હાર્ટની તકલીફ વારસાગત છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

તાજેતરમાં કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પિતા પાસેથી પુત્રને મળનાર વાઇ ક્રોમોઝોમ દ્વારા પુત્રને હાર્ટની બિમારી હોઇ શકે છે. ત્રણ હજારથી વધારે પુરૂષોના ડીએનએના અભ્યાસના આધારે આ તારણ આપવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકોને એવુ જાણવા મળ્યું છે કે પિતામાં એક ખાસ પ્રકારના વાઇ ક્રોમોઝોમ હોય છે. જે હાર્ટની બિમારીના ખતરાને ૫૦ ટકા સુધી વધારી છે. દુનિયામાં સૌથી પ્રતિષ્ઠિત મેગેઝિન પૈકી એક ધ લોસેન્ટમાં પ્રકાશિત અહેવાલમાં ધડાકો કરવામાં આવ્યો છે કે બ્રિટનમાં દરેક પાંચ પૈકી એક પુરૂષમાં ખાસ ક્રોમોઝોમ રહે છે. જે હાર્ટની બિમારી થવાના બીજા કારણોને વધારે છે. શરીરમાં કોલેસ્ટ્રોલ  વધારવાનું પણ કામ કરે છે.

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે પુરૂષોને હાર્ટની બિમારી મહિલાઓની સરખામણીમાં દસ વર્ષ પહેલા થઇ જાય છે. ૪૦ વર્ષની વયમાં બે પુરૂષો પૈકી એકમાં હાર્ટની બિમારી થવાનો ખતરો રહે છે. જ્યારે મહિલાઓમાં ત્રણ પૈકી એક મહિલાઓને હાર્ટની બિમારી થવાનો ખતરો રહે છે. અસ્ત વ્યસ્ત લાઇફ સ્ટાઇલ અને બ્લડપ્રેશરના કારણે પણ હાર્ટની તકલીફ થઇ શકે છે.

પરંતુ નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વાઇ ક્રોમોઝોમ આના માટે મુખ્ય કારણ છે. આના કારણે બ્રિટનમાં દર વર્ષે હજારો પુરૂષોના મોત થઇ જાય છે. યુનિવર્સિટી ઓફ લિસેસ્ટરના ડોક્ટર મૈકીજની ટીમે ત્રણ હજારથી વધારે એવા બ્રિટીશ લોકોને ધ્યાનમાં લીધા જે  લોકો વચ્ચે બ્લડ રિલેશન ન હતા. આ લોકોને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે ૯૦ ટકા પુરૂષોમાં વાઇ ક્રોમોઝોમના બે રૂપ પૈકી એક છે. તાજેતરના સમયમાં જુદી જુદી લાઇફ સ્ટાઇલના કારણે નાની વયમાં પણ હાર્ટની જુદી જુદી બિમારીઓ ઘર કરવા લાગી ગઇ છે. હાર્ટ ઉપરાંત અન્ય તકલીફો પણ વધી રહી છે તેવા સમયમાં અભ્યાસના આ તારણ ચિંતા ઉપજાવે તેવા છે.

TAGGED:
Share This Article