રાજ્યમાં એચ.આઇ.વી.ની સારવાર કેર, સપોર્ટ અને ટ્રીટમેન્ટના તમામ સૂચકોમાં શ્રેષ્ઠ કામગીરી માટે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીને રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે એમ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અમદાવાદ ખાતે યોજોયેલ તમામ રાજ્યોની કામગીરીના રાષ્ટ્રીય રીવ્યુ વર્કશોપમાં અમદાવાદ ખાતે આ એવોર્ડ એનાયત કરાયો છે. આ વર્કશોપમાં વિવિધ રાજ્યો દ્વારા એચ.આઇ.વી.ની સારસંભાળ ક્ષેત્રે કરેલ કામગીરીની રાષ્ટ્રીય કક્ષાએ સમીક્ષા કરાઇ હતી. જેમાં મુખ્યત્વે એચ.આઇ.વી. સંદર્ભે કાળજી, સપોર્ટ અને સારવારની ગુણવત્તા અંગે થયેલ કામગીરીને લક્ષમાં લેવામાં આવી હતી.
સી.એસ.ટી.ના ડાયરેક્ટર જનરલ ડૉ.આર.એસ.ગુપ્તાના હસ્તે આરોગ્ય કમિશનર ડૉ. જયંતી રવિ વતી એડીશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ.રાજેશ ગોપાલે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.