ગુજરાત : ઠંડીના પ્રમાણમાં ફરી આંશિક ઘટાડો નોંધાયો

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

અમદાવાદ:  ઠંડીના પ્રમાણમાં આંશિકરીતે ઘટાડો થતાં લોકોને રાહત થઇ છે. અલબત્ત અમદાવાદ શહેરમાં પારો ૮ ડિગ્રી આજે રહ્યો હતો પરંતુ બપોરના ગાળામાં લોકોને ઓછી ઠંડીનો અનુભવ થયો હતો. આજે રાજ્યમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ ગાંધીનગરમાં થયો હતો જ્યાં પારો ૭.૬ ડિગ્રી રહ્યો હતો. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. જો કે, ફુલગુલાબી ઠંડીના માહોલમાં લોકો રોમાંચનો અનુભવ કરી રહ્યા છે. આગામી ૪૮ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થવાની શક્યતા નહીંવત દેખાઈ રહી છે.

કોઇપણ જગ્યાએ કોલ્ડવેવની વાત કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં ઠંડીના પ્રમાણમાં વધુ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. આવતીકાલે અમદાવાદમાં પારો ૯ ડિગ્રીની આસપાસ રહી શકે છે. આનો મતલબ એ થયો કે ઠંડીના પ્રમાણમાં વધુ ઘટાડો થશે. આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહી થવાના સંકેત છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. હવામાન વિભાગ તરફથી ચેતવણી જારી કરાયા બાદ ઠંડીને લઈને લોકો સજ્જ છે.

અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા. અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની Âસ્થતિ ઓછી જાવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી ઘટવાના સંકેત છે. હાલમાં નીચલી સપાટી પર ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. અમદાવાદમાં ઠંડીનો ચમકારો રહેતા લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાયા હતા. ઠંડીમાં એકાએક વધારો થતાં ઠંડીના ગરમ વસ્ત્રોના બજારમાં જારદાર તેજી જામી છે. અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યના જે ભાગોમાં આજે પારો ૧૦થી નીચે પહોચ્યો હતો તેમા ગાંધીનગર, વડોદરા, અમરેલી, મહુવા, ડિસા, અમદાવાદનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારમાં લોકોએ જોરદાર ઠંડીનો અનુભવ કર્યો હતો. નવા વર્ષની શરૂઆત થયા બાદ ૧૪મી જાન્યુઆરી પછી ઠંડીના પ્રમાણમાં ધીમે ધીમે ઘટાડો થશે અને લોકોને રાહત થશે. હાલમાં ઉત્તર ભારત જારદાર ઠંડીના સકંજામાં આવેલું છે.

Share This Article