ઇલેક્ટ્રો-હોમિયોપેથીના સ્થાપક ડૉ. કાઉન્ટ સીઝર મેટીની ૨૧૭મી જન્મજયંતિ નિમિત્તે ન્યૂ ગુજરાત ઇલેક્ટ્રો-હોમિયોપેથિક મેડિકલ પ્રેક્ટિશનર્સ એસોસિયેશન (NGEHMPA) દ્વારા રાજ્યસ્તરીય વૈજ્ઞાનિક સંમેલન અને સન્માન સમારોહ *‘GUJEHCON-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી **૧૧ જાન્યુઆરી, ૨૦૨૬ (રવિવાર)*ના રોજ મેહન્દી નવાબ જંગ ઓડિટોરિયમ, પાલડી, અમદાવાદ ખાતે યોજાશે.
કાર્યક્રમની શરૂઆત સવારે ૧૧:૦૦ કલાકે સ્નેહભોજન સાથે થશે. બપોરે ૧૨:૩૦ થી ૦૧:૩૦ દરમિયાન અતિથિ વિશેષ તેમજ દેશભરના શ્રેષ્ઠ અને અનુભવી ઇલેક્ટ્રો-હોમિયોપેથી ચિકિત્સકોનો સન્માન સમારોહ યોજાશે.
બપોરે ૦૨:૦૦ થી ૦૫:૦૦ દરમિયાન યોજાનારા વૈજ્ઞાનિક સત્રોમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા નિષ્ણાતો દ્વારા ઇલેક્ટ્રો-હોમિયોપેથીની વૈજ્ઞાનિક પદ્ધતિ, આધુનિક જીવનશૈલીના રોગોમાં તેની અસરકારકતા, સંશોધન આધારિત કેસ સ્ટડી તથા ભવિષ્યની સંભાવનાઓ પર વિગતવાર રજૂઆતો કરવામાં આવશે.
આ સંમેલનનો મુખ્ય હેતુ ઇલેક્ટ્રો-હોમિયોપેથી પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાનો તેમજ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં તેની ભૂમિકા અંગે સરકાર અને નીતિનિર્માતાઓનું ધ્યાન દોરવાનો છે. NGEHMPA દ્વારા આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં તમામ મીડિયા પ્રતિનિધિઓને ઉપસ્થિત રહી કાર્યક્રમને વ્યાપક જનસમુદાય સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવી છે.
