શું આપણે કશું નવું ન કરી શકીએ ?

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

જયા લગ્ન પછી તેનાં સાસુ સસરા સાથે સરસ રીતે સેટ થઇ ગઇ હતી. તેનો પતિ હરેશ પણ મઝાનો માણસ હતો. એ એની મમ્મીની દરેક વાત માનતો પણ  સાથે સાથે એની પત્ની જયાને પણ વિશ્વાસમાં  લઇ લેતો જેથી એને એમ ન થાય કે સાસરીમાં એના પર બધા નિર્ણય  ઠોકી બેસાડવામાં જ આવે છે. જો કે જયાની મમ્મી કે એનાં  સાસુ વગેરે જ્યારે પરણીને સાસરે આવ્યાં હશે એટલે કે આજથી ત્રીસ કે પાંત્રીસ વર્ષ પહેલાંની સ્થિતિ  ઘણી જૂદી હતી. ત્યારે તો વહુને ખાસ કંઇ કહેવાનો કે કરી બતાવવાનો  અવકાશ જ નહતો. સાસુ સસરા કે પતિદેવની આજ્ઞા પાળી બતાવે તે જ વહુ ઉત્તમ એવું કશુંક ગણિત હતુ. અને એવા ગણિત નો દાખલો આપીને દરેક સાસુ પોતાની સાસુને કેવી રીતે અને કેટલું માન સમ્માન આપતી તેની વાતો કહીને ગૌરવ લેતી હતી.

હશે ભાઇ, સમય સમયની વાત છે. આજે તો મોટે ભાગે બધે જ આમૂલ પરિવર્તન આવી ગયું છે. ઘરમાં દીકરી અને વહુનો પહેરવેશ સરખો  જ હોય છે. અજાણ્યા માણસને તો બંને દીકરીઓ કે વહુઓ જ લાગે. જયાની એક મોટી નણંદ હતી તે પરણીને સાસરે હતી. તેને બે બાળકો હતાં, તેના પતિ અર્થાત આ ઘરના જમાઇને સારી નોકરી પણ હતી. જયાનો પતિ હરેશ પણ હમણાં જ ગુજરાત સરકારની સેવામાં જોડાયો હતો. જયાના લગ્ન પછી છ માસ બાદ તેની નણંદ રસીલા પોતાના પિયર આવી. તેની મમ્મી અને ભાભી જયા વચ્ચેના સુમેળ ભર્યા સંબંધોથી તેને સ્ત્રી સહજ થોડી નવાઇ ઉપજી.

— ” શું મારી મમ્મીને વહુને દાબમાં રાખવાનું આવડતું જ નથી કે ??”

— ” આ ભાભી રૂપાળી છે એટલે ભાઇ તો એની પાછળ લટ્ટુ  જ બની ગયો હશે એટલે મમ્મીની કોઇ વાત કાને જ ક્યાંથી ધરવાનો?”

— “અને મારા પપ્પા તો ગરીબ ગાય જેવા છે એમને તો આજની વહુઓ તો ગળી જ જાય હોં..”

— “ના ચાલે, ના જ ચાલે, બિલકુલ ન ચાલે… મારે મારી મમ્મીને કંઇક શીખવાડવું જ પડશે.. ”

રસીલાના મનમાં  મમ્મી પ્રત્યેની સહાનુભૂતિને લીધે આવા જાત જાતના વિચારો આવી ગયા. એને તો એમ જ થયું કે મારી મમ્મી બિચારી વહુના દબાણમાં  આવી ગઇ છે. એને માટે કંઇક વિચારવું જ પડે.. એ તો જયા ક્યાંક બહાર જાય એની વાટ જ જોતી હતી, ને એ તક એને મળી ગઇ. એ આવી હતી એના બે દિવસ પછી જયાને પણ એના પિયરમા જવાની ઇચ્છા હતી તો મમ્મી અને હરેશે તેને તેના પિયર મોકલી આપી..

