અમદાવાદ: મગજના સ્ટ્રોક-ન્યુરોની બિમારીથી લઇ સ્પાઇન, હાથ, શોલ્ડર, કમર, પગ, ઘૂંટણ સહિત શરીરની કોઇપણ પ્રકારની તકલીફ, બિમારી કે અપંગતાના મહ્ત્તમ નિરાકરણ અને અસાધ્ય તેમ જ અશકય કિસ્સામાં શકય બનાવવાના અનોખા હકારાત્મક કન્સેપ્ટ અને વિશ્વના શ્રેષ્ઠ, હાઇટેક અને અત્યાધુનિક સાધનો સાથે અમદાવાદના સાયન્સ સિટી ખાતે ૩૦મી સપ્ટેમ્બર,૨૦૧૮ના રોજ એશિયાના સૌથી મોટા, અત્યાધુનિક અને દર્દીઓ માટે એક અજાયબી સમાન ફિઝિયોથેરાપી સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે. મિશન હેલ્થ એબિલિટી ક્લિનિક એક સિમાચિહ્નરૂપ પ્રોજેક્ટ અને સમગ્ર દેશનું સૌપ્રથમ સેન્ટર હશે કે જે ફિઝિયોથેરાપી, ફિટનેસ અને પુનર્વસનના ક્ષેત્રમાં એક અજાયબી અને ક્રાંતિકારી અભિગમ સર્જવા જઇ રહ્યું છે.
દેશના નિષ્ણાત ફિઝિયોથેરાપીસ્ટ અને તજજ્ઞોની ૨૨૦થી વધુની ટીમ દ્વારા અશકય અને અસાધ્ય દર્દોનું નિવારણ શકય કરી બતાવશે. પછી ભલે તે ન્યુરોથી માંડી કોઇપણ પ્રકારની શારીરિક તકલીફ, લકવા કે અપંગતા જ કેમ નથી. આ સેન્ટરમાં દર્દીને ઝીરોમાંથી હીરો બનાવવાની અનોખી નેમ રાખવામાં આવી છે એમ મિશન હેલ્થના સ્થાપક અને ડિરેક્ટર ડા. આલાપ શાહ અને ડા. દિશા શાહે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મિશન હેલ્થ ભારતની ફિઝિયોથેરાપી, ફિટનેસ અને પુનર્વસન કેન્દ્રોની નં.૧ ચેઈન છે, ફિઝિયોથેરાપી અંગેનો આ ક્રાંતિકારી અભિગમ ગુજરાત અને દેશને એક નવી દિશા બતાવશે, કારણ કે આ સુપર સ્પેશિયાલિસ્ટ ફિઝિયોથેરાપીસ્ટ દેશની પ્રખ્યાત સંસ્થાઓમાંથી આવે છે, જેઓ અત્યાધુનિક ટેક્નોલોજિકલ અજાયબીઓનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડશે.
દેશના સૌપ્રથમ અને એશિયાના સૌથી મોટા એવા આ સેન્ટરમાં ન્યૂરોલોજિકલ પુનર્વસનમાં સૌપ્રથમ વખત રોબોટિક્સ રજૂ કરવામાં આવ્યું છે અને રોબોટ-આસિસ્ટેડ સારવાર પ્રોટોકોલ્સ ન્યૂરોપ્લાસ્ટીસિટી (ગંભીર ઈજાઓને પગલે મગજ ફરીથી શીખવાનું શરૂ કરે છે ત્યારે)ની શ્રેષ્ઠતમ તપાસ અને વ્યાપક તાલિમ માટે સક્ષમ બનાવે છે. આ બાબત નિશ્ચિતપણે મગજના દર્દીઓ માટે આશાની નવી ક્ષિતિજો ખોલે છે.મિશન હેલ્થના સ્થાપક અને ડિરેક્ટર ડા. આલાપ શાહ અને ડા. દિશા શાહે જણાવ્યું હતું કે, સ્વીટ્ઝર્લેન્ડમાંથી લોકોમેટ – લોઅર એક્સ્ટ્રીમીટી રોબોટ અને અર્મેઓ-અપર એસ્ટ્રિમિટી રોબોટ, હોંગકોંગમાંથી હોપ ઓફ હેન્ડ – ધ હેન્ડ રોબોટ, હિલરોમ શિકાગોમાંથી લિકો લિફ્ટ જેવી ટેક્નોલોજીકલ અજાયબીઓ મોટાભાગની શારીરિક પેટર્નમાં હિલચાલની સૌથી વધુ પુનરાવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તીવ્ર મગજ, કરોડરજજુ અથવા ચેતાકોષની ઈજા પછી નવા ન્યુરોનલ સર્કિટ્સ વિકસિત કરી શકે છે. આમ બ્રેઈન સ્ટ્રોક બાદ ૭મા મહિને ઊભા થઈ શકતા અથવા હિલચાલ કરી શકાત દર્દીઓને અમે મગજ અથવા કરોડરજ્જૂની ઈજાના ૭મા દિવસે બેઠા થવા અથવા હિલચાલ કરવા સક્ષમ બનાવી શકીશું. આ રીતે દર્દીની પથારીવશ સ્થિતિમાં ઘટાડો લાવી શકીશું.
