અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્તમાન સરકારના સફળ સુશાસનના પ્રથમ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગાંધીનગરમાં શિક્ષણ અને મહિલા બાળ વિકાસના વિવિધ ૧૯૦૬ લોકાર્પણ અને ૩૬૩૨ ખાતમુહૂર્ત મળીને ૬૬૬ કરોડના કામોની ભેટ ગુજરાતના વિદ્યાર્થી અને શિક્ષણ જગતને આપી હતી. એક સાથે જુદા જુદા કાર્યક્રમોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત યોજવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ચુડાસમા કાર્યક્રમોમાં જાડાયા હતા. સ્વરાજ્ય મળ્યું હવે સુશાસનથી સુરાજ્યની દિશામાં લોકશાહીને લઈ જવાની મુખ્યમંત્રીએ વાત કરી હતી.
ગુજરાત સુશાસનના ક્ષેત્રમાં દેશનું રોલ મોડલ બને તેવી કટિબદ્ધતા દર્શાવવામાં આવી હતી. ૨૧ જિલ્લાના ૧૫૫૦ બાયસેગ કેન્દ્રોના પ્રસારણના માધ્યમથી ૧.૧૫ લાખ લોકો જાડાયા હતા. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પુરી પાડી સ્વસ્થ અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે ધોળકા ખાતે યોજાયેલા ચતર્થ મેગા મેડિકલ કેમ્પનું શુભારંભ કરતા મંત્રી ચુડાસમાએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે જનસામાન્યને આવા મોટા આરોગ્ય કેમ્પ દ્વારા ગુણવત્તાસભર આરોગ્ય સેવા મળતા એક સ્વસ્થ અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે. રાજ્યમાં આરોગ્યની શ્રેષ્ઠ સેવાઓ સાથે આયુષ્યમાન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ગોલ્ડનકાળનો સમન્વય થતા નાગરિકોને સમયસર આરોગ્ય સુવિધા મળી રહેશે. તેમણે કાડિયોગ્રામ તથા મહિલા-યુવતીઓના હિમોગ્લોબિનના ચકાસણીની કામગીરી કરવા પણ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.