સામાન્ય રીતે તો હાર્ટ અટેકના સંકેતોની અવગણના ક્યારેય કરવી જાઇએ નહીં પરંતુ સફર કરતી વેળા તો સાવધાની બિલકુલ જરૂરી હોય છે. શોધ કરનાર લોકોનુ કહેવુ છે કે સફર દરમિયાન થનાર મોતના મુખ્ય કારણ તરીકે હાર્ટ અટેક હોય છે. સ્પેનમાં કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જા યાત્રા દરમિયાન હાર્ટ અટેક થાય તો સમયસર સારવાર જરૂરી હોય છે. જા સમયસર સારવાર મળી રહે તો લાંબા સમય સુધી તેના હકારાત્મક પરિણામ મળતા રહે છે. નિષ્ણાંતો કહે છે કે જા તમે સફર કરી રહ્યા છો અને આપના હાર્ટમાં દુખાવો થાય છે તો તેના લક્ષણ રહે છે. જેમ કે છાતિના હિસ્સામાં દુખાવો થાય છે. ગળા, કમર, પેટ અથવા તો ખભામાં દુખાવો થાય છે.
સાથે સાથે ૧૫ મિનિટ સુધી દુખાવો રહે તો તરત એમ્બ્યુલન્સને બોલાવી લેવાની જરૂર હોય છે. હકીકતમાં લાંબા પ્રવાસ દરમિયાન ડિહાઇડ્રેશન, પગમાં દુખાવો, થાક, યાત્રા દરમિયાન હેરાનગતિ રહે છે તો પરેશાની વધે છે. પ્રવાસ દરમિયાન શરીરમાં લોહીના સંચારમાં અડચણો આવે છે તો તકલીફ થાય છે. આ સમસ્યા હાર્ટના દુખાવાની સમસ્યા ઉભી કરી શકે છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે મોટા ભાગના લોકોને હાર્ટ અટેકનો ખતરો પ્રવાસ દરમિયાન રહે છે. અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે ઘરમાં થયેલા હાર્ટ અટેકના દર્દીની તુલનામાં હાર્ટ અટેકથી મૃત્યુનો ખતરો ૪૨ ટકા ઓછો થઇ ગયો છે.
સફરમાં અટેક થયા બાદ યોગ્ય અને તરત સારવાર મળ્યા બાદ દર્દીએ વહેલી તકે પોતાના તબીબનો સંપર્ક કરવો જાઇએ. જુદા જુદા પ્રકારના પોષક તત્વો ધરાવતાં ફ્રૂટ આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી રહે છે. હવે ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સફરજન હાર્ટ સાથે સંબંધિત તકલીફોને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. હાર્ટના આરોગ્યને જાળવી રાખવામાં તે ઉપયોગી છે. કાર્ડિયો હેલ્થ સાથે સફરજનના સીધા સંબંધો રહેલા છે. યુનિવર્સિટી ઓફ વેસ્ટન ઓસ્ટ્રેલિયામાં ફાર્મા કોલોજીમાં તબીબી વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સફરજનમાં ઘણા પોષક તત્વો રહેલા છે. નાઈટ્રીક ઓક્સાઈડ (એનઓ) ઉત્પાદન પર સફરજનની અસરમાં અભ્યાસની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. આ તમામ પ્રકારના પોષક તત્વો હાર્ટ માટે ઉપયોગી સાબિત થાય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઇન્ડોથેલિયમના નાઈટ્રીક ઓક્સાઈડ ઉત્પાદન કરવામાં તથા બ્લડ વિસલ સાથે સંબંધ રહેલા છે. વિટામીન પી અને સીલટ્રીન તરીકે જાણીતા ફ્લેવોનોઈડ સફરજનના સ્કીન ઉપર અસરમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે.
નાઈટ્રી ઓક્સાઈડ નજીકના સ્નાયુઓને આરામદાયક સ્થિતિમાં રાખવામાં તથા તેમને મજબૂત બનાવવામાં ભૂમિકા ભજવે છે. આરામના પરિણામ સ્વરૂપે બ્લડ વિસલના કારણે લોહીના પ્રવાહમાં સ્થિરતા જળવાય છે. શ્રેણીબદ્ધ ટેસ્ટ કરી ચૂકેલા આરોગ્ય સાથે સંકળાયેલા નિષ્ણાંતોને આવરી લઈને અભ્યાસની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. અભ્યાસના ભાગરૂપે દિવસ બ્લેકફાસ્ટમાં સફરજન અને લંચમાં પણ સફરજનની સાથે નાળિયેર આપવાની વાત થઈ હતી. પરિણામ દર્શાવે છે કે ફ્લેઓ નોઈડથી ભરપૂર સફરજન નાઈટ્રીક ઓક્સાઈડમાં સુધારો કરે છે. ને સાથે સાથે ઇન્ડોથેલિયરની કામગીરીમાં સુધારો કરે છે. કાર્ડિયોવેસ્કુલર હેલ્થ ઉપર અસર કરનાર ફેક્ટરને પ્રભાવિત કરવામાં સફરજન ઉપયોગી છે.તાજેતરમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બિયર હાર્ટને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. અભ્યાસના આ તારણો બીયર પીનાર લોકો માટે સારા સમાચાર તરીકે છે. જા નવેસરના અભ્યાસની વાત માનવામાં આવે તો ઓછા પ્રમાણમાં અથવા તો મર્યાિદત પ્રમાણમાં બિયરનો ઉપયોગ આદર્શ તરીકે છે. આનાથી હાર્ટ સાથે સંબંધિત તકલીફનો ખતરો ઘટી જાય છે. બિયર પીવાની ટેવ ધરાવતાં ૨૦૦૦૦૦ લોકોને આવરી લઈને કરવામાં આવેલા વિશ્વવ્યાપી જુદા જુદા અભ્યાસના તારણોને ધ્યાનમાં લઈને એક પ્રકારના તારણો પ્રકાશિત કરાયા છે.