ગુજરાતની સોફ્ટવેર કંપની માવેનવિસ્ટાનું પ્રતિષ્ઠિત “પ્રોક્યોરમેન્ટ ટેક્નોલોજી ઇનોવેશન એવોર્ડ”થી સન્માન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ગુજરાત સ્થિત અગ્રણી સોફ્ટવેર સર્વિસિસ પ્રોવાઇડર માવેનવિસ્ટાને નવી દિલ્હીમાં આયોજિત 7માં પ્રોક્યોરમેન્ટ એક્સલન્સ સમીટ એન્ડ એવોર્ડ્સ 2023માં પ્રતિષ્ઠિત “પ્રોક્યોરમેન્ટ ટેક્નોલોજી ઇનોવેશન એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવી હતી. અદ્યતન ટેક્નોલોજી દ્વારા સમગ્ર પ્રોક્યોરમેન્ટ (પ્રાપ્તિ) પ્રક્રિયામાં પરિવર્તન લાવવાના કંપનીના વિઝન તથા ઇન્ડસ્ટ્રી માટે હંમેશા ઇનોવેટિવ ટેક્નોલોજી વિકસાવવા પ્રત્યે કંપનીની કટીબદ્ધતા માટે આ એવોર્ડ એનાયત કરાયો હતો.

યુબીએસ ફોરમ દ્વારા આયોજિત 7માં પ્રોક્યોરમેન્ટ એક્સલન્સ સમીટ એન્ડ એવોર્ડ્સ 2023માં માવેનવિસ્ટાના સીઇઓ સુરીદ શાહે ફ્યુચર ઓફ પ્રોક્યોરમેન્ટ વિષય ઉપર એક વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ પ્રસ્તુત કર્યું હતું તથા સિમેન્ટ, ફાર્માસ્યુટિકલ, કેમિકલ, એફએમસીજી અને ટેક્સટાઇલ સહિતના ક્ષેત્રોની અગ્રણી કંપનીઓ દ્વારા તેમની પ્રોક્યોરમેન્ટ સિસ્ટમમાં વેન્ડેક્સ સોફ્ટવેર લાગુ કરવાથી થતાં લાભો વિશે જાણકારી આપી હતી.

આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવતાં માવેનવિસ્ટાના સીઇઓ સુરીદ શાહે જણાવ્યું હતું કે, અમે પ્રતિષ્ઠિત “પ્રોક્યોરમેન્ટ ટેક્નોલોજી ઇનોવેશન એવોર્ડ” પ્રાપ્ત કરતાં ગર્વ અનુભવીએ છીએ. આ એવોર્ડ ઇનોવેટિવ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા માલ-સામાન અને સેવાઓની પ્રાપ્તિમાં નોંધપાત્ર પરિવર્તન લાવવાના અમારા મીશનનો પુરાવો છે. માવેનવિસ્ટા ખાતે અમે ગ્રાહકોને અદ્યતન પ્રોક્યોરમેન્ટ સોલ્યુશન ઓફર કરતાં તેમની વ્યવસાયિક કામગીરીને વધુ સરળ અને અનુકૂળ બનાવવાની સાથે-સાથે તેમની સ્પર્ધાત્મકતામાં વધારો કરવા હંમેશા પ્રયત્નશીલ રહ્યાં છીએ. દેશભરમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત ટોચની કંપનીઓ દ્વારા અમારા પ્રોક્યોરમેન્ટ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે અને મને વિશ્વાસ છે કે અમે તેમની ઇનોવેટિવ ટેક્નોલોજીની અપેક્ષાઓને આગામી સમયમાં પણ પૂર્ણ કરતાં રહીશું.”

Share This Article