તીવ્ર ગરમી પડી રહી છે ત્યારે ઉનાળાના ગાળામાં સ્વસ્થ રહેવા માટે ઘણી ટિપ્સ ઉપર ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે. ઉનાળાનો મતલબ મોજમસ્તી અને આનંદ છે પરંતુ લોકો ઘણી વખત ભૂલી જાય છે કે વધતી જતી ગરમી નુકાસ પહોંચાડી શકે છે. ઉનાળાની તીવ્ર ગરમી માત્ર શરીરને જ નુકસાન કરતી નથી બલ્કે સ્કીનને પણ નુકશાન પહોંચાડે છે. આ સમસ્યાઓમાં ડિહાઈડ્રેશન વધુ સમસ્યા સર્જી શકે છે જેનાથી વધુ તકલીફ અને ઘણી બિમારીઓનો ખતરો વધી જાય છે. આવી સ્થિતિમાં ઉનાળાની તીવ્ર ગરમીમાં પરિવારના સભ્યો બહાર નિકળવાનું ટાળે છે. ડિહાઈડ્રેશન અથવા તો ઇન્ફેક્શનનો ખતરો ગરમીના લીધે વધી જાય છે.
ગરમીથી બચવા અને સ્વચ્છ રહેવા માટે નિષ્ણાંતો કેટલીક સલાહ આપે છે. તેમનું કહેવું છે કે ડિહાઈડ્રેશનની સમસ્યાને ટાળવા માટે વધારે પ્રમાણમાં પાણી અને લીકવીડનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. લીકવીડમા નારિયેળ પાણી અને છાશનો સમાવેશ થાય છે. ડો. મુકેશ બતરાનું કહેવું છે કે ભારતમાં ગરમી અને બફારાના કારણે અન્ય જે સમસ્યાઓ થઈ શકે છે તેમાં તાવનો પણ સમાવેશ થાય છે. ચામડીને લગતી સમસ્યાનો પણ ખતરો રહે છે.
નિષ્ણાંતોએ ગરમીથી બચવા માટે વધારે પડતી ફ્રાય કરવામાં આવેલી ચીજવસ્તુઓ ટાળવાની સલાહ આપે છે. આ ઉપરાંત વધુ પ્રમાણમાં ફેટ ધરાવતી વસ્તુઓ ન ખાવાની પણ સલાહ આપે છે. કારણ કે આનાથી પ્રાચનની પ્રક્રિયા નબળી પડે છે. સ્કીન પણ અસર થાય છે. ચા અને કોફીના પ્રમાણને ઘટાડવાની પણ સલાહ આપવામાં આવે છે. વધારે પ્રમાણમાં ચા અને કોફીથી યુરિનેશન વધે છે જેનાથી વધુ પાણી શરીરમાં ઘટે છે. વધારે પડતું ભોજન નહીં લેવાની પણ સલાહ આપવામાં આવે છે. ઉપરાંત સિગારેટ અને શરાબનું સેવન નહીં કરવા પણ કહેવામાં આવ્યું છે.