ટેન્શન જેવા શબ્દના કારણે આજે તમામની રોકેટ ગતિથી દોડતી લાઇફમાં ઝેર ઘોલી દેવાનુ કામ કર્યુ છે. તેની જડ એટલી ઉંડી હોય છે કે તેની નકારાત્મક અસર માત્ર દિમાગ પર જ નહીં બલ્કે શરીરને પણ નુકસાન કરે છે. આધુનિક સમયમાં દરેક વ્યક્ત્તિને કોઇને કોઇ પ્રકારના ટેન્શન રહે છે. એકબાજુ વિદ્યાર્થીને સારા માર્ક લાવવા માટે ટેન્શન રહે છે. યુવક યુવતિઓને પોતાની કેરિયરને લઇને ચિંતા રહે છે. આવી જ રીતે સિનિયર લોકોને તેમના એકલાપણા અને ઉપેક્ષાના કારણે ટેન્સન રહે છે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે પૌષ્ટિક ભોજન અને સ્વસ્થ જીવનશેલીની સાથે ટેન્શનની સમસ્યાને દુર કરી શકાય છે. આપના ભોજનમાં દરેક પ્રકારના પૌષક તત્વો સામેલ કરવામા આવે તે જરૂરી છે. જા આવુ કરવામાં આવશે તો તમે વધારે સ્વસ્થ રહી શકો છો.
ગ્રીન ટી પણ અસરકારક રહે છે. હર્બલ ટીમાં થિયાનાનિ હોય છે. જે શરીર અને દિમાગને આરામ આપે છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ મેટાબોલિઝમ સિસ્ટમને સ્વસ્થ રાખે છે. ગ્રીન ટીમાં એક ચમચી મધ નાંખવામાં આવે તો શરીરને તરોતાજા કરી નાંખે છે. કેમોમાઇલ, પેર મિન્ટ અને આદુવાળા હર્બલ ચાથી પાચનતંત્ર વ્યવસ્થિત રહે છે. ટેન્શનને ઘટાડી દેવામાં પણ મદદરૂપ થાય છે. બીજી બાજુ પાલકમાં મેગ્નેશિયમ દિમાગ ને અતિ પ્રતિક્રિયાથી રોકવામાં ભૂમિકા અદા કરે છે. લોહ તત્વ અને વિટામિન એ તેમજ સીનુ યોગ્ય પ્રમાણ ભોજનને સંતુલિત બનાવે છે. પાલકને ગુણના ખજાના તરીકે ગણવામા આવે છે. અખરોટ, બદામ અને પિસ્તા પણ દિમાગને શાંત રાખવામાં ભૂમિકા અદા કરે છે.સાથે સાથે પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણીના ઉપયોગથી શરીરમાં જમા થતાં અનેક ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને રોગપ્રતિકારક ક્ષમતા વધી જાય છે. પાણીને સામાન્ય તાપમાન ઉપર રાખીને અથવા તો આંશિક પ્રમાણમાં ગરમ કરીને ઉપયોગ કરવાથી વધુ ફાયદો થાય છે.
ફ્રીજના પાણીનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે. પૂરતા પ્રમાણમાં ખનીજ અને વિટામીનનો ઉપયોગ પણ જરૂરી બને છે. તમામ પ્રકારના ફળમાં ખનીજ અને વિટામીન સીનું પ્રમાણ રહે છે. કોઈપણ પ્રકારના રસ અથવા તો જ્યુસમાં ખાંડ અથવા તો મીઠું મિક્સ કરવામાં ન આવે તેવી સલાહ પણ આપવામાં આવે છે. ઠંડીના દિવસોમાં ફળ ઉપરાંત શાકભાજીની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહે છે. આ ઉપરાંત મધ, ચણા જેવી ચીજવસ્તુઓનો ભરપૂર ઉપયોગ કરવાથી પણ ફાયદો થાય છે. આનાથી પોષક ત¥વોની ક્ષમતા વધી જાય છે. ભોજનની સાથે સાથે સલાડનો વ્યાપક ઉપયોગી સાબિત થાય છે. ગેહૂ, બાજરી, મકાઈ જેવા અનાજની ભૂમિકા પણ રોગપ્રતિકારક ક્ષમતાને વધારવામાં મહત્વની હોય છે.બાળકોને ગ્રોઇંગ એજમાં પૂરતા પ્રમાણમાં પ્રોÂસ્ટક અને યોગ્ય ડાઈટ આપવાની સલાહ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી છે.
નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે બાળકો સાથે બળજબરી પૂર્વક ન કરવી જાઈએ. બાળકોને પસંદગીની ચીજવસ્તુઓ આપવા માટે યોગ્ય વલણ અપનાવવાની સલાહ પણ આપવામાં આવી છે. અભ્યાસ મુજબ દરેક ચીજના પોષક તત્વો અંગે પહેલાં માતા-પિતા માહિતી મેળવે તે જરૂરી છે. માહિતી મેળવી લીધા બાદ બાળકોને ખૂબ જ સાવધાનીપૂર્વક આ ચીજવસ્તુઓ આપવી જાઈએ. બાળકોની ગ્રોઈંગ એજમાં તેમના માટે પોષક તત્વો ખૂબ જ જરૂરી છે પરંતુ આધુનિક સમયમાં ફૂડ વિકલ્પો વધી ગયા છે જેના પરિણામ સ્વરૂપે બાળકો જંક ફૂડની તરફ આકર્ષિત થયા છે. ન્યુટ્રીસનિસ્ટ સુનિતા દુબેનું કહેવું છે કે માતા-પિતાને બાળકોમાં ખાવા-પીવાની સારી ટેવ પાડવી જાઈએ. જા શરૂઆતથી જ આ ટેવ પાળવામાં આવે તો જીવનમાં આ ટેવ યથાવત્ રહે છે અને તેનો ફાયદો રહે છે. બાળકોની ડાઈટને લઈને નિષ્ણાંતોનું કહેવું છે કે સાવધાનીપૂર્વકનું વલણ ખૂબ જરૂરી છે. આનાથી બાળકોને એનર્જી મળવાની સાથે સાથે તેમના દીમાગ પણ સાર્ફ બને છે. એટલામાં ઓછું હોય તેમ તેમના મૂડ ઉપર પણ આની અસર થાય છે. ક્લીનીકલ સાઈકોલોજીસ્ટ ડાક્ટર નુપુર કૃષ્ણનનું કહેવું છે કે બાળકોને એનર્જીની ખૂબ જ વધારે જરૂર હોય છે. કારણ કે બાળકો આ વખતે ગોઈંગ એજમાં હોય છે.