છેલ્લા ૭૦ વર્ષથી ઉપરનો અનુભવ ધરાવતું તથા પોતાની ગુણવત્તા અને વિશ્વસનિયતા માટે જાણીતું મસાલા ક્ષેત્રે અગ્રીમ એવા “હાથી મસાલા” ની આજના સમયે ૧૦૦ થી પણ વધુ પ્રોડક્ટ ૨૦ થી પણ વધુ દેશોમાં ઉપલબ્ધ છે ત્યારે હવે તેણે દેશમાં સૌપ્રથમવાર તેની તદ્દન નવી ૧૧ પ્રોડક્ટ લોન્ચ કરી હતી. જેમાં હાથી ચીલી ફ્લેક્સ, હાથી ઓરેગનો મિક્સ, હાથી પિરિ પિરિ મિક્સ, હાથી નૂડલ મસાલા, હાથી ચાટ મસાલા, હાથી સોડા મસાલા, હાથી ફ્રાયમ્સ મસાલા, હાથી રેશમ હિંગ, હાથી જલજીરા ઝટકા, હાથી હિંગાસ્ટક પાવડર, હાથી બટરમિલ્ક મસાલા અને હાથી આચાર મસાલા સ્પ્રિંકલર જાર નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, હાથી મસાલા ભારતીય મસાલાની સાથોસાથ હવે મસાલા ક્ષેત્રે વિદેશી પ્રોડક્ટસનું ઉત્પાદન પણ સ્વદેશમાં અને તે પણ ગુજરાતમાં જ કરશે.
આ અંગે હાથી મસાલાના સાગરભાઇ દુબલે જણાવ્યું હતું કે, હાથી મસાલા વર્ષોથી તેના ગ્રાહકોને શ્રેષ્ઠ ક્વોલિટી, વિશ્વસ્તરીય પેકેજિંગ, અને ઉત્તમ સ્વાદ પહોંચાડવા અને ગ્રાહકોની જરૂરિયાતને સંતોષી રહ્યું છે ત્યારે ભારતમાં બધીજ સ્વદેશી પ્રોડક્ટ લોન્ચ કરતા અમને ખુશી થાય છે. આ તમામ પ્રોડક્ટ લેબોરેટરી ટેસ્ટમાંથી સફળતા પૂર્વક પાસ કર્યા બાદ જ લોકો માટે સૌથમવાર મૂકવામાં આવી છે અને તેનો ઉપયોગ ૬ મહિનાથી લઇ ૧ વર્ષ સુધી કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે, આ ઉત્પાદનોથી લગભગ ૩૦ થી ૫૦ જેટલી પ્રત્યેક મહિલાઓને રોજગાર મળતો થશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હાથી મસાલા હવે વિદેશી પ્રોડક્ટ ક્ષેત્રે પણ ઉત્પાદન કરવા જઈ રહ્યું છે તેને માટે કંપની સંપૂર્ણપણે તૈયાર છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ઉપલબ્ધ ઇન્ટરનેશનલ પ્રોડક્ટ લોન્ચ કરવા પાછળનું મુખ્ય કારણ ગ્રાહકોને ઘરે-ઘરે શ્રેષ્ઠ ગુણવત્તાવાળી વિશ્વસ્તરીય પ્રોડક્ટ પહોંચાડવાનો છે.
હાથી મસાલાના આ ઉત્પાદનોમાં હાથી ચીલી ફ્લેક્સ, હાથી ઓરેગાનો મિક્સ અને હાથી પિરિ પિરિ મિક્સ મુખ્ય છે. જેમાં ચીલી ફ્લેક્સની વિશેષતા એ છે કે, તે માફકસર તીખું, કુદરતી રંગ, સંપૂર્ણ મિશ્રણ સમાવિષ્ટ છે જેથી એસીડીટી થવાના ચાન્સ નહિંવત રહે છે. સાથે તેનો સ્વાદ અને સુગંધ બહુ જ સરસ આવે છે જેથી તેને ઉપયોગમાં લેવાથી વાનગી ખૂબ જ સરસ બને છે.
