરાવો થયો છે. પાલનપોર વિસ્તારથી અડાજણ, તથા શહેરમાં જવા માટે આ મુખ્ય માર્ગ છે પરંતુ આજે પણ ત્રણેક ફૂટ જેટલા પાણીના કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો.

દાહોદમાં ભારે વરસાદના કારાણે ઠેર ઠેર પાણી ભરાયા છે. નદીઓ બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદથી ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ગામડાં ઓમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના વહેણમાં ફસાયેલી ગાડીનું ત્નઝ્રમ્થી રેસ્ક્યુ કરાયું છે. દાહોદના ઝાલોદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. ઝાલોદના પાવડી ગામે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાવડી ગામે યુવક પર વીજળી પડતા ઈજાગ્રસ્ત થયો હતો. યુવકને હોસ્પિટલ લઈ જતી વખતે ગાડી પાણીના પ્રવાહમાં ફસાઈ હતી.

હવામાન વિભાગે ભરુચ અને સુરતમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વલસાડ, ડાંગ, નવસારી, તાપી,નર્મદા,છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, આણંદ,ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, પોરબંદર,જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આજે બપોરે એક વાગ્યા સુધીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનાં મોતીપુરામાં આભ ફાટ્યુ હોવાની માહિતી સામે આવી છે. ૨ કલાકમાં ૮ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. મુશળધાર વરસાદ થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ૪૦૦ વીઘા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને ૧૫ જેટલા ગામોમાં જવાનો માર્ગ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે.

અરવલ્લી જિલ્લામાં બે થી ત્રણ કલાકમાં જ ૮ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અવિરત વરસાદ થતાં અનેક ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, જેનાં કારણે મગફળી, બાજરી સહિતનાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. ૪૦૦ વીઘા ખેતરોનો પાણીમાં ગરકાવ થયો છે. જ્યારે, ૧૫ જેટલા ગામોમાં જવાનો માર્ગ બંધ થતાં વાહનવ્યવહારને અસર થઈ છે. મોતીપુરા અને ખોડિયારનગર ગામનાં લોકો ફસાયા છે. પાણીનાં પ્રવાહમાં એક બાઇક પણ તણાયું હોવાની માહિતી છે.

 

Share This Article