વિશ્વના જુદા જુદા દેશોમાં ગન કલ્ચરને લઇને હાલમાં ભારે ચર્ચા રહી છે. અમેરિકા સહિતાના કેટલાક દેશો ખુલ્લી રીતે ગન કલ્ચરને ટેકો આપી ચુક્યા છે ત્યારે તેમના વિરોધમાં પણ કેટલાક દેશ આગળ આવ્યા છે તે બાબત સ્વાગતરૂપ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બંદુક સંસ્કૃતિ અથવા તો ગન કલ્ચરના સમર્થનમાં હાલમાં આપવામાં આવેલુ નિવેદન ચોક્કસપણે શરમજનક અને વખોડવાલાયક નિવેદન છે. બીજી બાજુ આ નિવેદનને લઇને ખાસ કરીને ફ્રાન્સ અને બ્રિટનમાં ટ્મ્પની કરવામાં આવેલી નિંદા સ્વાગતરૂપ છે. દુનિયાના જાગૃત દેશો ટ્મ્પના નિવેદનની જોરદાર ટિકા કરી રહ્યા છે.
આવા નિવેદનની ટિકા કરવામાં આવે તે જરૂરી પણ છે. થોડાક સમય પહેલા અમેરિકી પ્રમુખે અમેરિકાની રાષ્ટ્રીય રાઇફલ એસોસિએશનની બેઠકમાં ગન કલ્ચરની વાત કરીને તમામને ચોંકાવી દીધા છે. ગન લોબીને ખુશ કરનાર નિવેદન આપવા બદલ ટ્રમ્પની ચારેબાજુ ટિકા થઇ રહી છે. ટ્રમ્પે કહ્યુ છે કે ફ્રાન્સમાં જો ઉદાર નિયમ રહ્યા હોત તો વર્ષ ૨૦૧૫મા ફ્રાન્સને ત્રાસવાદી હુમલાનો સામનો કરવો પડ્યો ન હોત. સાથે સાથે ટ્રમ્પે એમ પણકહ્યુ હતુ કે લંડનમાં છુરાબાજીની ઘટના એટલા માટે થાય છે કે ત્યાંના લોકો પાસે બંદુક નથી. ચિંતાની વાત એ છે કે જે દેશમાં બંદુક સંસ્કૃતિના કારણે પ્રતિ એક લાખની વસ્તી પર દર વર્ષે સરેરાશ ૨૩થી વધારે લોકો ઘાયલ થાય છે અને સરેરાશ ૧૦ લોકોના મોત થાય છે તે દેશના પ્રમુખ દુનિયાના દેશોમાં પણ બંદુક સસ્કૃતિને પ્રોત્સાહન આપવા ઇચ્છે તે શરમજનક નિવેદન છે. અમેરિકામાં સામાન્ય રીતે દર બીજી વ્યÂક્ત પાસે ગન અથવા તો બંદુક છે. જેટલા લોકો ગનના કારણે નરસંહારનો શિકાર થાય છે તેના કરતા બે ગણા લોકો બન્દુક સરળ રીતે ઉપલબ્ધ થતા આત્મહત્યા કરી લે છે. આંકડા ચોક્કસપણે ચોંકાવનારા છે. છેલ્લા ૧૭ વર્ષના ગાળામાં અમેરિકી સ્કુલમાં ગન કલ્ચરના કારણે ૨૩ નરસંહાર થયા છે. એમ લાગે છે કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પે આ દર્દનાક ઘટનાઓથી કોઇ પણ બોધપાઠ લીધા વગર આગળ વધવાની નીતિ અપનાવી છે.
દરેક ભારતીય લોકો અમેરિકાની નિતીથી સામાન્ય રીતે પ્રભાવિત રહે છે. જેથી અમને વધારે સાવધાન રહેવાની જરૂર છે. થોડાક દિવસ પહેલા કસૌલીમાં એક અતિક્રમક ધારીએ અધિકારીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હરિયાણામાં ૧૨માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને ગોળી મારી દીધી હતી. આ વધતા ખતરાને સમજી લેવાની તાકીદની જરૂર છે. બન્દુકો વેચી દેવા માટેની રણનિતીને રોકવાની જરૂર છે. બર્બર કાવતરાને રોકવાની જરૂર છે. દરેક દેશ અને સમાજને સમજી લેવાની જરૂર છે કે હવે એવી કોઇ પ્રવૃતિ આગળ વધવી જાઇએ નહી જેના કારણે હથિયારોના વેચાણને પ્રોત્સાહન મળી શકે છે. અમેરિકાના હથિયારના પ્રેમ પર તમામ દેશો સાથે મળીને બ્રેક મુકે તે જરૂરી છે. અમેરિકાના વર્તનની ટિકા કરવા માટે પણ વિશ્વના દેશો આગળ આવે તે જરૂરી છે. શાંતિની ખાતરી કરવાની દિશામાં દેશો આગળ વધે તે જરૂરી છે. જેથી હથિયારોની જરૂર પડશે નહી. ગન કલ્ચરના કારણેજ અમેરિકામાં નરસંહાર પણ વારંવાર થાય છે.