મુંબઈના એક હરિ ભક્ત પરિવાર દ્વારા સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાને સોનાનો હીરા જડિત મુગટ તેમજ સોનાની જનોઈ અર્પણ કરાઈ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

હનુમાનજી મહારાજની સ્થાપનાને ૧૭૫ વર્ષ પૂર્ણ થતાં ભવ્યાતિભવ્ય શતામૃત મહોત્સવ

File 02 Page 08 2


બોટાદ,: સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં હાલ ૧૭૫ મો શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી મહારાજની સ્થાપનાને ૧૭૫ વર્ષ પૂર્ણ થતાં ભવ્યાતિભવ્ય શતામૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે મુંબઈના હરિભક્ત દ્વારા હનુમાનજી દાદાને એક કિલો સોનાનો હીરા જડિત મુગટ તેમજ સોનાની જનોઈ સહિત કુંડલ અપર્ણ કરવામાં આવ્યો. કથા મંડપમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ અને સંતોની ઉપસ્થિતમાં હરિભક્ત અને તેમના પરિવાર દ્વારા સંતોને મુગટ તેમજ સોનાની જનોઈ સહિત અન્ય આભૂષણો અપર્ણ કરવામાં આવ્યા હતા. સુપ્રસિદ્ધ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ૧૭૫ માં શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગઈકાલથી મહોત્સવનો શુભારંભ થઈ ચૂક્યો છે. અને કથામાં ખુબજ મોટી સંખ્યામાં હરિભક્તો હાજર જાેવા મળી રહ્યો છે. ત્યારે હનુમાનજી દાદાના આ મહોત્સવમાં હજારો હરિભક્તો દ્વારા દાદાને અલગ અલગ વસ્તુઓ અર્પણ કરી રહ્યાં છે. ત્યારે સુરતના એક હરિ ભક્ત દ્વારા દાદાને એક કિલો સોનાનો હીરાજડિત મુગટ સહિત દાદાને ગદા સહિતના આભૂષણ અપર્ણ કરવામાં આવ્યા હતા. હનુમાન દાદાને ગત રોજ મુંબઈના એક હરિ ભક્ત પરિવાર દ્વારા સોનાનો હીરા જડિત મુગટ તેમજ સોનાની જનોઈ અર્પણ કરાઈ હતી. આ મુગટ ૧ કિલો સોનામાંથી બનાવાયો છે. મોટા પોપટની ડિઝાઇનવાળો રજવાડી મુગટ દાદાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે જ સોનાના કુંડળ પણ અર્પિત કરાયા. આ મુગટ સવા ફૂટ ઉંચો અને ૧.૫ ફૂટ પહોળો છે. તેમજ કારીગરો દ્વારા હેન્ડ પેઇન્ટિંગ સાથે મીણા કારીગરી કરાઇ છે. તેમજ આ મુગટમાં બે મોટા કમળની ડિઝાઇન હોવાથી મુગટ ખૂબ આકર્ષિત લાગે છે. તેમજ આ સોનાના મુગટમાં ૩૫૦ કેરેટ લેબરોન ડાયમંડ જડાયેલા છે. આ મુગટ બનાવવામાં ૧૮ કારીગરોને ત્રણ મહિના જેટલો સમય લાગ્યો હતો. મુંબઈના મુગટ સહિત અન્ય આભૂષણો આજે દાદાને અપર્ણ કરાયા હતા. ભવ્યાતિભવ્ય શતામૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જેમાં અનેક વિધ કાર્યક્રમોના આયોજન સાથે વિશેષ હવાઈ મુસાફરીનું પણ આયોજન કરાયું છે. ભાવિક ભક્તો સામાન્ય શુલ્ક સાથે હેલિકોપ્ટરમાં બેસી સમગ્ર સાળંગપુર ધામની પ્રદક્ષિણા દર્શન સાથે કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાને પુષ્પ વર્ષા કરી શકે છે. હેલિકોપ્ટર મારફતે કિંગ ઓફ સાળંગપુર મૂર્તિને પુષ્પ વર્ષા તેમજ સાળંગપુર ધામના હવાઈ દર્શન કરવા ભાવિક ભક્તો સહ પરિવાર ઉત્સાહ સાથે હેલિકોપ્ટર મુસાફરી કરી રહ્યાં છે. સાળંગપુર ધામના આકાશી દર્શન અને કિંગ ઓફ સાળંગપુર વિશાળકાય પ્રતિમાને પુષ્પ વર્ષા કરી પોતાની જાતને ધન્ય અનુભવી રહ્યા છે. શતામૃત મહોત્સવ અંતર્ગત હવાઈ દર્શન અને પુષ્પ વર્ષાની જીવન ભરની યાદગીરી સાથે અનોખી લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

Share This Article