વસ્ત્રાપુર ખાતે આયોજિત આ ઇવેન્ટમાં આશરે 20 થી 25 હાજર લોકોનો ફૂટફોલ રહેવાની આશા
ગુજરાજ ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા અમદાવાદમાં 29મી માર્ચથી 2 એપ્રિલ દરમિયાન અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે અનોખો હોળી મિલન સમારોહ , પાંચ દિવસે મેળા નું આયોજન કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મારવાડી સમાજ માટે હોળીનો તહેવાર એ નવા વર્ષ જેવો છે અને રાજસ્થાન સ્થાપના દિવસ પણ હોવાના કારણે આ ફાઉન્ડેશન અનેક કાર્યક્રમો લઈને આવ્યા છે. સંસ્થા 11 વર્ષથી કાર્યરત છે અને તેમનો ઉદ્દેશ ફક્ત મારવાડી સમાજના જ નહિ પરંતુ દરેક સમાજના લોકો ભેગા મળે તે માટેનો છે. આ ઇવેન્ટમાં આશરે 20 થી 25 હાજર લોકોનો ફૂટફોલ રહેવાની આશા છે. આ કાર્યક્રમના સંયોજક શ્રી નરેન્દ્ર પુરોહિત છે.
5 દિવસ દરમિયાનના આ મેળામાં 100 જેટલાં સ્ટોલ્સ હશે જેમાં, ગૃહ અને કુટિર ઉદ્યોગની બહેનો તથા કારીગરોને રોજગારી આપવા માટે રાજસ્થાનના વિવિધ ઉત્પાદકોનું પ્રદર્શન તથા વેચાણ માટેનું પણ આયોજન કરાશે. 29મી માર્ચે આ કાર્યક્રમનું ઉદ્ધાટન થશે. 30મી માર્ચના રોજ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પ્રદર્શન થશે જેમાં રાજસ્થાનનો પ્રચલિત ગૈર ડાન્સ, કાલબેલીયા ડાન્સ, રંગારંગ સાંસ્કૃતિક સંધ્યા ,ફોક ડાન્સ પણ પ્રસ્તુત કરવામાં આવશે. અનેક નામાંકિત કલાકારો પોતાની કળા દર્શાવશે જેમાં રાજવર્દન સુથાર અને તેમની ટીમ પણ ઉપસ્થિત રહેશે.
આ 5 દિવસ દરમિયાન સર્વ રોગ મેડિકલ કેમ્પ, રક્તદાન કેમ્પ ,ફ્રી ચશ્મા વિતરણ વગેરે પણ રહેશે અને 31મી માર્ચે ખાસ હાઉસી ગેમ રમવાનું આયોજન કરાયું છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન, કવિ સંમેલન, મહેંદી સ્પર્ધા, ચિત્રકલા સ્પર્ધા સહિતના પણ અનેક આકર્ષણો હશે. આ સ્નેહ મિલન મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય “હમારી સંસ્કૃતિ હમારા ગૌરવ” છે જે આપણા ભારતીય સાંસ્કૃતિક વારસાને આગળ ધપાવવા માટે મહત્વપૂર્ણ છે. અન્ય ખાસ આકર્ષણની વાત એ છે કે 1લી એપ્રિલના રોજ શીતળા સાતમના પાવન અવસર પર મહિલાઓ માટે ખાસ ગોલગપ્પા કોમ્પિટિશનનું આયોજન કરાયું છે જેમાં રાજા- રજવાડાઓ ઉપસ્થિત રહેશે.
2જી એપ્રિલના રોજ વિસરાતી વાનગીઓની સ્પર્ધાનું આયોજન કરાયું છે. ઉપરાંત રાષ્ટ્ર રક્ષા યજ્ઞ અને ગૌમાતાની પૂજા વગેરેથી આ કાર્યક્રમ યાદગાર બની રહેશે. આમ જ રાજસ્થાનની સાફા પ્રદર્શન પણ લોકો નું ધ્યાન ખેંચશે. લાઈવ કુંભાર મટકા ઘડશે, લાઈવ વલોણું તથા સંસ્કૃતિનું પ્રદર્શન રહેશે
દરેક દિવસ દરમિયાન કેન્દ્રીય અને રાજસ્થાન તથા ગુજરાતથી વિશેષ મહેમાનો પધારશે. કાર્યક્રમની ભવ્ય અને દિવ્ય ” હમારી સંસ્કૃતિ, હમારા ગૌરવ ” માટે સમાજના અગ્રણીઓએ સંપૂર્ણ તૈયારીઓ કરી છે.