રાજસ્થાનના ફતેહપુર (સીકર)થી ગુજરાત જતો નેશનલ હાઈવે-૫૮ ત્રણ દિવસથી બંધ છે. કિશનગઢ (અજમેર)થી હનુમાનગઢ સુધી લગભગ ૧૦ કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ થયો છે. સુજાનગઢ (ચુરુ)ના બોબાસર ફ્લાઈઓવર (પુલ)ની પાસે હજારો લોકો ત્રણ દિવસથી ધરણા પર બેઠા છે. તેઓ સુજાનગઢને જિલ્લો બનાવવાની માંગ કરી રહ્યા છે. ૧૫૦૦થી વધુ ટ્રકો છેલ્લા ત્રણ દિવસથી ફસાયેલી છે. આ ટ્રકોના ડ્રાઇવરોની હાલત કફોડી બની છે. રાજસ્થાનમાં નવા જિલ્લા જાહેર થયા બાદ પોતાના તાલુકાઓને પણ જિલ્લા બનાવવાની માગ પ્રબળ બની છે.
હાલમાં આ હાઈ વે પર ચક્કાજામ રહેતાં ગુજરાત-રાજસ્થાન ટ્રાફિકને અસર પડી છે.ટ્રક ડ્રાઈવરે દાવો કર્યો હતો કે તેના વાહનોમાં ૧૦ કરોડથી વધુનો સામાન બગડી રહ્યો છે. ટ્રક ફળો, શાકભાજી વગેરેથી ભરેલી છે. હાઇવે પર આ ડ્રાઇવર રડી રહ્યો છે. ઉપરથી હાઈવે પર ખાવાનું એટલું મોંઘું થઈ ગયું છે કે લોકોને પરસેવો વળી જાય છે. બેસો રૂપિયામાં ચાર રોટલી-શાક મળી રહ્યા છે. દેશના જુદા જુદા ભાગોમાંથી ટ્રાફિકજામમાં અટવાયેલા આ ટ્રક ચાલકોને હવે કંઈ સમજાતું નથી. માલિકો આ ડ્રાઇવરોને અલગથી ધમકી આપી રહ્યા છે કે જો સામાન સમયસર નહીં પહોંચે તો તેમને પેમેન્ટ નહીં મળે. તે તેમના પગારમાંથી કાપવામાં આવશે. બીજી તરફ જેની પાસે માલ છે તેઓ પણ ધમકી આપી રહ્યા છે.કિશમગઢથી હનુમાનગઢ જતા મેગા હાઈવે પર હજારો પ્રદર્શનકારીઓએ ધામા નાંખ્યા છે. પ્રદર્શનકારીઓ કોઈપણ વાહનને આગળ જવા દઈ રહ્યા નથી. મહારાષ્ટ્રથી શ્રીનગર (કાશ્મીર) ટ્રક લઈને જઈ રહેલા સજ્જર અહેમદે કહ્યું- હું ત્રણ દિવસથી અહીં ઊભો છું. બોલો… અમારો શું વાંક? હાઈવે પર સેંકડો ટ્રકો ફસાઈ ગઈ છે. આમાંની ઘણી ટ્રકોમાં ફળો અને શાકભાજી ભરેલ છે. આ ફળો અને શાકભાજી હવે બગડી રહ્યા છે. અમારા ગ્રુપના ચાર વાહનો ૧૫ લાખની કિંમતના નારંગીથી ભરેલા છે, જે આવતીકાલ સુધીમાં બગડી જશે. ઉપરથી પાર્ટી કહી રહી છે કે અમારો માલ સમયસર મળ્યો નથી, અમે તમારી પાસેથી ભાડું લઈશું. અહીં હોટલોવાળા પણ તકનો લાભ લઈ રહ્યા છે. શાક અને ૪ રોટલીના ૧૫૦-૨૦૦ રૂપિયા લે છે. મહુઆ ભાવનગર (ગુજરાત) થી પંજાબના મલેરકોટલા જઈ રહેલા હરપ્રીત સિંહે કહ્યું- ૨ વાહનોમાં ૧૬-૧૭ લાખની ડુંગળી ભરેલી છે. નાસિક (મહારાષ્ટ્ર) થી પટિયાલા (પંજાબ) જઈ રહેલા લખવીર સિંહ પાસે બે વાહનોમાં ૧૦ લાખની કિંમતના ટામેટાં છે, જે આજે રાતથી બગડવા