ગુજરાતની નંબર ૧ ગૅસ્ટ્રો હોસ્પિટલ, ગેસ્ટ્રોપ્લસની ત્રીજી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો બોપલ ખાતે પ્રારંભ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ગેસ્ટ્રોપ્લસ દ્વારા શહેરમાં તેની ત્રીજી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો  પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવીન હોસ્પિટલ આમ્રપાલી એક્ઝિયમ, સરદાર પટેલ રિંગ રોડ, બોપલ આબલી રોડ જંક્શન ખાતે આવેલ છે. ગેસ્ટ્રોપ્લસ  દ્વારા ઉદ્ઘાટિત કરાયેલી આ હોસ્પિટલ શહેરમાં તેમની ત્રીજી હોસ્પિટલ છે, આ પહેલા વસ્ત્રાપુર અને બાપુનગર ખાતે તેની બે સ્પેશ્યાલિટી હોસ્પિટલ છેલ્લા ૬ વર્ષથી કાર્યરત છે.

 ગેસ્ટ્રોપ્લસ સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે અનુભવી ડોક્ટર્સની ટીમ દર્દીઓના સ્વાસ્થ્યની કાળજી માટે ઉપલબ્ધ છે. આ અનુભવી ગેસ્ટ્રો ડોક્ટર્સની ‘ગેસ્ટ્રોપ્લસ ટીમ’માં ડૉ. સંદીપ શાહ, ડૉ. રવિન્દ્ર ગાધે, ડૉ. રામ પરિહાર, ડૉ. કુણાલ ભારદ્વાજ, ડૉ. મયુર પટેલ અને ડૉ. રશેષ સોલંકીનો સમાવેશ થાય છે કે જેમણે દોઢ લાખ  કરતા વધારે દર્દીઓની સારવાર અને એક લાખથી વધુ નાના મોટા ઓપેરશન સાથે અમદાવાદને સેવા પુરી પાડેલ છે.

બોપલ ખાતેની પોતાની સ્પેશ્યાલિટી હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે ગેસ્ટ્રોપ્લસએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું, “ગેસ્ટ્રોપ્લસની સફર વર્ષ 2017 માં એક ખાસ ગેસ્ટ્રોએન્ટરોલોજી ક્લિનિક વિકસાવવા માટેના વિઝન સાથે શરૂ કરવામાં આવી હતી, જે સૌથી વધુ નૈતિક અને વ્યાજબી સમગ્ર અમદાવાદને  વ્યાપક સ્વાસ્થ્ય સંભાળ પૂરી પાડે છે. આ યાત્રા દરમિયાન અમે પૂર્વ અમદાવાદમાં કોમ્પ્રેહેન્સિવ સેન્ટર, ગૅસ્ટ્રો  કેર માટે નવી પદ્ધતિઓની શરૂઆત, વિશ્વ સ્તરની સુવિધાઓ સાથે અદ્યતન ગૅસ્ટ્રો સર્જરી વિભાગ સહિત અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. 

હવે પોતાના સપનાને સાકાર કરતા અમે બોપલ અને તેની આસપાસના જરૂરિયાતમંદ દર્દીઓને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સંભાળ પુરી પાડવાના ઉદ્દેશ સાથે નવી આધુનિક અને સમર્પિત સ્પેશ્યાલિટી હોસ્પિટલ સાથે આવી રહ્યાં છે. અમારૂં આ નવું સાહસ દર્દીઓને અનુભવી ગેસ્ટ્રો ડોક્ટર્સની ટીમ હેઠળ ઉચ્ચ સ્તરીય સારવાર પુરી પાડશે. અમારા વિઝનના માધ્યમથી અમે અહીં બોપલ ખાતે દર્દીઓની અપેક્ષા પર ખરા ઉતરવા માટે હંમેશા કાર્યરત છીએ.”

આ સાથે અન્નનળી, જઠર, આંતરડા, લિવર, પિત્તાશય તથા સ્વાદુપિંડ જેવા પેટના દરેક ભાગની તમામ સારવાર અને ઓપરેશન માટે અમદાવાદની એક માત્ર ભરોસાપાત્ર હોસ્પિટલ એટલે ગેસ્ટ્રોપ્લસ.

Share This Article