શ્રુતસ્થવિર આગમપ્રજ્ઞ દર્શન પ્રભાવક મુનિરાજ જંબૂવિજયજી મ.સા.ના જન્મ શતાબ્દિ વર્ષ મહોત્સવ 16 તારીખના રોજ ગુરૂગુણ મહોત્સવ યોજાયો હતો. લક્ષ્મીવર્ધક શ્વે.મૂ.પૂ. જૈન સંઘ, અમદાવાદ અને સિદ્ધિ-જમ્બૂ પરિવાર દ્વારા ટાગોર હોલ પાલડી ખાતે આ મહોત્સવ યોજાયો હતો.
જેમાં આચાર્ય ભગવંતો દ્વારા ગુણાનુવાદ કાર્યક્રમ ઉપરાંત આ શુભ દિવસ પર સ્મૃતિગ્રંથ વિમોચન, ડૉક્યુમેન્ટ્રી પ્રદર્શન, દેશ-વિદેશના અનેક વિદ્વાનો દ્વારા જીવન પરિચય સહિતના વિવિધ કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા.
સોનામાં સુગંધ ભળે તેવા ગુરૂભક્ત ભૂષણભાઇ દ્વારા ૫.પૂ. ગુરૂદેવશ્રીના લખાયેલા અનેક લેખોનું જે વિખરાયેલું સાહિત્ય છે, તેને શોધી તે તથા પૂજ્યશ્રીના અનેક લભ્ય-અલભ્ય ગ્રંથોનું પુનઃમુદ્રણ આદિ મળી શતાબ્દિ વર્ષમાં ૧૦૦ ગ્રંથો પ્રકાશિત કરવાનો સંકલ્પ કરેલ છે તેમાંથી ૮ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. સંગીત કાર્યક્રમનું પણ આયોજન ટાગોર હોલ ખાતે કરવામાં આવ્યું હતું.
પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા પ.પૂ.આ.ભ. પુન્ડરીકરત્નસૂરીશ્વરજી સાહેબે જણાવ્યું હતું કે જંબૂવિજયજી સાહેબજીએ અમને જે માર્ગદર્શન આપ્યું કે કઈ રીતે ગ્રંથોનું સંશોધન કરી શકાય એમના પગલે એમના ગયા પછી અમે જે પાંચ પુસ્તકો નું પ્રકાશન કર્યું છે તેનું અનાવરણ અમે કર્યું હતું. તે સિવાય પૂજ્યશ્રી એ પોતાના પ્રારંભના જીવનમાં સામાયિકોની અંદર જે લેખો લખ્યા હતા તે બધા લેખોનું સંકલન કરીને તેનું અનાવરણ પણ કર્યું હતું. તે ઉપરાંત જૈન ઇતિહાસ ના બે વોલ્યુમ પણ અનાવરણ કરવામાં આવ્યા હતા. 14 થી 15 આચાર્ય ભગવંત સાથે અનેક સાધુ સાધ્વીજી ભગવંતો અને આ ક્ષેત્રની અંદર વિદ્યા પામેલા સંતો પણ હાજર રહયા હતા. સમગ્ર દેશમાંથી મોટા ઉદ્યોગપતિ, શિક્ષણ, મેડિકલ અને અન્ય વ્યવસાયિક ક્ષેત્રે સંકળાયેલા અગ્રણીઓ પણ હાજર રહયા હતા.
આ કાર્યક્રમમાં પ.પૂ. મૂર્ધન્ય વિદ્વાન મુનિ ધુરંધરવિજયજી મ. સા. પૂ.આ.ભ. પુણ્ડરીકરત્નસૂરિજી મહારાજા, ૫. પૂ.પં. પ્રવર ધર્મઘોષવિજયજી મહારાજા સ્વામી ઉપસ્થિત રહયા હતા. સમગ્ર આયોજન નો મુખ્ય લાભ ગીરાબેન પ્રદીપભાઈ, ધરા, કજરી, દેવીના ચોકસી પરિવારે લીધો હતો. નિમંત્રક લક્ષ્મીવર્ધક જૈન સંઘ, સિદ્ધિ- જમ્બૂ પરિવાર, ડૉક્યુમેન્ટ્રીના લાભાર્થી શ્રીમતી હિનાબેન ધીરજભાઈ ધરોડ પરિવારે લીધો હતો.
મુખ્ય અતિથિ વિશેષ તરીકે શ્રીમાન મહાસુખ ભાઈ શાન્તિલાલ અદાણી, શ્રીમાન વિનોદભાઈ શાંતિલાલ અદાણી, શ્રીમાન્ વસંતભાઈ શાંતિલાલ અદાણી, શેઠ સંવેગભાઈ લાલભાઈ શાહ, પદ્મશ્રી ડૉ. શ્રી સુધીરભાઈ બી. શાહ, શેઠ શ્રીયકભાઈ અરવિંદભાઈ શાહ, મહેતા સુધી૨ભાઈ ઉત્તમભાઈ (ટોરેંટ), પદ્મશ્રી ડૉ. કુમારપાલભાઇ દેસાઇ, પંડીતવર્યશ્રી જીતેન્દ્રભાઈ બી. શાહ, વિદુષી સાધ્વીજીશ્રી શિલાપીજી-વિરાયતન હાજર રહયા હતા.