માત્ર એક વર્ષમાં ૧૦૦૦ ઝાડોનું કાન્હા શાંતિ વનમ્ ખાતે સફળ સ્થળાંતર કરવાની જાહેરાત હૈદરાબાદ સ્થિત હાર્ટફુલનેશ ઇંસ્ટિટ્યુટ દ્વારા કરવામાં આવી છે. આ કાર્યમાં નાળીયેરના ૧૫ વર્ષીય ૧૨૦ ઝાડને તમિલનાડુ સ્થિત કરૂર જિલ્લાથી સ્થાળાંતરિત કરવામાં આવ્યા છે. નવી બેચમાં ૬૦ ઝાડ હાલમાં જ આવ્યા અને હાર્ટફુલનેશની ટેમે તેને હૈદરાબાદ સ્થિત કાન્હા શાંતિ વનમ્ના શ્રી રામ ચંદ્ર મિશન પ્રાંગણમાં પુનઃરોપિત કરવામાં કરવામાં આવ્યા. હાર્ટફુલનેશ ઇન્સ્ટિટ્યુટે એક મોટી પહેલ અંતર્ગત ઝાડનું સ્થળાંતર અને પોષણ કર્યું છે. ઝાડના અગણિત લાભ હોય છે, તેમના જીવનને વધારવાથી આપણો ગ્રહને લાભ મળશે.
આ ઉપલબ્ધિ વિશે દાજીના નામથી પ્રસિદ્ધ અને હાર્ટફુલનેશના ચોથી વૈશ્વિક માર્ગદર્શક કમલેશ પટેલે જણાવ્યું કે ઝાડ આપણા ગ્રહની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. ઝાડ આપણા ગ્રહની રક્ષા કરે છે અને તેઓમાં આદ્યાત્મિક ગુણ પણ હોય છે, જે સંતુલન સ્થાપિત કરે છે. આ માટે ઝાડની સંખ્યા વધવી મહત્વપૂર્ણ છે અ હાજર ઝાડને હાનિથી બચાવવું જરૂરી છે. એક ઝાડને બચાવવું એ સેંકડો ઝાડને બચાવવા બરાબર છે.
કેવી રીતે થાય છે ઝાડનું સફળ સ્થળાંતર અને પુનઃરોપણઃ
પરિપક્વ ઝાડોનું સ્થળાંતર અને પુનઃરોપણ ખૂબ જ અધરૂ, તકનીકી અને ખૂબ જ ખર્ચાળ હોય છે. ઝાડનું સ્થળાંતર વિકાસ માટે કરવામાં આવે છે અ તેમનું જીવિત રહેવું સુનિશ્ચિત કરવા માટે તેમની ખૂબ જ દેખભાળ કરવી પડે છે. સૌથી પહેલા ઝાડની આસ-પાસ ૪-૫ ફૂટની માટીને ખોદવામાં આવે છે, પછી મૂળને સાવધાનીથી કાપવામાં આવે છે અને ભારે પ્રમાણમાં માટીની સાથે ઝાડનું પરિવહન કરવામાં આવે છે.
ઝાડ સાથે ચોટેલી માટી મહત્વપૂર્ણ હોય છે અને પરિવહન સમયે ખૂબ જ સાવધાની રાખવી પડતી હોય છે,જેથી માટી ઢીલી ન થાય અ મૂળને ક્ષતિ ન પહોંચે. ગંતવ્ય પહોંચવા પર ઝાડને તેની માટીની સાથે સ્થાપિત કરવામાં કરવામાં આવ્યા છે અને તેની ગહન દેખભાળ કરવામાં આવે છે, જેમાં ખાડો ભરવા સુધી રુટ પ્રમોટર્સ અ વોટર રિટેનર્સ (હાઇડ્રોજેલ)નો પ્રયોગ કરવામાં આવે છે. જો ઝાડનું સફળ પુનઃરોપણ કરવામાં આવ્યું છે, તો આ પ્રક્રિયામાં ૧ થી ૨ મહીનાનો સમય લાગે છે.
આપણા દેશમાં દરવર્ષે લાખો ઝાડ કાપવામાં આવે છે, જેથી પર્યાવરણ અંસતુલિત થાય છે અને આપણા ગ્રહના અસ્તિત્વ પર જોખમ વધે છે. ઝાડની આડેધડ કાપણીથી પર્યાવરણ, સમાજ, સંસ્કૃતિ, સૌંદર્ય અને ધનનું અસીમિત નુક્શાન થાય છે. કેટલાંક અધ્યયન પાસેથી પ્રાપ્ત તત્થ આ પ્રકારે છેઃ
- ઝાડ વાયુ પ્રદૂષણને ઓછુ કરે છેઃ ૫૦ વર્ષોમાં વાયુથી ૩૦ ટન પ્રદુષકોને હટાવી શકાય છે.
- ઝાડ ઊર્જા બચાવે છેઃ એક યુવા, સ્વસ્થ ઝાડનું નેટ કૂલિંગ ઇફેક્ટ રૂમના આંકારના ૧૦ એર કંડીશનર્સની બરાબર છે, જો તે પ્રતિદિવસ ૨૦ કલાક ચાલે.
- ઝાડ વન્યજીવો, પતંગીયાયો અને મધમાખીયોને રહેઠાણ પ્રદાન કરી જીવનની રક્ષા કરે છે, જેથી ક્રોસ પોલીનેશન થાય છે.
- ઝાડ આંધી-વાવાઝોડા, પુરને રોકે છે અ બીજા અન્ય લાભ પણ પ્રદાન કરે છે.
વિતેલા ત્રણ વર્ષેમાં પોતાના ક્ષેત્રને સંપૂર્ણ સ્વ-સ્થાયી બનાવવા પર કેન્દ્રિત હાર્ટપુલનેશ ઇન્સ્ટિટ્યુટે કાન્હા શાંતિ વનમ્ ની શુષ્ક અને ખરાબ ભૂમિને હરિયાળી બનાવી દીધી છે.