ગુજરાત : સ્વાઇન ફ્લુથી વધુ બે મૃત્યુ, ૧૭ નવા કેસો થયા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં સ્વાઈન ફ્લુનો આતંક જારી રહ્યો છે. આજે વધુ બેના મોત થયા હતા અને નવા ૧૭ કેસ સપાટી ઉપર આવ્યા હતા. નવા ૧૭ કેસ સપાટી ઉપર આવતા કુલ કેસોની સંખ્યા વધીને ૧૪૨૮ સુધી પહોંચી ગઈ છે. ૨૮૮ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. મોટી સંખ્યામાં દર્દીઓ સ્વસ્થ થઇ ચુક્યા છે અને તેમને રજા પણ આપી દેવામાં આવી છે. સ્વાઈન ફ્લુના કારણે સપ્ટેમ્બર બાદથી મોતનો આંકડો વધીને ૩૮ ઉપર પહોંચી ચુક્યો છે. હજુ પણ મોટી સંખ્યામાં લોકો સારવાર હેઠળ છે.

આજે જે કેસો નોંધાયા હતા તે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં છ, વડોદરામાં ચાર કેસ નોંધાયા હતા. અરવલ્લીમાં બે કેસો નોંધાયા હતા. સ્વાઈન ફ્લુના કારણે મોતની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ ૧૬ લોકોના મોત થયા છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના ૬૧૩ કેસ નોંધાઈ ચુક્યા છે. મોટી સંખ્યામાં દર્દી અમદાવાદમાં પણ સારવાર હેઠળ છે. સ્વાઈન ફ્લુના કારણે ભારે હાહાકાર મચેલો છે. દરરોજ નવા નવા કિસ્સા સપાટી ઉપર આવી રહ્યા છે. આજે કુલ ૧૭ નવા કેસ સપાટી ઉપર આવ્યા હતા. આની સાથે જ કુલ કેસોની સંખ્યા વધીને ૧૪૨૮ સુધી પહોંચી હતી. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના સૌથી વધુ ૬ કેસ સપાટી ઉપર આવ્યા હતા. અમદાવાદમાં પહેલી સપ્ટેમ્બર બાદથી સ્વાઈન ફ્લુથી ૧૬ના મોત થઇ ચુક્યા છે.

પહેલી સપ્ટેમ્બર બાદથી અમદાવાદમાં સ્વાઈન ફ્લુના સૌથી વધુ ૬૧૩ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં મોતનો આંકડો સપ્ટેમ્બર બાદથી ૧૬ ઉપર પહોંચી ચુક્યો છે.  અમદાવાદમાં મોતનો આંકડો વધુ હોઈ શકે છે. સ્વાઈન ફ્લુને લઇને માહિતી છુપાવવામાં આવી રહી છે. સ્વાઈન ફ્લુને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેની અસર દેખાઈ રહી નથી. કેસોની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યભરમાં સેંકડો કેસો નોંધાયા છે અને મોટી સંખ્યામાં હાલ લોકો સારવાર હેઠળ છે. જુદા જુદા વિસ્તારોમાં સ્વાઈન ફ્લુને રોકવા માટે બનતા તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યા ચિંતાજનકરીતે વધી રહી છે. જરૂરી દવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.  ગુજરાતમાં સ્વાઈન ફ્લુના કારણે મોતનો આંકડો સપ્ટેમ્બર બાદ ૩૮ ઉપર પહોંચ્યો છે જ્યારે આ વર્ષે હજુ સુધી ૫૭ના મોત થઇ ચુક્યા છે.

અમદાવાદ શહેરમાં મોત થવા માટેના કારણોમાં પુરતી સુવિધાનો પણ અભાવ દેખાઈ રહ્યો છે. પહેલી સપ્ટેમ્બર બાદથી રાજ્યમાં સ્વાઈન ફ્લુના ૧૪૨૮થી પણ વધુ કેસો નોંધાઈ ચુક્યા છે. સ્વાઈન ફ્લુના આંકડાઓને લઇને વિરોધાભાષી અહેવાલ આવી રહ્યા છે. આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ પણ થઇ રહ્યા છે. ગુજરાત સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વાઈન ફ્લુના જુદા જુદા આંકડા આપવામાં આવી રહ્યા છે જેથી મિડિયામાં પણ સ્વાઈન ફ્લુના કેસોના આંકડા જુદા જુદા નોંધાઈ રહ્યા છે. સ્વાઈન ફ્લુના કેસો હજુ પણ નોંધાય તેવી શક્યતા છે. સ્વાઈન ફ્લુના લીધે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. સ્વાઈન ફ્લુના કારણે મોતનો આંકડો હજુ પણ વધવાની દહેશત છે.

 

 

Share This Article

Fatal error: Uncaught ErrorException: md5_file(/home/khabarp/public_html/wp-content/litespeed/css/49fbd959470621ec72ebb0ed3a28c6d6.css.tmp): failed to open stream: No such file or directory in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php:151 Stack trace: #0 [internal function]: litespeed_exception_handler(2, 'md5_file(/home/...', '/home/khabarp/p...', 151, Array) #1 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php(151): md5_file('/home/khabarp/p...') #2 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(843): LiteSpeed\Optimizer->serve('https://khabarp...', 'css', true, Array) #3 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(334): LiteSpeed\Optimize->_build_hash_url(Array) #4 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(264): LiteSpeed\Optimize->_optimize() #5 /home/khabarp/public_html/wp-includes/class-wp-hook.php(324): LiteSpeed\Optimize->finalize in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php on line 151