અમદાવાદ : ગુજરાતમાં ફુલગુલાબી ઠંડીના માહોલ વચ્ચે કોલ્ડવેવની કોઈ ચેતવણી જારી ન થતા લોકોએ રાહત અનુભવી છે પરંતુવ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આનો મતલબ એ થયો કે ઉત્તરાયણ પર્વની આસપાસ તીવ્ર ઠંડીનો ચમકારો લોકો અનુભવ કરશે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૧૦.૨ ડિગ્રી રહ્યું હતું. જ્યારે રાજ્યમાં સૌથી વધારે ઠંડીનો અનુભવ પાટનગર ગાંધનગરમાં રહ્યો હતો. જ્યાં પારો ૯.૬ ડિગ્રી રહ્યો હતો. અન્યત્ર વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નજીવા ફેરફારની સ્થિતિ જાવા મળી હતી. અમદાવાદ શહેરમાં આવતીકાલે મહત્તમ તાપમાન આંશિક રીતે ઘટી શકે છે અને પારો ૧૦ની આસપાસ રહી શકે છે. આજે અમદાવાદમાં સવારમાં ધુમ્મસના વાતાવરણના લીધે માહોલ વરસાદી રહ્યો હતો. જાકે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો હતો.
આજે રાજ્યના વિવિધ ભાગોમાં લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો વલસાડમાં ૧૦.૬, દીવમાં ૧૦.૨, મહુવામાં ૧૧ અને નલિયામાં ૧૨.૩ ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા. અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જાવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વ†ોમાં નજરે પડે છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી ઘટવાના સંકેત છે.
તીવ્ર ઠંડીનો ચમકારો સવારમાં ફરીવાર અનુભવાયો હતો. હાલમાં નીચલી સપાટી પર ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. નવા વર્ષની શરૂઆત થયા બાદ ૧૪મી જાન્યુઆરી પછી ઠંડીના પ્રમાણમાં ધીમે ધીમે ઘટાડો થશે અને લોકોને રાહત થશે. હાલમાં ઉત્તર ભારત જારદાર ઠંડીના સકંજામાં આવેલું છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. હવામાન વિભાગ તરફથી ચેતવણી જારી કરાયા બાદ ઠંડીને લઈને લોકો સજ્જ છે. હવામાન વિભાગના કહેવા મુજબ હાલમાં નિચલી સપાટી ઉપર ઉત્તર પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. વાદળછાયુ વાતાવરણ પણ નથી. ફુલગુલાબી ઠંડી વચ્ચે લોકો હાલમાં મજા માણી રહ્યા છે. ઠંડીના પ્રમાણમાં એકાએક અમદાવાદ શહેરમાં ઘટાડો નોંધાયો છે. અલબત્ત સવારમાં ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે પરંતુ એકંદરે ઠંડી ઘટી છે.