મોનસુનના નમીવાળા દિવસોમાં આરોગ્યવર્ધક ચાની ચુસ્કી લેવાની મજા જ કઇ જુદી હોય છે. મોનસુનમાં સામાન્ય રીતે રંગીન મીજાજી વ્યક્તિ આરોગ્યવર્ધક, જડી બુટિઓ અને મસાલા સાથે બનાવવામાં આવેલી મિશ્ર ચાની મજા માણતા રહે છે. તમામ લોકો ખુબ સારી રીતે જાણે છે કે પાણી બાદ જો કોઇ ચીજ સૌથી વધારે પીવામાં આવે છે તો તે ચા છે. મોનસુનના નમીવાળા દિવસોમાં આ પ્રકારની ચા પીવાની બાબત એક સારા વિકલ્પ તરીકે છે. સામાન્ય પ્રકારની જે ચા અમે પીએ છીએ તે ચા કેટલીક વખથ એસિડીટી માટેના કારણ તરીકે બની જાય છે. જેથી તેની જગ્યાએ બાલ્કનીમાં બેસીને વરસાદની જમાવટ વચ્ચે ચાની ચુસ્કી લેવાની મજા પણ અલગ હોય છે. ગરમાગરમ પૌષ્ટિક ચાની ચુસ્કી ખુબ ઉપયોગી સાબિત થાય છે. આ પ્રકારની ચા આપને તરોતાજા રાખવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે.
સાથે સાથે રોગપ્રતિકારક ક્ષમતા અથવા તો ઇમ્યુનિટી પાવરને પણ વધારી દેવામાં ભૂમિકા અદા કરે છે. નિષ્ણાંત લોકો કહે છે કે વરસાદમાં નમીનુ પ્રમાણ વધારે હોવાના કારણે બેક્ટિરિયા અને વાયરસ ખુબ ઝડપથી ફેલાઇ જાય છે. જે મોડેથી ઇન્ફેક્શન અને એલર્જી માટેના કારણ પણ બની જાય છે. જેથી સાવધાન રહેવાની જરૂર હોય છે. ચામાં રહેલા ઇમ્યુનિટી બુસ્ટિંગ જડી બુટિઓ અને મસાલા શરીરને હાઇડ્રેટેડ અને ઇન્ફેક્શનથી દુર રાખે છે. આયુર્વેિદક સાથે જોડાયેલા નિષ્ણાંત લોકોનુ કહેવુ છે કે સારી બાબત એ છે કે આધુનિક સમયમાં લોકો આરોગ્યને લઇને પહેલા કરતા વધારે સાવધાન થઇ રહ્યા છે. આરોગ્યની ચિંતા રાખી રહ્યા છે અને જરૂરી સલાહ પણ તબીબો પાસેથી લઇ રહ્યા છે. આનો સારો દાખલો ચાના મામલે પણ જાવા મળે છે. કેટલાક લોકો તો પરંપરાગત ચાના બદલે હર્બલ ચા અપનાવી રહ્યા છે. નિષ્ણાંતોનુ કહેવુ છે કે જા તમે સવારમાં દરરો લોંગની ચા પીવામાં આવે તો તે કેટલીક બિમારીને દુર રાખવામાં ભૂમિકા અદા કરે છે. સામાન્ય રીતે લોંગ શરીરમાં ગરમી આપે છે જેથી વરસાદની સિઝનમાં અથવા તો જ્યારે સિઝન બદલાય છે ત્યારે જા આ પ્રકારની ચા પીવામાં આવે તો સીધો ફાયદો કરે છે.
જાણકાર નિષ્ણાંતો એમ પણ કહે છે કે વરસાદમાં પેટ ખરાબ થવાની બાબત સામાન્ય હોય છે. આવી સ્થિતીમાં હલ્દરની ચા પીવામાં આવે તો સીધો ફાયદો થાય છે. આના કારણે ગેસની તકલીફથી રાહત મળે છે. પાચનતંત્ર પણ આના કારણે મજબુત બને છે. ચા કેટલાક પ્રકારની હોય છે. જેમાં એક ચા મસાલા ચા હોય છે. દુધ અને ખાંડ ઉપરાંત તેમાં આદુ, કાળા મરચા, લોંગ ઇલાયચી સહિતનમી ચીજા નાંખીને આ ચા બનાવવામાં આવે છે. આ ચા ખુબ ફાયદાકારક રહે છે. ઇન્ફેક્શન સામે લડવામાં તે ઉપયોગી સાબિત થાય છે. ખાંસી, ઠંડક અને તાવની સ્થિતીમાં આના કારણે ફાયદો થાય છે. મિન્ટ ચા પણ ઉપયોગી સાબિત થાય છે. તે એન્ટીઓÂક્સડન્ટથી ભરપુર હોય છે. તે સ્વાદને વધારી દેવામાં ભૂમિકા અદા કરે છે. ખાસ કરીને ટેન્શનને દુર રાખવામાં તે ભૂમિકા અદા કરે છે. આ ચા ટારગન અને પોદીનાની સાથે બનાવવામાં આવે છે. એક મસાલા અને બુટી છે. આ બંને મિશ્ર કરીને પૌષ્ટિક ચા બનાવવામા ંઆવે છે. એક ચા સ્પાઇસ રોજ ટી પણ હોય છે. ગુલાબની ખુશબુ મુડને પોઝિટીવ બનાવી નાંખે છે. સાથે સાથે તાજગી પણ જગાવે છે. ગુલાબની પત્તિ, લોંગ, ઇલાયચી, કાળી મિરચ સાથે આ ચા બનાવવામાં આવે છે. તે વરસાદમાં પીવામાં આવનાર પરફેક્ટ મિશ્રણ તરીકે છે. તેમાં કોઇ બે મત નથી. સામાન્ય રીતે આદુ હલ્દર ચા પણ મોનસુનમાં ઉપયોગી રહે છે. નિષ્ણાંત લોકો કહે છે કે આદુ અને હલ્દર મોનસુન માટે જાદુઇ સામગ્રી તરીકે છે. ચાના રશિયા લોકો માટે ચાનુ નામ આવતાની સાથે જ ચા પીવાની ઇચ્છા થઇ જાય છે. ચા પાણી બાદ સૌથી વધારે પીવાય છે.