અમદાવાદ : અમદાવાદ સહિત ગુજરાતભરમાં આગઝરતી ગરમીના કારણે લોકો ભારે પરેશાન થઇ ગયા છે. આજે રાજ્યના જુદા જુદા ભાગોમાં પારો ૪૪થી પણ ઉપર પહોંચી ગયો હતો. આગામી ૨૪ કલાક દરમિયાન પારો હજુ પણ ઉપર જવાની સંભાવના રહેલી છે. અમદાવાદ શહેરમાં આવતીકાલે પારો આજ કરતા પણ વધી શકે છે. હિટવેવની ચેતવણી મોટાભાગના વિસ્તારો માટે જારી કરાઈ છે. આજે ગુજરાતભરમાં મોટાભાગના વિસ્તારોમાં પારો રોકેટગતિએ વધ્યો હતો. સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન ૪૪.૪, ભુજમાં ૪૪.૨, કંડલા એરપોર્ટમાં ૪૪.૧ અને અમરેલીમાં પારો ૪૪ સુધી પહોંચ્યો હતો. આ તમામ વિસ્તારમાં જનજીવન ગરમીના કારણે ખોરવાઈ ગયું હતું. અમદાવાદમાં પણ પારો ૪૩.૩ સુધી પહોંચ્યો હતો. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ૪૩.૫ રહેતા તંત્ર પણ સાવચેત થઇ ગયું છે. કોર્પોરેશન દ્વારા એલર્ટની જાહેરાત પણ કરવામાં આવી છે. ગરમીથી બચવા માટે જુદી જુદી જગ્યાઓએ પાણીની પરબની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત હિટવેવની સ્થિતિ વચ્ચે સાવચેતી રાખવા માટ સલા પણ આપવામાં આવી છે.
આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની પૂરી શકયતા છે ત્યારે લોકો અત્યારથી જ બળબળતીથી ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયા છે. મહત્તમ તાપાનમાં સતત વધારો થતાં લોકો પરેશાન થયેલા છે. સાથે સાથે બાળકો અને મોટી વયના લોકો બિમારીના સકંજામાં આવી ગયા છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ ૪૨થી પણ ઉપર પારો પહોંચી ગયો હતો. કાળઝાળ ગરમીનો અનુભવ બપોરના ગાળામાં લોકોએ કર્યો હતો અને રસ્તાઓ સુમસામ બન્યા હતા. કાતિલ ગરમીથી લોકો હવે પરેશાન થવા લાગ્યા છે. હવામાન વિભાગે કહ્યું છે કે, ઉત્તર ગુજરાત ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠાના જુદા જુદા ભાગોમાં સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અનેક વિસ્તારોમાં તીવ્ર ગરમીનું મોજુ ફરી વળ્યું છે.
અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ કાતિલ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. અમદાવાદ માટેની આગાહીમાં પણ ચિંતાજનક બાબત દર્શાવવામાં આવી છે. વધતી જતી ગરમીને લઇને લોકો હવે સાવચેત થઇ ગયા છે. બપોરના ગાળામાં પંખા અને એસીનો ઉપયોગ ભરપુર થવા લાગી ગયો છે. આજે જુદા જુદા વિસ્તારોમાં પારામાં આંશિક ફેરફાર થયો હતો. ગુજરાતમાં કાતિલ ગરમીનું મોજુ ફર વળ્યું છે. ગરમીના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ અમદાવાદમાં પણ લોકો ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. ઉંચા તાપમાનના કારણે જનજીવન ઉપર પણ માઠી અસર થઇ છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, સુરન્દ્રનગરમાં તાપમાન ઉંચુ રહી શકે છે. હવામાન વિભાગના કહેવા મુજબ પ્રદેશમાં નિચલી સપાટી ઉપર ઉત્તર પશ્ચિમ પવનો ફુંકાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તાપમાનમાં કોઇ વધારે ફેરફાર થાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. સૌરષ્ટ્ર કચ્છમાં જનજીવન ઉપર માઠી અસર થઇ છે. તીવ્ર ગરમી વચ્ચે વાયરલ ઇન્ફેક્શનના કેસો વધી રહ્યા છે. આગામી દિવસોમાં ગરમીના પ્રમાણમાં વધુ વધારો થવાની સ્થિતિ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ હિટવેવથી બચવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે મહત્તમ તાપમાન ૪૪ સુધી પહોંચી શકે છે. એટલે કે આવતીકાલે વધુ ગરમીનો અનુભવ થશે. લોકો બપોરના ગાળામાં બહાર નિકળવાનું ટાળી રહ્યા છે.