કલ્પના કરો કે બ્રેન હેમરેજ થયા બાદ દર્દી ૭મા દિવસે પગમાં જરા પણ તાકાત ન હોવા છતાં લોકોમેટ પર ચાલવા લાગે તો ઝડપથી મગજમાં રીકવરી થશે. ન્યૂરો રીહેબ સુવિધાઓને સહયોગ કરવા માટે અમે અમેરિકામાંથી લાઈટ ગેટ, નેધરલેન્ડ્સમાંથી એનરુફ ન્યુરો ટ્રેડમીલ (જે દર્દીની ઝડપ ધ્યાનમાં લઈ શકે છે), નેધરલેન્ડ્સમાંથી સ્પીચ એન્ડ થિંક ક્લિનિક, નેધરલેન્ડ્સમાંથી ડિસફેગિયા મેનેજમેન્ટ માયોમેડ, ફ્રાન્સમાંથી એક્ટિવ પેસિવ ટ્રેનર, કોરિયામાંથી ટિલ્ટ ટેબલ, કોરિયામાંથી ફંક્શનલ ઈલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન જેવી ટેક્નોલોજીસનો બેક-અપ ધરાવીએ છીએ. આ સેન્ટરમાં રીહેબ સ્યુટ્સ- ટ્રાન્ઝિશનલ કેર સેન્ટર પણ છે, જ્યાં પથારીવશ અથવા અમદાવાદ બહારના દર્દીઓ વિશ્વની સૌથી અત્યાધુનિક ફિઝિયો એન્ડ રિહેબ ફેસિલિટીસમાં અમારી સાથે રોકાઈ શકશે. ગળા અને પીઠના દુખાવાથી શસ્ત્રક્રિયા કર્યા વિના રાહત આપવા માટે નોન-સર્જિકલ ૩ડી સ્પાઈનલ ડીકમ્પ્રેશન સિસ્ટમ (એસડીએસ) ભારતમાં પહેલી વખત ઉપલબ્ધ કરાઇ છે.
૩૦૦ થી વધુ સંકલિત પ્રોટોકોલ સાથે હિરો ટીટી અને થેલલ થેરપી જેવી પેઇન મેનેજમેન્ટ ટેક્નોલોજિકલ આગેકૂચ ગળાના દુખાવો, બેક પેઇન, સાયટેટીકા, ઘૂંટણના દુખાવા, એડીના દુખાવા, સાંધાના દુખાવા, સ્પોટ્ર્સ ઇજાઓ, ડિજનરેટિવ શરતો અને અન્ય નોન ઈનવેસિવ મેનેજમેન્ટમાં ઝડપી પરિણામો પ્રાપ્ત કરી શકાશે. વિશ્વની અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી માણસના ઘૂંટણના સાંધામાં અસ્થિકૂર્ચાઓના પુનર્જીવનની શક્તિઓ ધરાવતી અને ઝેડ ૭, ટેકર થેરપી, શોકવેવ થેરેપી જેવી અન્ય પુનર્વસન ટેક્નોલોજીસ દર્દીઓને શ્રેષ્ઠ પરિણામો આપશે. તેઓ ફિઝિયોથેરાપીના ક્ષેત્રમાં એક વિશાળ છલાંગ સાથે આંતરરાષ્ટ્રીય દરજ્જાની એશિયાની સૌથી મોટી મિશન હેલ્થ એબિલિટી ક્લિનિક રજૂ કરી ડો.આલાપ શાહ અને ડો.દિશા શાહે અનોખી સિÂધ્ધ મેળવી છે.