ગુજરાત સ્થાપના દિવસ ની સૌ ને હાર્દિક શુભકામનાઓ..

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત..

વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ દ્વારા ૧ મેં ૨૦૨૨, ગુજરાત ના ૬૩ માં સ્થાપના દિવસ નિમિત્તે  આયોજિત ગૌરવશાળી ગુજરાતી – ૨૦૨૨ અંતર્ગત આજે મે વિશ્વ ગુજરાતી યુથ વિંગ માં રાષ્ટ્રીય કમિટી સભ્ય ની જવાબદારી ના ભાગરૂપે રાજપુતાના બ્રિગેડ ના આર્મી મેન અને રાષ્ટ્રીય એથ્લેટ સાગર જાેશી ને ગૌરવ પત્ર થી સન્માન કર્યું.

વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ના યુવાનો દ્વારા ગુજરાતભરમાંથી

૧૦૮ અને પી.સી.આર વાન ના ડ્રાઈવર, સફાઈ કર્મચારી થી લઈને , ફાયરમેન, મેડીકલ ઓફીસર, મેડીકલ સ્ટાફ, વકીલ , રીપોર્ટર , મામલતદાર, પી.આઈ – આઈ.પી.એસ કક્ષા સુધી ના ૧૨૬ જેટલા ગૌરવશાળી ગુજરાતીઓ ના સન્માન કરવામાં આવ્યા જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ ની વાત છે.

વિશ્વ ગુજરાતી સમાજ ના આદરણીય પ્રમુખ શ્રી સી.કે પટેલ સાહેબ ના વિઝન અનુસાર યુથ વિંગ કન્વીનર શ્રી પૌરસ પટેલ ની અધ્યક્ષતા હેઠળ આવનારા સમયમાં દર વર્ષે ગુજરાત સ્થાપના દિવસ ના રોજ ગામડા ના છેવાડા થી લઈને વિશ્વ ના ખૂણે ખૂણે વસેલા એવા ગૌરવશાળી ગુજરાતીઓ નું ગૌરવ પત્ર આપીને સન્માન થશે કે જેને ગુજરાતીઓ માટે અને ગુજરાત માટે યોગદાન આપ્યું છે.

Share This Article