અમારા તમામના ફેવરિટ લેખક, કવિ, શાયર ગુલજારના જન્મદિવસની ૧૮મી ઓગષ્ટના દિવસે એટલે કે ગઇકાલે ઉજવણી કરવામા આવી હતી. ગુલજાર ૮૬માં વર્ષમાં પ્રવેશ કરી ચુક્યા છે. તેમની લોકપ્રિયતા સાહિત્ય, કવિ અને શાયરોમાં આજે પણ એટલી જ રહેલી છે. ગુલજારમાં એટલી બધી જુદી જુદી પ્રતિભા રહેલી છે કે તેમને કોઇ એક વ્યક્તિત્વમાં બાંધી શકાય તેમ નથી. તેમના કોઇ પણ કાર્યક્રમમાં ચાહકો તેમના જાદુથી બચી શકે તેમ નથી. સામાન્ય રીતે બિલકુલ સફેદ કલરના કુરતા અને પાયજામાં રહેનાર ગુલજાર ખુબ જ સાલિન અને સંજીદા વ્યક્તિ તરીકે છે. એ પાઠશાળા જેને જીવન કહેવામાં આવે છે તેમાં તેમની કુશળતા ખાસ રહેલી છે. તેમના લેખનને એક પહાડી નદી સમાન ગણી શકાય છે.
જે નક્કી કરાયેલા કિનારા વચ્ચે વહેતી નથી. તે સમયની સાથે પોતાના કિનારા બનાવે છે અને રસ્તો બદલી લે છે. તેમના દ્વારા લખવામાં આવેલા ખુબસુરત ગીતો ચાહકોના દિલોગિમાગ પર છે અને હમેંશા રહેશે. સરદાર સંપૂર્ણ સિંહ કાલરા ઉર્ફે ગુલજારનો જન્મ આજના પાકિસ્તાનના ઝેલમ જિલ્લામાં ૧૮મી ઓગષ્ટ ૧૯૩૪ના દિવસે થયો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે જે ભાગલા પડ્યા તેની પ્રતિકુળ અસર તેમના પર થઇ હતી. કેટલાક વર્ષો સુધી તેમને રાત્રી ગાળામાં ભયાનક ડરાવી દે તેવા સપના આવતા હતા. તેમના લેખન પર પંજાબી, ઉર્દુ, સાહિત્ય અને સંસ્કૃતિને વધારે જોઇ શકાય છે. કદાચ આ ખુબ ઓછા લોકો જાણે છે કે ફિલ્મોમાં આવતા પહેલા ગુલજાર એક ગેરેજમાં પેન્ટર તરીકે હતા. તેમને ૧૯૬૩માં ફિલ્મ બંદિની મારફતે એક ગીતકાર તરીકે એન્ટ્રી મળી હતી. બંદિની બાદ તેઓ નિર્દેશક બિમલ રોયની સાથે સહાયક બની ગયા હતા. જ્યારે ગુલજારે શરૂઆતમાં આડેધડ બોલવાળા ગીતો અને બંધનમુક્ત સાયરી અને કવિતાઓનો પ્રયોગ શરૂ કર્યો ત્યારે તે વખતના રૂઢીવાદી લોકોને ગુલજારના ગીતો પસંદ પડ્યા ન હતા. આ પ્રકારના લોકોએ ગુલજારની કવિતા અને ગીતોની મજાક કરી હતી.
પરંતુ લીકથી હટીને દિલોદિમાગ પર પહોંચી જનાર તેમના લેખનની લોકપ્રિયતા ધીમે ધીમે વધવા લાગી ગઇ હતી. ટુંક સમયમાં જ ચાહકોના દિલોદિમાગ પર તેમના ગીતો છવાઇ ગયા હતા. ધીમે ધીમે ગુલજારે ફિલ્મોમાં પોતાની એક અલગ જગ્યા ઉભી કરી હતી. તેમના પર બંગાળી સાહિત્યની અસરને પહેલાથી જ જોઇ શકાય છે. ગુલજાર રવિન્દ્રનાથ ટેગોરથી ખુબ પ્રભાવિત રહ્યા છે. તેઓ બિમલ રોય અને રિશિકેશ મુખર્જીની નિર્દેશન તરીકેની કુશળતાથી પણ ખુબ પ્રભાવિત રહ્યા છે. તેમની પત્નિ રાખી મજુમદાર પણ બંગાળી છે. ૧૫મી મે ૧૯૭૩ના દિવસે તેમના લગ્ન થયા હતા. ડિસેમ્બર ૧૯૭૩માં તેમની પુત્રી મેઘના ગુલજારનો જન્મ થયો હતો. તેના એક વર્ષ બાદ ગુલજાર અને રાખી વચ્ચે ખેંચતાણની શરૂઆત થઇ હતી. રાખી ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક હતી. પરંતુ ગુલજાર રાખી ફિલ્મમાં કામ કરે તેમ ઇચ્છતા ન હતા. ફિલ્મ આંધીના શુટિંગ દરમિયાન રાખી ગુલજારની સાથે કાશ્મીરમાં હતી. ત્યારે યશ ચોપડા રાખીને સાઇન કરવા માટે પહોંચી ગયા હતા. કભી કભી ફિલ્મ માટે સાઇન કરવા પહોંચ્યા હતા. રાખીએ પોતાના પતિના વિરોધ છતાં આ ફિલ્મ સાઇન કરી હતી. આની સાથે જ બંને વચ્ચે અલગતાની શરૂઆત થઇ ગઇ હતી.
જો કે પુત્રીના કારણે બંનેએ ક્યારેય સત્તાવાર રીતે તલાક લીધા નથી. ગુલજાર હવે પોતાના જીવનના ઉતરાર્ધમાં બાળકો માટે ખુબ શાનદાર પુસ્તકો લખી રહ્યા છે. વર્ષ ૧૯૭૩માં આવેલા ફિલ્મ કોશિશ બાદ તેમના મુક બધીર લોકો સાથે નજીકના સંબંધ થઇ ગયા હતા. ત્યારબાદથી લઇને હજુ સુધી ગુલજાર તેમની સહાયતામાં સક્રિય રહે છે. એનજીઓના બાળકોને દત્તક પણ લીધા છે. હિન્દી ફિલ્મ જગતમાં શાનદાર ગીતકાર, લેખક કવિ તો ખુબ આવ્યા છે પરંતુ લોકોના મનમાં બેસી જવાની બાબત તમામ માટે સરળ નથી. ગુલજાર એ એવા ગીતકાર છે જેમના ગીતો ચાહકો તેમની પાસે રાખે છે.