વડોદરા : વડોદરાના હરણી તળાવમાં બનેલી બોટ દુર્ઘટનામાં ૧૨ વિદ્યાર્થી સહિત ૨ શિક્ષકના મોત થયા છે. જેના પગલે હરણી લેક ઝોનને સીલ કરવામાં આવ્યુ છે. હરણી લેક ઝોનના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને કોર્પોરેશને સીલ કર્યા છે. તેમજ હરણી લેક ઝોનના પરિસરમાં જવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત ફૂડ કોર્ટની દુકાનો પણ સીલ કરવામાં આવી છે. હરણી લેક ઝોનમાં કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરશે તો કાર્યવાહી થશે. બીજી તરફ હરણી દુર્ઘટના મુદ્દે તપાસનો ધમધમાટ કર્યો છે. જેના પગલે SITની રચના કરવામાં આવી છે. એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામાના નેતૃત્વ હેઠળ SITની રચના કરવામાં આવી છે. જેમાં ઝોન ૪ ડીસીપી પન્ના મોમાયા, ક્રાઇમ ACP યુવરાજસિંહ જાડેજાનો SITમાં સમાવેશ છે. જાે કે ક્રાઈમબ્રાંચના ACP, 2 PI અને 1 SITનો પણ SITમાં સમાવેશ કરવામાં આવ્યો છે. SITમાં કુલ ૭ સભ્યોનો સમાવેશ છે.
Renault દ્વારા નવુ ડિઝાઇન સેન્ટર ખોલવામા આવ્યુ, ભારતમાં ‘renault. rethink’ પરિવર્તનશીલ વ્યૂહરચનાના પ્રારંભને ચિન્હીત કરે છે
Renault ઇન્ડિયાએ પોતાના બ્રાન્ડ પરિવર્તનશીલ વ્યૂહરચના ‘renault. rethink’ની ઘોષણા કરી છે, જે ભારતમાં તેની આંતરરાષ્ટ્રીય ગેમપ્લાન 2027ના અમલીકરણ પરત્વેનું આગવુ...
Read more