ગુજરાત યુનિવર્સિટીની યુજી અને પીજીની સેમેસ્ટર ૨ ,૪ અને ૬ની રેગ્યુલર પરીક્ષાઓ ૧૦મી એપ્રિલથી શરૂ થતી હતી. ગુજરાત યુનીવર્સીટીએ પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે અને ત્રણેય તબક્કાની પરીક્ષાઓ થોડા દિવસ પાછી ઠેલાઈ છે.
ગુજરાત યુનિ. દ્વારા અગાઉ જાહેર કરેલ પરીક્ષા કાર્યક્રમ મુજબ ૨૧મી માર્ચથી યુજી-પીજીમાં સેમેસ્ટર ૧-૩ અને ૫ની એટીકેટીની પરીક્ષાઓ શરૂ થતી હતી. જેમા કોઈ ફેરફાર નથી. જ્યારે ૧૦મી એપ્રિલથી પ્રથમ તબ્કકામાં બીએ, બીકોમ, બીબીએ, બીસીએ, બીએસસી સેમેસ્ટર ૬ તથા એમ.એ, એમકોમ અને એમએસસી સેમેસ્ટર ૪ તેમજ એમએડ-બીએડ સેમેસ્ટર ૪થી માંડી એલએલબી રેગ્યુલર સેમસ્ટર ૨-૪-૬ની પરીક્ષાઓ શરૂ થતી હતી. આ પરીક્ષાઓ હવે ૧૬મી એપ્રિલથી શરૂ થશે. આ ઉપરાંત ૧૦મી એપ્રિલથી શરૃ થતી તમામ પરીક્ષાઓ ૧૬મી એપ્રિલથી શરૃ થશે. ત્યારબાદ ૨૧મી એપ્રિલથી બીજા તબક્કામાં પીજી ડિપ્લોમાના વિવિધ કોર્સની તથા બીએ,બીકોમ સેમેસ્ટર ૪ તથા બીએસસી સેમેસ્ટર ૨ અને એમએડ-બીએડ સેમેસ્ટર ૨ની પરીક્ષાઓ શરૂ થતી . આ પરીક્ષાઓ હવે ૨૬મી એપ્રિલથી શરૂ થશે.
જ્યારે ત્રીજા તબક્કામાં ૧લીમેથી બીએ,બીકોમ,બીબીએ-બીસીએ સેમેસ્ટર ૨ની અને બીએસસી સેમસ્ટર ૪ની પરીક્ષાઓ ઉપરાંત એમએ,એમકોમ અને એમએસસી સેમેસ્ટર ૨ની પરીક્ષાઓ શરૃ થતી હતી. જે હવે ૫મી મે થી શરૃ થશે. અગાઉ ૧૦મી મે સુધીમાં તમામ પરીક્ષાઓ પુરી થઈ જનાર હતી. પરંતુ હવે પરીક્ષાઓ પાછી ઠેલાતા ૧૭મી મે ની આસપાસ પરીક્ષાઓ પુરી થશે.