આજે બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી છે પરંતુ સાથે સાથે તામિલ ન્યુ યર પણ છે. જેમ દિવાળી બાદ ગુજરાતી લોકોનું ન્યૂ યર હોય છે, ગૂડી પડવો તે મહારાષટ્રીયન ન્યૂ યર હોય છે તેમ જ આજે તામિલનાડુના લોકો નવું વર્ષ ઉજવે છે. આજના દિવસે તામિલીયન તેમના પરંપરાગત પોશાકમાં ઠાઠમાઠ સાથે તેયાર થાય છે, સ્વાદિષ્ટ રસોઇ બનાવે છે, ભગવાનના મંદિરે જાય છે અને તેમના નવા વર્ષની ઉજવણી કરે છે.
તામિલ મહિનાનો એક મહિનો એટલે ચિથીરાઇ અને આ જ મહિનાનો પહેલો દિવસ એટલે તામિલ ન્યૂ યર, તામિલ ન્યૂ યરને પુથાન્ડુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તામિલ લોકો તેમની પરંપરા સાથે ક્યારેય છેડછાડ નથી કરતા. સમગ્ર ભારતમાં યુથ જે રીતે એન્જોય કરે છે દક્ષિણ ભારતનું યુથ પણ એવી જ રીતે એન્જોય કરે છે પરંતુ અહીના બાળકો,યુવાનો, વૃદ્ધો સહિત તમામ તેમની પરંપરાને સાચવી રાખે છે. દક્ષિણ ભારતમાં આજે પણ મહિલાઓ રોજ સવારે ઉઠીને નાહી ધોઇને આંગણામાં રંગોળી પૂરે છે અને માથામાં ગજરો લગાવે છે. જ્યારે પણ તેઓ મંદિરે જાય છે ત્યારે સોનાના ઘરેણા પહેરીને જ જાય છે. દક્ષિણ ભારતની સ્ત્રીઓ ઘરમાં પણ રેગ્યુલર સોનું પહેરે છે. તેઓ ક્યારેય તેમના રીતી રિવાજો બદલવા માટે હઠ નથી કરતા.
આજે જ્યારે તામિલ ન્યૂ યર છે ત્યારે ઘરની મહિલાઓએ માથામાં ગજરો લગાવીને આંગણામાં રંગોળી પૂરીને ઘરમા સુવાસ ફેલાવી દીધી હશે. તો દરેક તામિલીયનને નવા વર્ષની શુભકામનાઓ.