લાગશે. લગભગ ૧૫ ટ્રકોમાં મારી પાસે ૨ કરોડના કેળા ભરેલા છે. વાહનચાલકોનું કહેવું છે કે માલ સિવાય ભાડું પણ લાખોમાં છે, જેનું નુકસાન થશે. પંજાબના જલંધરથી ઓઈલ ટેન્કર લઈને પહોંચેલા બલવિંદર સિંહ કહે છે – તે ત્રણ દિવસથી અહીં ફસાયેલા છે. અહીં ન તો ખાવાની અને ન તો ચા-પાણીની સગવડ છે. હાઈવે પરની હોટલો પણ મનમાની કરી રહી છે. ડબલ પૈસા લઈ રહ્યા છે. અમે મર્યાદિત રૂપિયા લઈને ગયા હતા, તે પણ પુરા થઈ જવા આવ્યા છે.ટ્રક ડ્રાઈવર સોનુની પણ આવી જ હાલત છે. સોનુ કહે છે- જેની પાસે સામાન છે, તે સતત ધમકી આપી રહ્યા છે કે તે ભાડું નહીં ચૂકવે. આ સિવાય માલની કિંમત પણ વસૂલ કરશે
. રાજસ્થાનનાં ફતેહપુરથી ગુજરાતનાં પાલનપુર જતા નેશનલ હાઈવે-૫૮ પર સાલાસર, બીદાસર અને લાડનુંના સેંકડો લોકોએ પહેંચીને આંદોલનને સમર્થન કર્યું છે. દિનેશે કહ્યું- તે પંજાબથી બટાકા ભરીને ઈન્દોર જવા નીકળ્યો હતો. ૩૬ કલાક થઈ ગયા. ૪ દિવસથી કેરેટમાં પેક થવાને કારણે બટાકાની ગુણવત્તા ખરાબ થઈ રહી છે. પાર્ટીએ ચીમકી આપી છે કે જો માલને નુકસાન થશે તો ટ્રાન્સપોર્ટ માલિક પાસેથી સંપૂર્ણ રકમ વસૂલ કરવામાં આવશે. એ જ રીતે સુખબીર પણ બે દિવસથી આ જામમાં ફસાયેલા છે. તે કહે છે – ચોખા ભરેલી ટ્રક લઈને મુંબઈ જવા નીકળ્યો હતો. હવે ખાવા પીવામા પણ મુશ્કેલી પડી રહી છે. આંદોલનકારીઓ અને સરકાર વચ્ચેની લડાઈમાં ટ્રક ચાલકોને મુશ્કેલીઓમાં મુકી દીધા છે.નેશનલ હાઈવે-૫૮ પર હજારો લોકો એકઠા થઈ ગયા હતા. જેમાંથી ૧૦૦થી વધુ મહિલાઓ છે. સુજાનગઢના લોકો ધારાસભ્યના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આંદોલનકારીઓનું કહેવું છે કે જો ટૂંક સમયમાં જિલ્લો બનાવવાની જાહેરાત નહીં થાય તો આંદોલન ઉગ્ર બનાવાશે. જેની જવાબદારી સરકારની રહેશે.નગરના તમામ રાજકીય પક્ષો જિલ્લા બનાવવાની માંગ માટે એક મંચ પર એકઠા થયા છે. ભાજપ યુવા મોરચા શહેરભરમાં ફરે છે, શેરી નાટકો કરીને લોકોને આ ચળવળમાં જોડાવા માટે પ્રેરિત કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ પક્ષના સ્થાનિક નેતાઓ પણ શનિવારે પાર્ટીના હોદ્દા પરથી રાજીનામું આપીને આંદોલનમાં જોડાયા છે.સુજાનગઢ બિઝનેસ બોર્ડના મંત્રી જિતેન્દ્ર મિરાંકા અને કિરાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પવન મહેશ્વરીએ બંધને સમર્થન આપ્યું છે. આ ઉપરાંત નગરના ૭ વેપારી મંડળોએ પણ આ બંધને સમર્થન આપ્યું છે.