હાથ પગ વગરની વાર્તા સાથે “હાહાકાર” મચાવી મૂકે એવી કોમેડી
રેટિંગ: 2.5 સ્ટાર્સ
મયુર ચૌહાણ, હેમાંગ શાહ અને મયંક ગઢવીની પાક્કી કોમેડીની ક્રેઝી રાઇડ એટલે ‘hahacar’. ત્રણ ભાઈબંધોની શોર્ટકટ રીતે પૈસા કમાવવાની તલપ અને તેના વચ્ચે અમદાવાદ શહેરમાં એક જ રાત્રિમાં ચાલતી અંધાધૂંધી. ફિલ્મમાં કોમેડી A-one છે, બધા જ પાત્રોની શાનદાર એક્ટિંગ અને કોમિક ટાઇમિંગ તમને રીઝવી શકે, પરંતુ કોમેડીને જે વાર્તામાં પરોવવામાં આવી છે તે વાર્તા ખૂબ જ નબળી અને હાથ પગ વગરની એટલે કે લોજિક વગરની લાગે છે. ટુંકમાં કહું તો ફિલ્મમાં તમને હસુ આવે પણ ફિલ્મમાં પાત્રો શું કરી રહ્યા છે તેમની સાથે શું થઈ રહ્યું છે તેમાં મતલબ શોધવા જાઓ તો તમે ખાલી શોધતા જ રહી જાઓ પણ તમને મળે નહિ. ફિલ્મમાં કેટલાક જૂના OG ગુજરાતી ગીત અને રેખાની કોલ રેકોર્ડિંગ તમને ખૂબ જ રમુજી લાગે પણ બસ ફિલ્મમાં એટલું જ ખાસ છે. કેટલાક Content creator નો કેમિયો છે પણ તેઓ વાર્તા અને એક્ટિંગની દૃષ્ટિએ ફિલ્મમાં કોઈ રીતે ઉમેરો નથી કરતા. ટુંકમાં મિત્રો કે પરિવાર સાથે ટાઇમપાસ કરવા માટે જોવાય પણ તેનાથી ઉપર Content ની દૃષ્ટિએ કઈ નવું જોવું હોય તો તે આ ફિલ્મ નથી.