અમદાવાદઃ વિ-હેલ્પ ફાઉન્ડેશન, જે ઘણાં વર્ષોથી અનેકવિધ સામાજીક કાર્યો થકી સમાજ સેવામાં કાર્યરત છે તેના દ્વારા અમદાવાદ ખાતે કેન્સરપીડિત અને જરૂરિયાતમંદ બાળકો માટે ચેરીટી શો – ગુજરાતી નાટક દીકરી નં.૧નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેરીટી શો દ્વારા એકત્રિત કરાયેલ ભંડોળ કેન્સરપીડિત અને જરૂરિયાતમંદ બાળકો માટે ખર્ચ કરવામાં આવશે. વિ-હેલ્પ ફાઉન્ડેશન દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં દાતાઓ સહિત વિશાળ સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થા દ્વારા આયોજીત સ્ત્રીશસક્તિકરણની થીમને રજૂ ગુજરાતી નાટક દિકરી નં.૧ના ચેરીટી શોની પ્રારંભ સંસ્થાપકોના માતા-પિતાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો, ત્યાર બાદ અર્પણ સંસ્થાના સ્થાપક સ્વ. રમેશ અમીનને શ્રદ્ધાજંલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિ-હેલ્પ ફાઉન્ડેશનના સંસ્થાપક સચિન શાહે જણાવ્યું હતું કે સર્વે પ્રથમ હું સંસ્થા દ્વારા આયોજીત આ ચેરીટી શોને સફળ બનાવવા માટે તમામ દાતાઓ અને સ્વયંસેવકોનો હાર્દિક આભાર વ્યક્ત કરૂં છું. છેલ્લા આઠ વર્ષથી અમે કેન્સર પીડિત અને જરૂરિયાતમંદ બાળકોના લાભાર્થે ચેરીટી શોનું આયોજન કરી રહ્યાં છીએ. આ ઉપરાંત સંસ્થા દ્વારા પ્રોજેક્ટ વાત્સલ્ય, પ્રોજેક્ટ વિદ્યા, પ્રોજેક્ટ અન્નપૂર્ણા જેવા અનેક પોજેક્ટ કાર્યરત છે. આગામી કાર્યક્રમ પ્રોજેક્ટ વિદ્યા અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં શાળામાં ભણતા જરૂરિયાતમંદ બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવશે.
“વિ-હેલ્પ ફાઉન્ડેશનને પોતાનું સમર્થન આપવા માટે દાતાઓની વિશેષ ઉપસ્થિતિ પ્રેરણાદાયક રહી. સમાજના જરૂરિયાતમંદ અને કેન્સર પીડિત બાળકોના લાભાર્થે આ ચેરીટી શો થકી આવકનો ઉપયોગ કરવામાં આવે છે, જે પૈકી ઓગસ્ટ મહીનામાં આવતા ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કેન્સરગ્રસ્ત બાળકો સાથે કરતાં હોઇએ છીએ. આ ઉપરાંત પ્રોજેક્ટ વિદ્યા અંતર્ગત અમે આર્થિક રીતે પછાત બાળકોને નોટબુક-ચોપડા વિતરણ કરતાં હોઇએ છીએ.” – તેમ વિ-હેલ્પ ફાઉન્ડેશનના સંસ્થાપક નીરવ શાહે જણાવ્યું હતું.
આ પ્રસંગે વંડર સિમેન્ટ તરફ બોલતા કૃણાલ પટેલે જણાવ્યું કે હું વિ-હેલ્પ ફાઉન્ડેશનના કાર્યને બિરદાવું છું. આજના વ્યસ્ત જીવનમાં સામાજીક કાર્યો માટે સમય ફાળવી તેઓ પોતાની ફરજ નીભાવી રહ્યાં છે. ૧૦૦થી વધુ સ્વયંસેવકો ધરાવતી આ ટીમના ઉત્સાહને હંમેશા અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે.
આ કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્યમાં પોતાનું પ્રદાન આપનાર લેખકો અને કવિયોનું પણ સમ્માન કરવામાં આવ્યું હતું. ખાસ રીતે ઉપસ્થિત રહેલા લેખક પ્રશાંત સાળુંકે, કવિયત્રી પૂર્ણિમા ભટ્ટ, પ્રેરણાદાયક નીરવ શાહ અને આદિત શાહને સમ્માનપત્ર એનાયત કરી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વિશાળ સંખ્યામાં પ્રેક્ષકોએ નાટકની મજા માણી હતી પ્રસ્તુત છે કેટલાંક અંશોઃ-