હાથી પિરિ પિરિ મિક્સ એ મેક્સીકોની પ્રખ્યાત અને ઉચ્ચ ફ્લેવર છે જે હાથિ મસાલા હવે ભારતીયો માટે લાવ્યું છે. તેનો ઉપયોગ નુડલ્સ બનાવવા, પાંઉભાજી, બટેટા-કેળા ચિપ્સ, ફ્રાઇમ્સ, નમકીન વગેરેમાં ઉપર છાંટીને જ્યારે શાકભાજીમાં પણ મીક્સ કરી શકાય છે. જે નાના બે ગ્રામના સેચેટ્સમાં ઉપલબ્ધ હોય વન-ટાઇમ યુઝ કરી શકાય છે.
જ્યારે ઇટાલિયન ટેસ્ટનો રાજા એટલે હાથી ઓરેગાનો મિક્સ. જેનો ઉપયોગ પિત્ઝા, પાસ્તા, ગાર્લિક બ્રેડ, નુડલ્સમાં કરી શકાય છે. આ જેનાથી વ્યંજન ભરપુર સ્વાદિષ્ટ થાય છે. ઓરેગાનો મિક્સ માં થાઇમ, બેઝીલ, ગાર્લિક, મરી, મરચૂં, મીઠું જેવા તત્વોનું મિશ્રણ કરેલ છે. આવી પ્રોડક્ટને લોન્ચ કરવા પાછળ હાથી મસાલાનો ધ્યેય ગ્રાહકોને સરળતાથી શ્રેષ્ઠ અને અસલ મેક્સીકન અને ઇટાલિયન સ્વાદ પહોંચાડવાનો છે.
ભારતમાં સૌપ્રથમવાર અદભૂત અનન્ય સ્વાદ અને સુગંધથી ભરપુર કૃત્રિમ રંગો રહિત એકદમ કુદરતી અને રસોઈના મુખ્ય ઘટક એવી “હાથી રેશમ હિંગ” લાવ્યા છે. જે અફઘાનના સૌથી શ્રેષ્ઠ અસલી અને દમદાર હિંગ રસમાંથી બને છે. માર્કેટમાં મળતી હિંગ કરતા આમાં હિંગ રસની માત્રા વધુ છે અને ભાવ ઓછો છે. આ રેશમ હિંગનું ઉત્પાદન કરવામાં ૧૦ થી ૧૫ દિવસનો સમય લાગે છે જેમાં હિંગનો બાંધો કરાય છે જ્યારે હિંગ બનાવવામાં ૬ થી ૭ સ્ટેપની પ્રોસેસ કરાય છે. જે દરેકનો લેબોરેટરી ટેસ્ટ કરાય છે. આ અદભૂત અને અલગ પ્રકારની હિંગ કોઇપણ વાનગીમાં ઉમેરી શકાય છે. જે ૨૦ રૂ. ના ઇકો પેકમાં, ૫૦ ગ્રામના અને ૧૦૦ ગ્રામના પેકમાં ઉપલબધ હોય કંપની દ્વારા તેમાં ૧૦% અને ૨૦% ફ્રિ હિંગ અપાય છે.
હાથી મસાલાએ એકમાત્ર એવી બ્રાન્ડ અચાર મસાલાને અથાંણા પ્રિય ભારતીયો માટે “ઇન્સ્ટન્ટ અચર મસાલા સ્પ્રિંકલર જાર” તરીકે લોન્ચ કર્યું છે. જેને જે વૈજ્ઞાનિક રીતે ગ્રેડ પણ કરેલ છે. આ ટ્રાવેલ પેક ને આસાનીથી મુસાફરીમાં સાથે લઇ જઇ શકાય છે અને ખાખરા, ખીચું, કાચા શાકભાજી સહિત વિવિધ વાનગીઓ ઉપર પણ છાંટી સ્વાદ માણી શકાય છે.
