ગરમીનું પ્રમાણ વધ્યું : પારો અમદાવાદમાં વધીને ૧૬.૨

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં એકાએક ગરમીની શરૂઆત થઇ ગઇ છે. પારો વધી ગયો છે. દિવસ દરમિયાન લોકોને ગરમીનો અનુભવ થયો હતો. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વધીને ૧૬.૨ ડિગ્રી થઇ ગયું હતું જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે વડોદરામાં ૧૯, સુરતમાં ૨૦.૨, અમરેલીમાં ૧૭, રાજકોટમાં ૧૫.૫, સુરેન્દ્રનગરમાં ૧૬.૩, મહુવામાં ૧૮.૧ ડિગ્રી તાપમાન રહ્યું હતું.  અમદાવાદમાં પારો વધુ ઘટીને ૧૪ સુધી પહોંચી શકે છે.  ફુલગુલાબી ઠંડી વચ્ચે મો‹નગ વોક પર જતા લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

આવતીકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આજની સરખામણીમાં વધીને ૧૭ ડિગ્રીની આસપાસ રહી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારો ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. અલબત્ત ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં પણ હવે હિમવર્ષામાં બ્રેક મુકાતા જનજીવન ધીમે ધીમે સામાન્ય બની રહ્યું છે. મુખ્ય રસ્તાઓને પણ બરફને દૂર કરવામાં આવ્યા બાદ ખોલી દેવામાં આવ્યા છે.  ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં એકાએક વધારો થયો જેથી આજે દિવસ દરમિયાન લોકોમાં વાતાવરણને લઇને ચર્ચા જાવા મળી હતી. થોડાક દિવસ પહેલા જ બહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો અને જનજીવન પણ ખોરવાઈ ગયું હતું. હવે સ્થિતિ સામાન્ય બનતા લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. હવામાન વિભાગના કહેવા મુજબ લઘુત્તમ તાપમાનમાં વધારો થવા વચ્ચે કેટલાક કારણો રહેલા છે. આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન ફરી એકવાર પારો ૪ ડિગ્રી સુધી ઘટી શકે છે.

Share This Article