અમદાવાદ :સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતમાં પણ જોરદાર ગરમીનું મોજુ ફરી વળ્યું છે જેથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આજે રાજ્યના અનેક ભાગોમાં પારો ૪૫થી ઉપર પહોંચ્યો હતો જેથી એલર્ટની જાહેરાત યથાવત રાખવામાં આવી છે. આજે પાટનગર ગાંધીનગરમાં પારો ૪૫ પહોંચ્યો હતો જ્યારે સુરેન્દ્રનગરમાં સતત બીજા દિવસે ભીષણ ગરમી વચ્ચે પારો ૪૫થી ઉપર રહ્યો હતો અને તાપમાન વધીને ૪૫.૩ સુધી પહોંચી ગયું હતું. એલર્ટની જાહેરાત કરવામાં આવ્યા બાદ લોકો સાવધાન થઇ ગયા છે. સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગરમાં હિટવેવની સ્થિતિ છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન પારો યથાવત રહી શકે છે જેથી લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. બિનજરૂરીરીતે ઘરની બહાર ન નિકળવા માટે પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૪.૪ સુધી પહોંચી ગયું હતું. બીજી બાજુ દેશના અનેક ભાગોમાં પારો ૫૦ની નજીક પહોંચ્યો છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. આજે અમદાવાદ શહેરમાં બપોરના ગાળામાં ગરમીના કારણે જનજીવન પણ ખોરવાઈ ગયું હતું. બપોરના ગાળામાં રસ્તાઓ સુમસામ બની ગયા હતા. વધતી જતી ગરમી વચ્ચે કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જાઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જાઈએ.
હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જાઈએ. બિનજરૂરીરીતે કામ વગર બહાર ન નિકળવા માટે પણ કહેવામાં આવ્યું છે. બાળકો અને મોટી વયના લોકોને વિશેષ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી એકવાર જારદાર ગરમીનુ મોજુ ફરી વળ્યું છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન પારો અકબંધ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. એલર્ટની જાહેરાત પણ ગરમીના કારણે સાવચેતીના પગલારુપે કરવામાં આવી છે. આકાશમાંથી આગ વરસાવતી ગરમીના કારણે જનજીવન ઉપર માઠી અસર થઇ હતી. આજે રાજ્યના અનેક ભાગોમાં પારો ૪૪થી ઉપર રહ્યો હતો જેમાં અમદાવાદમાં ૪૪.૪, ગાંધીનગરમાં ૪૫, રાજકોટમાં ૪૪.૫, અન્ય વિસ્તારોમાં પણ પારો ૪૪થી ઉપર પહોંચ્યો હતો. બીજી બાજુ આગામી દિવસોમાં ગરમીથી રાહત મળવાની કોઇ શક્યતા દેખાઈ રહી નથી. આગામી ૪૮ કલાક દરમિયાન મહત્તમ તાપમાન અકબંધ રહી શકે છે.
રવિવારના દિવસે પણ અમદાવાદમાં પારો ૪૪થી ઉપર રહ્યો હતો. આવતીકાલે સોમવારના દિવસે પણ તાપમાન ૪૪ રહેવાની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં જારદાર હિટવેવની સ્થિતિ રહી શકે છે. આના કારણે નવજાત શિશુ અને મોટી વયના લોકોને અસર થઇ શકે છે. સાથે સાથે ક્રોનિક રોગ ધરાવતા લોકો માટે પણ ભીષણ ગરમી અને લૂની સ્થિતિ પરેશાની વધારી શકે છે. બપોરના ગાળામાં તીવ્ર ગરમીથી લોકો ભારે પરેશાન દેખાયા હતા. હાલમાં ગરમીનો પ્રકોપ અકબંધ રહે તેવી શક્યતા છે.