વર્ષ ૨૦૭૦ સુધીમાં દેશના કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાર્થક કરવાની દિશામાં, ગુજરાતની એક સક્રિય ભાગીદારી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પર્યાવરણને અનુકૂળ નીતિઓ દ્વારા આર્થિક વિકાસ તરફ રાજ્ય અગ્રેસર છે. પરિણામે, ગુજરાત પ્રદૂષણ મુક્ત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આજે, CNG સ્ટેશનની સંખ્યામાં ગુજરાત સમગ્ર દેશમાં ટૉપ પર પહોંચી ગયું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર જુલાઇ ૨૦૨૩ સુધીમાં, ગુજરાતમાં ૧૦૦૨ CNG સ્ટેશન છે, જેનું નેટવર્ક રાજ્યના ૩૩ જિલ્લાઓને આવરી લે છે. ઝ્રદ્ગય્ સ્ટેશનની સંખ્યામાં ગુજરાત બાદ ઉત્તરપ્રદેશ (૮૧૯), મહારાષ્ટ્ર (૭૭૮), રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ -૪૮૦) અને હરિયાણા (૩૪૯) છે. જુલાઇ ૨૦૨૩ સુધીમાં ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ ૫૮૯૯ સ્ટેશન છે, જેમાંથી ૧૭ ટકા જેટલા ગુજરાતમાં છે. આ તમામ આંકડા પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) દ્વારા અપડેટ કરવામાં આવ્યા છે.PNGRBમ્એ અપડેટ કરેલા આંકડા અનુસાર, જુલાઇ ૨૦૨૩ સુધીમાં ભારતમાં કુલ ૧,૧૪,૪૬,૬૪૬ ઘરગથ્થુ પાઇપ્ડ નેચરલ ગેસ PNGકનેક્શન છે, જેમાંથી ગુજરાતની સંખ્યા ૩૦,૭૮,૧૬૨ છે. તે સિવાય રાજ્યમાં ૨૨,૭૨૨ વ્યવસાસિક અને ૫૭૩૩ ઔદ્યોગિક કનેક્શન છે.
ગુજરાત ૧,૦૦૨
ઉત્તરપ્રદેશ ૮૧૯
મહારાષ્ટ્ર ૭૭૮
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ) ૪૮૦
હરિયાણા ૩૪૯
કર્ણાટક ૩૧૯
રાજસ્થાન ૨૫૭
મધ્યપ્રદેશ ૨૪૧
તમિલનાડુ ૨૨૦
પંજાબ ૨૦૯
શંકાએ લીધો 2 વર્ષમી માસૂમનો જીવ, જનેતાએ જ કરી નાખી બાળકીની હત્યા, કારણ જાણીને ચોંકી જશો
રાજકોટમાં એક કૂવામાંથી એક મહિના પહેલા બે વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો જે મામલે પોલીસે ઝીણવટપૂર્વક તપાસ કરતા હવે...
Read more