— ” હાશ હવે મમ્મીને બધું જ શીખવાડી દઇશ.” એમ વિચારીને રસીલાએ એ જ રાત્રે મમ્મી સાથે પેટ ભરીને બધી ખુલ્લે આમ ચર્ચા કરી લીધી. એને એની સાસુએ કેવી રીતે રાખી છે તે ઉપરાંત અડોશમાં કે પડોશમાં નવી પરણીને આવેલી વહુઓને સાસુઓ કેવી રીતે સત્કાર કરે છે તેનાં જીવંત ઉદાહરણ પણ સંભળાવ્યાં…તેનાં મમ્મીએ દીકરીની બધી વાતો દલીલો અને દાખલા બધુ જ એકચિત્તે શાન્તિથી સાંભળી  લીધું, પછી થોડી વાર ઉંડો વિચાર કરીને બોલ્યાં,

” બેટા, તારી વાતો મારે માટે કાંઇ નવી નથી, સાસુએ વહુને દાબમાં કેવી રીતે રાખવી એ કંઇ મને ના આવડે એવું નથી, પરંતુ દરેક સાસુએ પરા પૂર્વથી ચાલી આવતી પધ્ધતિ મુજબ જ જીવવાનું છે ? શું કોઇ સાસુ કશો નવો ચીલો ન ચાતરી શકે ? બધે ઘેર થાય છે એવું જ મારે ઘેર થાય એના કરતાં  કશું ક નવું અને વધારે સારું તથા સહુને ગમે એવું કશુંક કરીએ તો એમાં ખોટું ય શું છે ? તને તારી સાસુએ જેમ રાખી એમ જ મારે  પણ મારી વહુને રાખવી એવું  કઇ ચોપડીમાં લખ્યું છે ??  બેટા તું મારી ચિંતા છોડ અને તારું ઘર સારી રીતે સંભાળજે, તારી ભાભી જયા જેવી વહુ કદાચ બહુ ઓછી સાસુઓને મળે છે એમ મને તો લાગી રહ્યું છે…. અને જો હું તો બેટા એવું પણ  કહીશ કે કદાચ સાસરે આવતી દરેક વહુ સમજ્દાર,સહનશીલ શિખાઉ અને નવી તેમ જ સાસરાથી અજાણી  જ હોય છે, આવા સમયે જો એની સાસુ એને સાસુપણાનો મોહ છોડીને સહાનુભૂતિ બતાવી જો સાચવી લે તો પછી કશો જ પ્રોબ્લેમ આવતો જ નથી…. ”

રસીલા તેની મમ્મીની આવી લાંબી  લચ પણ વિચાર્માં મૂકી દે એવી સલાહ સાંભળી એક્દમ તાજુબ થઇ ગઇ…. એને પોતાના જયા ભાભી અને મમ્મી વિશેના હલકા વિચારો બદલ પસ્તાવો થયો, પન એ હવે શું કરી શકે એમ હતી ?? છતાં એની મમ્મીએ એને છેલ્લી સલાહ આપીકે,

” જો બેટા આજે તો તેં મને આ વાત કરી એ કરી પણ હવે પછી બીજે ક્યાં ય આ વાત ખોલતી જ ના…હોં ”

રસીલા તો મમ્મીની વાત અને વહુ પ્રત્યેનું વર્તન જોઇને સ્તબ્ધ જ રહી ગઇ..

 

  • અનંત પટેલ

anat e1526386679192

Share This Article

Fatal error: Uncaught ErrorException: md5_file(/home/khabarp/public_html/wp-content/litespeed/css/067207d0e2e2e041f4b460079be18962.css.tmp): failed to open stream: No such file or directory in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php:151 Stack trace: #0 [internal function]: litespeed_exception_handler(2, 'md5_file(/home/...', '/home/khabarp/p...', 151, Array) #1 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php(151): md5_file('/home/khabarp/p...') #2 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(843): LiteSpeed\Optimizer->serve('https://khabarp...', 'css', true, Array) #3 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(334): LiteSpeed\Optimize->_build_hash_url(Array) #4 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(264): LiteSpeed\Optimize->_optimize() #5 /home/khabarp/public_html/wp-includes/class-wp-hook.php(324): LiteSpeed\Optimize->finalize in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php on line 151