જ્યારે હાથી સોડા મસાલા ૩૦ થી પણ વધુ ઓસડિયા સાથે તૈયાર કરાયો છે. જેનો અપ્રતિમ ટેસ્ટ સાથે પાચન શક્તિ વધારે છે, પેટ સાફ આવે છે. ઘરે ઘરે માત્ર સેચેટ્સ અને સોડા થીજ ઇન્સ્ટન્ટ સોડા તૈયાર થઇ જાય છે. એજ રીતે જલજીરા ઝટકા દાઢે વળગે તેવો ખાટો મીઠો સ્વાદ પુરો પાડે છે, પાચન ક્રિયા તેજ કરે છે.
હાથી હિંગાસ્ટક પાવડર શરીરને તાજગી પૂરી પાડવા સક્ષમ છે. આર્યુર્વેદિક રીતે પણ ઉપયોગી આ હિંગાસ્ટક પાવડર ને છાસ કે ફળફળાદી સાથે ઉપયોગ કરી શકાય છે.
જ્યારે ચટાકેદાર તીખો સ્વાદ ધરાવતો હાથી ફ્રાયમ્સ મસાલા ઇન્સ્ટીટ્યુશનલ પેકિંગમાં આવતો હોય તેના બદલે ઘર વપરાશ માટે મીની પેકિંગમાં લોન્ચ કર્યો છે. જેનાથી ઘરે બેઠા ચટાકેદાર-મસાલેદાર ફ્રાઇમ્સ બની શકે છે. એજ રીતે હાથી ચાટ મસાલા, હાથી છાશ મસાલા અને હાથી નૂડલ સીઝનિંગ સ્વાસ્થ્ય વર્ધક, ઇનસ્ટન્ટ ટેસ્ટ બુસ્ટર, હાઇજીનીકલી પેક્ડ, કૃત્રિમ રંગો વિના તેમજ ભારતીયોને પોતીકો સ્વાદ આપતા ઉત્પાદનો છે.
વધુમાં હાથી મસાલાએ જીરૂ પાવડર અને વરિયાળી પાવડર પણ લોન્ચ કર્યા છે. જીરૂ પાવડર શાકભાજી સહિત અનેક વાનગીઓમાં કરી શકાય છે. જ્યારે વરિયાળી પાવડર થી શરીરને ઠંડક આપનાર હોય સરબત, પીણાં વગેરેમાં અને મુખવાસમાં પણ કરી શકાય છે.
કંપની દ્વારા પ્રોડક્ટ લોન્ચ કરતા પહેલાં દેશ-વિદેશ ફરી વ્યાપકપણે અને વિસ્તૃત રીતે આર.એન્ડ.ડી હાથ ધરાયુ હતું. કંપની આ ઉત્પાદનોથી ભારતીયોને શ્રેષ્ઠ વિસ્વસ્તરીય સ્વાદ પહોંચાડવા ઈચ્છે છે. આથી જ હાથી મસાલા દ્વારા તમામ પ્રોડક્ટના ‘વન-ટાઇમ યુઝ પેકેટસ્’ મોટી સંખ્યામાં લોકોની સગવડતાને ધ્યાને રાખી બહાર પાડવામાં આવ્યા છે. હાથી મસાલાએ આ તમામ ૧૧ ઉત્પાદનો વિદેશી અને ભારતીય અસલ સ્વાદ વચ્ચેનું સંતુલન જાળવી બનાવેલ છે. એકધારો સ્વાદ, સંતુલિત તીખાશ, ૧૦થી વધુ તત્વો, હર્બ્સ અને સ્પાઇસીસનું અદ્યતન મિશ્રણ વગેરે આ ઉત્પાદની ખાસીયતો છે. આગામી સમયમાં હાથી મસાલા દ્વારા વિવિધ ભારતીય તથા વિદેશી અનેરા મસાલાઓ ગ્રાહકો સુધી પહોંચાડવાની યોજના છે. સાથે જ કંપની જણાવેલ નવી પ્રોડક્ટના લોન્ચને પરિણામે ૨૦ ટકા ના ગ્રોથની અપેક્ષા કરી રહી છે.