ગાંધીનગરથી મંત્રી મંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટર ખાતેથી મુખ્યમંત્રી અને મંત્રીઓ માટે એક વોલ્વો ઉપરાંત મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ સચિવો માટે ૪ વોલ્વો, ઉત્તર ગુજરાતના જિલ્લાઓના અધિકારીઓ માટે અમદાવાદ સર્કિટ હાઉસ થી તેમજ મધ્ય ગુજરાતના જિલ્લાઓના અધિકારીઓ માટે વડોદરાથી, દક્ષિણ ગુજરાત માટે સુરતથી તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ માટે રાજકોટથી એમ તમામ મંત્રીઓ અને અધિકારીઓ નવ વોલ્વો બસ મારફતે ૨૧૮ જેટલા લોકો બપોરે એકતા નગર પહોચ્યાં હતા. આજથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેવડિયામાં ચિંતન શિબિર યોજાશે. આ શિબિરમાં તમામ જિલ્લાના કલેક્ટર અને ડીડીઓ પણ ઉપસ્થિત રહેશે. કેન્દ્રના સિનિયર અધિકારીઓ અને હસમુખ અઢિયા માર્ગદર્શન આપશે. આરોગ્ય, પોષણ, શિક્ષણમાં સુધારા સહિતના મુદ્દે ચિંતન શિબિરમાં ચર્ચા થશે. ચર્ચાના સત્ર માટે અલગ અલગ પાંચ ગ્રુપ બનાવવામાં આવશે. એકતાનગર આવેલ ટેન્ટ સીટી ૨માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ત્રી દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી મંત્રીઓ અને અધિકારીઓ કેવડિયા જવા રવાના થયા છે. તમામ જિલ્લાના કલેક્ટર અને ડ્ઢર્ડ્ઢં પણ શિબિરમાં હાજરી આપશે.
આરોગ્ય અને પોષણ, શિક્ષણમાં સુધારો સહિત પાંચ મુખ્ય બાબતો પર ચર્ચા થશે. ચર્ચા સત્ર માટે પાંચ ગ્રુપ પણ બનાવવામાં આવશે. આ દસમી ચિંતન શિબિરનું મુખ્યમંત્રી સાંજે ચાર વાગ્યે ઉદ્દાટન કરાવશે. ઉદ્દાટન બાદ સ્ટ્રેસ મેનેજમેન્ટ અને યોગા વે ઓફ લાઇફ પર વક્તવ્ય યોજાશે. તેમજ આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ સંચાલિત ટેક્નિકલ પરિવર્તનના સંદર્ભમાં જાહેર ક્ષેત્રની ભૂમિકા અને અપેક્ષાઓ ઉપર પેનલ ચર્ચા થશે.